________________
સાતસો મનનીતિ
ત્યાં અનીતિથી પૈસા મેળવી લોકોને રીબતો. તેથી મરીને બોકડો થયો. તે ગામડિયામાંનો
એક કસાઈ થયો. તે કસાઈ તે બોકડાને લઈ જતો હતો ત્યાં એક મુનિની નજર પડી એટલે તેમને હસવું આવ્યું. તે જોઈ તે વાતનો ખુલાસો પૂછવા લોકો અપાસરે ગયા. તેમને મુનિએ કહ્યું કે આ જ ગામનો વાણિયો જે પરગામથી અહીં આવીને રહ્યો હતો તે જ આ બોકડો થયો છે. આ તો તેનો હજી પહેલો ભવ છે. પણ તેવા તો કેટલાય ભવ લેવા પડશે, ત્યારે લોકોનું લોહી ચૂસ્યું હતું તે પુરું પતી રહેશે. આવાં પાપથી ત્રાસ ફૂટવો જરૂરનો છે.” (ઉ.પૃ.૩૯)
‘બોઘામૃત ભાગ-૧’માંથી ઃ— “જીવને સંસાર વધારવો છે અને જ્ઞાની કહે કે સંસાર છોડવાનો છે, તે એને ગમે ? દિવસે દિવસે લોભ વધારતો હોય તેને લોભ છોડવાનું ક્યાંથી ગમે ? અન્યાય ન કરે તો નીતિ કહેવાય. આ પ્રકારનો વ્યવહાર મને ન ઘટે એમ લાગતું હોય, તેમ છતાં લોભને લઈને એવો વ્યવહાર કરે તે અનીતિ જ છે. પ્રાણ જાય પણ મારે નીતિ છોડવી નથી, દુરાચાર સેવવો નથી, એમ જેને હોય તેને જ્ઞાનીનો બોધ પરિણામ પામે. પ્રાણ જાય પણ ધર્મ ન છોડવો એવું થાય ત્યારે ઘર્મ પરિણમે. આ કાળમાં બહુ સાવચેતી રાખવાની જરૂર છે. સાતેય વ્યસન અનીતિ છે. એ સાત વ્યસનનો ત્યાગ જીવ બરાબર પાળતો નથી. પાળે તો એમાં નીતિ બધી આવી જાય છે.’' (બો.૧ પૃ.૩૪૦)
‘બોઘામૃત ભાગ-૩’માંથી – “ન્યાયનીતિથી વર્તવું એ ધર્મનો પાયો છે. પ્રાણ જાય પણ સત્ય આદિ નીતિનો ભંગ ન થાય એમ વર્તે તેને સત્પુરુષનો બોઘ પરિણામ પામે છે. માટે નુકશાન વેઠીને પણ આત્માને લૂંટાતો અટકાવવો. અનીતિથી કોઈ સુખી થયું નથી.'' (બ.૭ પૃ.૭૪૯)
“બીજા જીવો પ્રત્યેનું વર્તન સારું રાખવું એ નીતિ છે અને તે ધર્મનો પાયો છે, તેમજ પોતાના આત્મા પ્રત્યે પણ બેદરકારી ન રાખતાં તેની દયા ખાઈ તેને જ્ઞાનીની આજ્ઞામાં પ્રવર્તાવવાનો લક્ષ રહે, તે ધર્મસ્વરૂપ છે.'' (બો.૩ ૬.૨૧૪)
૩૨૨, ભય ભાષા ભાખ્યું નહીં.
કોઈને ભય ઉત્પન્ન થાય તેવું બોલું નહીં.
*સમાધિસોપાન'માંથી :- “જે વચનથી પ્રાણીઓની ઘાત થાય, દેશમાં ઉપદ્રવ થાય, દેશ લૂંટાઈ જાય, કલમ, કંકાસ, લડાઈ મંડાય, ખેદ પામીને મરી જાય કે મારી જાય, વૈર બંઘાય, છકાય જીવની ઘાતનો પ્રારંભ થાય, મહા હિંસામાં પ્રવૃત્તિ થાય તે સાવદ્ય વચન કહેવાય છે. કોઈને ચોર, વ્યભિચારી વગેરે સાવદ્ય વચન કહેવાં એ દુર્ગતિનું કારણ છે, તેથી તજવા યોગ્ય છે.’’ (પૃ.૨૮૨)
‘સહજ સુખ સાધન'માંથી – “સત્ય અણુવ્રત - જે અસત્યથી રાજ્ય તરફથી શિક્ષા થાય, જે બીજાઓને ઠગવા અર્થે વિશ્વાસધાત માટે બોલવામાં આવે, એવાં વચન ન કહેવાં અને પ્રિય હિતકારી સજ્જનોને યોગ્ય વચન કહેવાં તે સત્ય અણુવ્રત છે. એવા શ્રાવક, જે વચનથી લઇ થાય, હિંસાની પ્રવૃત્તિ થાય, બીજાનું અહિત થાય, તેવું સત્ય વચન પણ બોલતા નથી. ન્યાય અને ધર્મની પ્રવૃત્તિમાં હાનિ ન આવે, તેમજ વૃથા કોઈ પ્રાણીનો વધ ન થાય, તેને કષ્ટ ન પહોંચે, એ સર્વ વાતનો વિચાર કરીને મુખમાંથી વચન કાઢે છે.' (પૃ.૫૪૬
૩૨૩, અપશબ્દ બોલું નહીં.
૨૨૫
જે વચન વડે બીજાને દુઃખ થાય તેવું વચન બોલું નહીં.