________________
સાતસો મહાનીતિ
આશયવાળાં દયા વગેરે ક્યાંથી આવે? વિષયકષાયસહિત મોક્ષે જવાય નહીં. અંતઃકરણની શુદ્ધિ વિના આત્મજ્ઞાન થાય નહીં.” (વ.પૃ.૭૧૦)
મન વડે ઇન્દ્રિયોની લોલુપતા છે. ભોજન, વાજિંત્ર, સુગંધી, સ્ત્રીનું નિરીક્ષણ, સુંદર વિલેપન એ સઘળું મન જ માગે છે. એ મોહિની આડે તે ઘર્મને સંભારવા પણ દેતું નથી. સંભાર્યા પછી સાવધાન થવા દેતું નથી. સાવધાન થયા પછી પતિતતા કરવામાં પ્રવૃત્ત, લાગુ થાય છે. એમાં નથી ફાવતું ત્યારે સાવધાનીમાં કંઈ ન્યૂનતા પહોંચાડે છે. જેઓ એ ન્યૂનતા પણ ન પામતાં અડગ રહીને મન જીતે છે તે સર્વ સિદ્ધિને પામે છે.” (વ.પૂ.૧૦૮)
“ઉપદેશામૃત'માંથી - જ્ઞાની ગુરના બોઘે વિષયો ક્ષણભંગર અને દુઃખદાયી ભાસ્યા
બે બ્રાહ્મણભાઈઓનું દ્રષ્ટાંત – “પ્રભુશ્રી–બે સગાં બ્રાહ્મણ ભાઈઓ હતા. તેમાંથી મોટો ભાઈ પરણેલો નહીં. તેને ઘર્મ ઉપર વિશેષ પ્રેમ. તેથી નાના ભાઈને કહીને ઘર છોડીને તીર્થયાત્રાએ જવા અને કોઈ સંતને શોધીને આત્માના કલ્યાણ અર્થે ઉદ્યમ કરવા ચાલી નીકળ્યો. ખોળે તેને જગતમાં મળી આવે છે, તેમ કોઈ પહાડી મુલકમાં એક સાચા મહાત્મા આત્મજ્ઞાન પામેલા તેને મળ્યા, તેની સેવામાં તે રહ્યો. તે મહાત્માની કૃપાથી તેને આત્મજ્ઞાન થયું; એટલે તેને બધું સ્વપ્નવત્ જણાયું.
એક વખત તેને વિચાર આવ્યો કે ગુરુકૃપાથી મને લાભ થયો; પણ મારો નાનો ભાઈ બિચારો મોજશોખમાં પડી ગયો છે. બાઈડીનું ચામડું ઘોળું હોવાથી તેના મોહમાં જ તેની સાથે ને સાથે બેસવાઊઠવામાં બધો કાળ ગાળે છે. તેથી દયાભાવે તેણે એક વૈરાગ્યભર્યો પત્ર લખ્યો અને ટપાલમાં નાખ્યો. તેના ભાઈએ ભાઈનો પત્ર જાણી ઉપર ઉપરથી જોયો, પણ વિષયમાં રચીપચી રહેલાને વૈરાગ્યની વાત કેમ રુચે? એટલે તાકામાં કાગળ નાખ્યો. એક એનો મિત્ર આવતો તેને તે પત્ર બતાવેલો. એમ તેના ભાઈએ અઢાર પત્ર ઉપરાઉપરી લખ્યા; પણ નાના ભાઈને તો એ તો એવું લખ લખ જ કરે છે એમ થઈ ગયું તેથી આવે તે બધા પત્રો તાકામાં પઘરાવતો ગયો. પછી કાળ જતાં બઘા જોગ કંઈ પાંશરા રહે છે? તેની સ્ત્રી મરણ પામી એટલે તે તો ગાંડો થઈ ગયો. બઘા લોકો સમજાવે પણ તે તો ખાય નહીં, પીવે નહીં અને “મરી જ જવું છે', એમ બોલ બોલ કરે. તેનાં સગાંવહાલાંને ચિંતા થઈ એટલે તેના મિત્રને જઈને કહ્યું
કે સોમલ અઠવાડિયાથી ખાતો નથી, તમે જરા સમજાવોને. તેથી તેનો મિત્ર આવ્યો એટલે સોમલ રડી પડ્યો અને બધી વૈભવની વાત વર્ણવવા લાગ્યો. તેના મિત્રે કહ્યું, તમારા ભાઈના કાગળોનું કંઈ ઠેકાણું છે? તેણે તાકું બતાવ્યું. તેમાંથી તેના મિત્રે કાગળ કાઢીને એકે એક વાંચવા માંડ્યા. કંઈક નિમિત્ત બદલાય એટલે ચિત્ત તેમાં રોકવું પડે. એક સમયે કાંઈ બે ક્રિયા થાય છે? તે પત્રો સાંભળવામાં તેનું મન રોકાયું એટલીવાર તેની સ્ત્રીની ચિંતા તે ભૂલી ગયો. અને બધા પત્રો વંચાતાં તેને સમજાયું કે તેનો ભાઈ કહે છે તેમજ સંસાર ક્ષણભંગર અને દુઃખદાયી છે. એટલું થયું એટલે બધું મેલ્યું પડતું અને કાગળમાંના સરનામા પ્રમાણે ભાઈને
૨૨૩