________________
સાતસો મહાનીતિ
સાથે લગ્ન કરવાના ભાવ થયા. પણ લોકો પાસેથી સાંભળ્યું કે એ જૈનઘર્મીને જ પોતાની પુત્રી આપશે. તેથી બુદ્ધદાસ દંભથી જૈન સાધુઓનું સેવન કરવા લાગ્યો. સપુરુષના સંગથી તેને બોઘબીજની પ્રાપ્તિ થઈ અર્થાતુ સમ્યક્દર્શન પામ્યો. તેથી જિનદાસે તેની પુત્રી પરણાવી.
થોડા દિવસ ત્યાં રહી બુદ્ધદાસે ચંપાનગરીએ જવાની ઇચ્છા જણાવી, ત્યારે જિનદાસે કહ્યું કે તમારા માતાપિતા મિથ્યાવૃષ્ટિ છે તો તેમની સાથે મારી પુત્રીનો નિર્વાહ કેમ થશે? બુદ્ધદાસે કહ્યું : હું તેને જુદા ઘરમાં રાખીશ. પછી ત્યાંથી રવાના થયા. ચંપાનગરીમાં આવ્યા પછી સુભદ્રા જાદા ઘરમાં રહેવાથી હમેશાં મુનિ ભગવંતોને આહાર પાણી આપતી તથા દેવ પૂજા ભક્તિ વગેરે પણ કરતી હતી.
સુભદ્રાની સાસુ અને નણંદ રોજ તેના છિદ્રો જોતી અને બુદ્ધદાસને કહેતી કે તારી સ્ત્રી તો કુલટા છે. બુદ્ધદાસ કહે : સુભદ્રા તો સતી છે. પણ રોજ રોજ કાનમાં ભરભર કરે અને શીખવાડ શીખવાડ કરે તેથી બુદ્ધદાસના મનમાં પણ થયું કે સુભદ્રા કુલટા છે અને તેનું પ્રમાણ પણ નીચે પ્રમાણે મળી આવ્યું.
સુભદ્રા જૈનઘર્મી હતી. તેથી એક વખત કોઈ મા ખમણના પારણા અર્થે તેના ઘરે મુનિ મહાત્મા પધાર્યા. સુભદ્રાએ તેમને આહાર પાણી આપ્યા પછી તેમની સામે દ્રષ્ટિ પડી. ત્યારે તેમની આંખમાંથી પાણી નીકળતું જોયું. તે જોઈ તેણે જીભ વડે આંખમાં પડેલ તૃણને બહાર કાઢી લીધું. તે સમયે મુનિના કપાળમાં ચાંદલાનું કુમકુમ ચોંટી ગયું. મુનિ તો નિસ્પૃહપણે ચાલ્યા ગયા. પણ તે વખતે સુભદ્રાની સાસુ તથા નણંદ બહાર ઊભા હતા તેમણે આ જોયું. તેથી તેના પતિ બુદ્ધદાસને કહ્યું કે તારી સ્ત્રી કુલટા છે તેનું આ પ્રમાણ. એ વાત બધે ફેલાઈ ગઈ. સુભદ્રાએ પણ સાંભળી. તેથી સુભદ્રા કાયોત્સર્ગ કરીને ઊભી રહી. ત્યારે શાસનદેવીએ આવીને કહ્યું કે હે વત્સ! શું કામ છે? તેણે કહ્યું જૈન શાસન ઉપર આવેલ કલંકને દૂર કરો. દેવીએ કહ્યું કે કાલે સવારે ઉપાય વડે ઘર્મ પ્રભાવના કરીશ; એમ કહી તે અંતર્બાન થઈ ગઈ.
- બીજે દિવસે સવારે ચંપાનગરીના ચારે દરવાજા રક્ષકો ખોલવા લાગ્યા ત્યારે ખૂલે નહીં. તેથી લોકો મુંઝાઈ ગયા. ત્યારે રાજાએ કહ્યું કે કોઈપણ દેવી દેવતા ક્રોઘ પામ્યા હો તો મારા ઉપર પ્રસન્ન થાઓ. ત્યારે આકાશવાણી થઈ કે જે કોઈ શીલવતી હોય તે કાચા તાંતણા ચાલણીને બાંધી કૂવામાંથી પાણી કાઢી TITH
આ દરવાજાઓને છાંટશે ત્યારે જ દ્વાર ઉઘડશે. નગરની સર્વ સ્ત્રીઓએ પ્રયત્ન કર્યો, પણ તે ઉઘડ્યાં નહીં. સુભદ્રાએ સાસુને કહ્યું કે હે માતા!તમે મને રજા આપો તો મારા આત્માની પરીક્ષા કરવા જાઉં. ત્યારે સાસુ હસીને બોલી કે તારું સતીપણું તો પહેલેથી જાણેલું છે. છતાં સુભદ્રા સ્નાન વગેરે કરીને કૂવા પાસે જઈ કાચા તાંતણા ચાલણીને બાંધી પાણી બહાર કાઢ્યું. તે જોઈ રાજા વગેરે આનંદ પામ્યા. પછી સર્વ લોકોની સાથે જઈને ચંપાનગરીના દરવાજાઓ ઉપર તે જળ છાંટ્યું કે દરવાજાઓ ઉઘડી ગયા. બુદ્ધદાસને રોજ એની માતા તથા બેન શિખવાડતી હતી તેમ કોઈને શીખવાડું
નહીં.
૨૨૭