________________
સાતસો મહાનીતિ
હવે દેવીએ પ્રગટ થઈને સર્વને કહ્યું કે જે કોઈ આ સતી સુભદ્રા વિરુદ્ધ ચિંતવન કરશે,
તેને હું શિક્ષા કરીશ. તે સાંભળી રાજા વગેરે લોકોએ ચમત્કાર પામી જૈનઘર્મ ગ્રહણ
ર કર્યો. સાસુએ વહુની ક્ષમા માગી તથા સર્વ જૈનધર્મી થયા. અનુક્રમે સુભદ્રા પણ ગુરુ પાસે દીક્ષા લઈ સર્વ કર્મનો ક્ષય કરી મોક્ષને પામી. ૩૨૫. અસત્ય મર્મ ભાષા ભાખું નહીં.
ખોટા મર્મભેદક વચનો કોઈને કહ્યું નહીં કે જેથી બીજાને દુઃખ ભોગવવા પડે. લોકોના મુખે અસત્ય મર્મભાષા રામના સાંભળવામાં આવી. તેથી સતી સીતાને શ્રીરામે જંગલમાં મૂકાવી.
આમ અસત્ય અને મર્મભેદક વચનો કહેવાથી સતી જેવી સીતાને જંગલમાં કેવા દુઃખ ભોગવવા પડ્યા. માટે આવી અસત્ય મર્મભાષા બોલું નહીં કે જેથી બીજાને નુકશાન થાય. ૩૨૬. લીઘેલો નિયમ કર્ણોપકર્ણ રીતે તોડું નહીં.
કર્ણોપકર્ણ એટલે એક કાનેથી બીજા કાને વાત જાય છે. એવી કોઈ વાત સાંભળીને આપણે જે નિયમ લીધો હોય તેમાં ઢીલાશ લાવું નહીં અથવા નિયમ તોડવાનો ભાવ કરું નહીં. તેના ઉપર રજ્જા સાધ્વીનું દ્રષ્ટાંત છે તે નીચે પ્રમાણે –
ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૪'માંથી – આજ્ઞા વિરુદ્ધ વચન બોલવું તે મહાપાપ
રજ્જા સાથ્વીનું દ્રષ્ટાંત – “શ્રી મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે કે શ્રી મહાવીર સ્વામી એકદા દેશનામાં બોલ્યા કે “એક જ માત્ર કુવાક્ય બોલવાથી રજ્જા નામની આર્યા મહાદુઃખ પામી.” તે સાંભળીને ગૌતમ ગણઘરે વિનંતીપૂર્વક પૂછ્યું કે “હે ભગવન્! તે રજ્જા સાથ્વી કોણ? અને તેણે વાણીમાત્રથી શું પાપ ઉપાર્જન કર્યું? કે જેનો આ પ્રમાણેનો દારૂણ વિપાક આપ વર્ણન કરો છો?” ભગવાન બોલ્યા કે “હે ગૌતમ! આ ભરતક્ષેત્રમાં પૂર્વે ભદ્ર નામે એક આચાર્ય હતા. તેના ગચ્છમાં પાંચસો સાધુઓ અને બારશો સાધ્વીઓ હતી. તેના ગચ્છમાં ત્રણ ઉછાળા આવેલું, આયામ (ઓસામણ) અને સૌવીર (કાંજી) એ ત્રણ જાતનું જ જળ વપરાતું હતું. ચોથી જાતનું પાણી પીવાતું નહોતું. એકદા રજ્જા આર્યાના શરીરમાં પૂર્વ કર્મના અનુભાવથી કુષ્ટ વ્યાધિ ઉત્પન્ન થયો, તે જોઈને બીજી સાધ્વીઓએ તેને પૂછ્યું કે “હે દુષ્કર સંયમ પાળનારી! આ તને શું થયું?” તે સાંભળી પાપકર્મથી ઘેરાયેલી રજ્જા બોલી કે “આ પ્રાસુક જળ પીવાથી મારું શરીર નષ્ટ થયું.” તે સાંભળીને “આપણે પણ આ પ્રાસુક જળ વરજીએ.” એમ સર્વ સાધ્વીઓના હૃદયમાં વિચાર થઈ ગયો, તેમાંના એક સાધ્વીએ વિચાર્યું કે “જો કદાપિ મારું શરીર હમણાં જ આ મહા વ્યાધિથી નાશ પામે, તો પણ હું તો પ્રાસુક જળ તજીશ નહીં. ઉકાળેલું જળ વાપરવાનો અનાદિ અનંતધર્મ કપાળુ જિનેશ્વરોએ કહેલો છે તે મિથ્યા નથી. આનું શરીર તો પૂર્વે ઉપાર્જન કરેલાં કર્મથી વિનષ્ટ થયું છે. અહો! તે નહીં વિચારતાં આ રજ્જા અનંત તીર્થકરોની આજ્ઞાનો લોપ કરનારું અને મહા ઘોર દુઃખ આપનારું કેવુ દુષ્ટ વચન બોલી? ઇત્યાદિ શુભ ધ્યાન કરતાં વિશેષ શુદ્ધિના વશથી તે સાધ્વીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તરત જ દેવોએ કેવળીનો મહિમા કર્યો. પછી ઘર્મદેશનાને અંતે રજ્જાએ કેવળીને પ્રણામ કરીને પૂછ્યું કે “હે ભગવન્! કયા કર્મથી હું કુષ્ટાદિક વ્યાધિનું પાત્ર થઈ? કેવળીએ કહ્યું કે “સાંભળ, તને રક્તપિત્તનો દોષ છતાં તેં સ્નિગ્ધ આહાર કંઠ સુથી ખાધો. તે આહાર કરોળિયાની લાળથી મિશ્ર થયેલો હતો. વળી તે આજે એક શ્રાવકના છોકરાના મુખ ઉપર વળગેલી નાકની લીંટ મોહના વશથી સચિત
૨૨૮