________________
સાતસો મહાનીતિ
“સમાધિ સોપાનમાંથી - “સત્યવાદી નીચે જણાવેલા દશ ભેદવાળી, અપ્રિય વચન નામની અસત્ય ભાષા પણ તજે છે.
અપ્રિય વચનના દશ ભેદ : કર્કશ, કટુક, પરુષ, નિષ્ફર, પરકોપણી, મધ્યકૃષિ, અભિમાની, અનયંકર, છેદંકર અને ભૂતવઘકર.
તું મૂર્ખ છે, આખલો છે, ઢોર છે, હે મૂર્ખ! તું શું સમજે, ઇત્યાદિ કર્કશ ભાષા છે.
તું કજાત છે, હલકી વર્ણનો છે, અથર્મી છે, મહાપાપી છે, અસ્પૃશ્ય છે, અપશુકનિયાળ છે ઇત્યાદિ ઉગકારી વચનોને કટુક ભાષા કહે છે.
તું આચારભ્રષ્ટ છે, ભ્રષ્ટાચારી છે, મહા દુષ્ટ છે ઇત્યાદિ મર્મછેદક પરુષ ભાષા છે.
તને મારી નાખીશું, તારુ નાક કાપીશું, તને ડામ દઈશું, તારું માથું કાપીશું, તને ખાઈ જઈશું ઇત્યાદિ નિષ્ફર ભાષા છે.
હે નિર્લજ! વર્ણશંકર! તારી જાતિ, કુળ, આચારનું ઠેકાણું નથી, જોયું તારું તપ, તું કુશીલ છે, લંપટ છે, હસવા યોગ્ય છે, મહા નિંદ્ય છે, અભક્ષ્ય ભક્ષણ કરનાર છે, તારું નામ લેતાં લાજી મરાય છે ઇત્યાદિ પરકોપણી ભાષા છે.
જે વચન સાંભળતા જ સાંધા ગગડી જાય તે મધ્યકષ ભાષા છે.
પોતાને મોઢે પોતાના ગુણ ગાવા, પરના દોષ પ્રગટ કરવા, પોતાના કુળ, જાતિ, બળ, રૂપ, વિજ્ઞાન આદિ મદ દર્શાવવા વચન બોલવાં તે અભિમાની ભાષા છે.
શીલખંડન કરાવનારી અને વેર બંધાવનારી અનયંકર ભાષા છે.
વીર્ય, શીલગુણ આદિને નિર્મૂળ કરનારી, જૂઠા દોષ પ્રગટ કરનારી, જૂઠાં આળ ચઢાવનારી છેદંકર ભાષા છે.
જે વચન સાંભળી અસહ્ય ઘા લાગી જાય અથવા પ્રાણ છૂટી જાય તે ભૂતવઘાર ભાષા છે. આ દશ પ્રકારનાં નિંદ્ય વચન ત્યાગવા યોગ્ય છે.” (પૃ.૨૮૨) ૩૨૪. કોઈને શીખડાવું નહીં.
મારા નિમિત્તે કોઈ અપશબ્દ બોલતાં શીખે એમ કરું નહીં. અથવા કોઈને ચોરી કરવાનું, જૂઠ બોલવાનું, હિંસામય પાપ કરવાનું શીખવાડું નહીં. કોઈને એવી વાત કરવી કે પેલો વ્યક્તિ આમ બોલે તો તમારે આમ કહેવું, એમ કહી ઝઘડો ઊભો કરાવું નહીં. સાસુની વાત વહુને કહે, વહુની વાત સાસુને કહે એમ અંદરોઅંદર શીખડાવીને કંકાસ ઊભો કરું નહીં. એના વિષે સતી સુભદ્રાની કથા છે તે નીચે પ્રમાણે –
ભરતેશ્વર બાહુબલિ વૃત્તિના આધારે - સતીત્વની પરીક્ષા
સુભદ્રા સતીનું દ્રષ્ટાંત - “વસંતપુર નગરમાં પ્રસિદ્ધ શેઠ જિનદાસ નામનો શ્રાવક વસતો હતો. તેની પત્ની જિનમતિ તે શીલગુણયુક્ત અને તત્ત્વને જાણનારી હતી. તેની સુભદ્રા નામની એક પુત્રી હતી. સુભદ્રા પણ જૈનધર્મમાં દ્રઢ શ્રદ્ધાવાળી તથા તત્ત્વને જાણનારી હતી. ગામના લોકોએ તેની માગણી કરી ત્યારે શેઠે કહ્યું કે હું મિથ્યાવૃષ્ટિઓને મારી પુત્રી આપતો નથી.
ચંપાનગરીથી બૌદ્ધ ઘર્મમાં કુશલ એવો બુદ્ધદાસ નામનો એક વણિકપુત્ર વસંતપુર નગરમાં વેપાર માટે આવ્યો. કામપ્રસંગે જિનદાસને ત્યાં તે બુદ્ધદાસને જવું થયું. ત્યાં તેણે સુભદ્રાને દીઠી. તેની
૨૨૬