________________
સાતસો મહાનીતિ
શોધવા નીકળી પડ્યો. તેનો ભાઈ જંગલમાં પહાડી જગામાં રહેતો હતો. ત્યાં જઈ તેના ચરણમાં મસ્તક મૂકી મોક્ષનો માર્ગ બતાવવા વિનંતિ કરી. તે બન્ને ભાઈએ ઘર્મ આરાધ્યો
અને એ સોમલ બ્રાહ્મણ મરીને દેવ થયો. શુક્રનો તારો ઉગમણી આથમણી દિશામાં ચકચકતો દેખાય છે ત્યાં જ એનો જીવ છે એ તેનું વિમાન છે.” (પૃ.૩૧૧)
વિષય-કષાય મોટા શત્રુ છે. વિષયો બહારથી ટાગ્યા તેનું ફળ છે. પણ અંતરથી ત્યાગ ન થાય ત્યાં સુધી કામ થાય નહીં. ઝાડ ઉપર ઉપરથી કાપવામાં આવે તો મૂળ રહે ત્યાં સુધી ફરી ઊગે, નાશ ન પામે; પણ મૂળમાંથી છેદ થાય તો જ ફરી ઊગે નહીં. તેમ વિષયકષાય અંતરના નિર્મળ કરવા, વૃત્તિનો ક્ષય કરવા પુરુષાર્થ કરવો.” (પૃ.૩૬૨)
બોઘામૃત ભાગ-૧'માંથી :- “ઇન્દ્રિયના વિષયોમાં ઇષ્ટ અનિષ્ટ થાય છે, ત્યાંથી જ કષાયની શરૂઆત થાય છે. ઇન્દ્રિયો રોકવા માટે મનને મંત્રમાં જોડે તો આડાઅવળી જોવા કરવામાં ન જાય. મન રોકાય તો ઇન્દ્રિયો જિતાય. “જ્ઞાને બાંધ્યું મન રહે.” (બો.૧ પૃ.૨૯૮)
“ઇન્દ્રિયો તો એક એક એવી છે કે નરકે લઈ જાય. કાચબો પોતાના અંગોપાંગને ઢાલમાં સંકોચી રાખે છે તેથી એને કંઈ બાઘા ન થાય, તેમ જે પુરુષ પાંચ ઇન્દ્રિયોને વિષયોથી સંકોચી લે, તેને કર્મબંધન ન થાય. પાંચ ઇન્દ્રિયો છે તે પાંચ તરવારો છે. માથું કાપી નાખે એવી છે.” (બો.૧ પૃ.૨૯૮),
ઇન્દ્રિયોના વિષયો નાશવંત અને કર્મ બંઘાવનારા છે. ક્ષણિક સુખ માટે જીવો કેટલું કષ્ટ વેઠે છે! નાશવંત વસ્તુઓને માટે મનુષ્યભવ ગુમાવવો નથી. એથી સંતોષ થાય એવું નથી. જ્યારે આત્માનું સુખ અનુભવાય ત્યારે ઇન્દ્રિયોનાં સુખ એને ઝેર જેવાં લાગે.” (ધો.૧ પૃ.૨૯૮)
“બોઘામૃત ભાગ-૩'માંથી :- “આખા દિવસમાં આવતા વિચારોની એક નોંઘ કરીએ તો આપણને જરૂર લાગશે કે આપણે પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં જ હજી ડૂબી રહ્યા છીએ અને જે ઇન્દ્રિયોને જીતીને આત્માનો બોજો હલકો કરવો છે તે ઇન્દ્રિયોના તો આપણે ગુલામ જેવા બની ગયા છીએ. ખરી રીતે એ પાંચ ઇન્દ્રિયો તો જન્મમરણ કરાવનારાં કર્મબંઘ પાડવામાં આગેવાન છે તેથી મહાપુરુષોએ તેમને વિષઘર સાપની ઉપમા આપી છે. ઘરમાં સાપ હોય ત્યાં સુધી ઘરઘણી નિશ્ચિત ઊંઘતો નથી, તેને મરણનો ડર રહ્યા કરે છે; તો આ તો પાંચે સાપને સોડમાં રાખી આપણે સુખી થવા ઇચ્છીએ છીએ તે કેમ બને? જ્યાં સુધી ઇંદ્રિયો વશ ન થાય ત્યાં સુધી સુખે સુવા યોગ્ય નથી. તેમાં પ્રથમ જીભ જીતવા યોગ્ય છે. જે આહાર ભાણા વખતે આવે તે ઉપર તુચ્છ બુદ્ધિ રાખી, જેમ ગમે તેવો. કચરો નાખી ખાડો પડેલો પૂરી દઈએ તેમ ભૂખ શમાવવા અને દેહ ટકાવવા પૂરતો આહાર લેવાની ટેવ પાડવી-એ પહેલી જરૂર છે.” (બો.૩ પૃ.૪૪) ૩૨૧. સર્વ પ્રકારની નીતિ શીખું. (મુગૃબ્રઉ૦)
(૧) ઘર્મ વિરુદ્ધ વર્તન ન કરવું તે નીતિ છે. (૨) સાત વ્યસનોનો ત્યાગ કરવો એ પણ નીતિ છે. (૩) દ્રવ્ય ઉપાર્જન નીતિથી કરું. (૪) વ્યવહારનીતિ શીખું. તેની મર્યાદામાં રહી વ્યવહાર ચલાવું. (૫) રાજનીતિના કાયદાનું લક્ષ રાખી તે પ્રમાણે વર્તે. ટૂંકમાં આત્માને જે હિતરૂપ થાય, કલ્યાણરૂપ થાય તે સર્વ નીતિ છે અને આત્માને બંધનરૂપ થાય તે સર્વ અનીતિ છે.
ઉપદેશામૃત'માંથી - અનીતિથી લોકોને ઠગવાનું ફળ તિર્યંચગતિ એક વણિકનું દ્રષ્ટાંત – “એક પૈસાદાર વાણિયો ગરીબ થઈ જતાં ગામડામાં જઈ વસ્યો અને
૨૨૪