________________
સાતસો મહાનીતિ
જિન આજ્ઞાપૂર્વક વિહાર કરું. પણ નિયમને ઓળંગી વિહાર કરું નહીં. જે મુનિ વૃદ્ધ થઈ ગયા હોય, વિહાર કરી શકે નહીં તેઓ એક ગામમાં નવ ભાગ પાડીને અલગ અલગ જગ્યાએ રહે. કારણ કે જેથી ક્યાંય મમત્વ થાય નહીં.
૩૧૯. વિષયની સ્મૃતિએ ઘ્યાન ધર્યા વિના રહ્યું નહીં. (મુ॰ગૃ‰૦૩૦)
-
અનાદિકાળથી વિષયમાં સુખબુદ્ધિ હોવાને લીધે વિષયોનું આકર્ષણ થાય, સ્મૃતિ થાય; ત્યારે આત્માનું શુદ્ધ સ્વરૂપ જ અનંત સુખરૂપ છે એમ સંભારી જ્ઞાનીપુરુષના સહજાત્મસ્વરૂપનું ચિંતવન કરું કે જેથી વિષયની વિસ્મૃતિ થાય. રૂપ, રસ, ગંઘ, સ્પર્શ એ પુદ્ગલના ધર્મ છે, જ્યારે મારો ધર્મ તો માત્ર તેને જાણવા જોવાનો છે. માટે વિષયોની સ્મૃતિ થયે તેમાં લેપાઉં નહીં, પણ સ્વરૂપ ચિંતન કરવારૂપ ધ્યાન કરું. ‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી “ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મોક્ષપાટણ સુલભ જ છે. વિષયકષાયાદિ વિશેષ વિકાર કરી જાય તે વખતે વિચારવાનને પોતાનું નિર્વીર્યપણું જોઈને ઘણો જ ખેદ થાય છે, અને આત્માને વારંવાર નિંદે છે, ફરી ફરીને તિરસ્કારની વૃત્તિથી જોઈ, ફરી મહંત પુરુષનાં ચરિત્ર અને વાક્યનું અવલંબન ગ્રહણ કરી, આત્માને શૌર્ય ઉપજાવી, તે વિષયાદિ સામે અતિ હઠ કરીને તેને હઠાવે છે. ત્યાં સુધી નીચે મને બેસતા નથી, તેમ એકલો ખેદ કરીને અટકી રહેતા નથી. એ જ વૃત્તિનું અવલંબન આત્માર્થી જીવોએ લીધું છે. અને તેથી જ અંતે જય પામ્યા છે. આ વાત સર્વ મુમુક્ષુઓએ મુખે કરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય છે.’’ (વ.પૃ.૬૧૬)
‘સમાધિશતક'માંથી :- ‘તપસ્વીને કદી મોહે, રાગ-દ્વેષ જણાય જો; ભાવજો સ્વસ્થ આત્મા તો, ક્ષણમાં શાંતિ પામશો.”
૩૨૦. વિષયની વિસ્મૃતિ જ કરું. (મુ॰ગૃ॰બ્ર૦૩૦)
મનુષ્યભવ પામીને વિષયોની વિસ્મૃતિ જ કરું. મનુષ્યભવ વિષયો ભોગવવા માટે મળ્યો નથી; માત્ર આત્માર્થ કરવા માટે મળ્યો છે. તેથી તેનો ઉપયોગ મોક્ષ પ્રાપ્તિ માટે કરું. એવો જોગ ફરી ફરી મળે એમ નથી. વિષયો તો બીજા ભવમાં પણ મળે પણ આત્માર્થ પ્રાપ્ત કરવાની વિશેષ સામગ્રી તો મનુષ્યભવમાં જ મળે. તેનો ઉપયોગ જો નહીં કરું તો સોનાની થાળીમાં ધૂળ ભરવા બરાબર છે. તેનું દૃષ્ટાંત –
‘દૃષ્ટાંત શતક'માંથી :– સોનાની થાળીમાં ધૂળ
‘એક મૂર્ખ શેઠનું દૃષ્ટાંત – ‘‘એક મૂર્ખ શેઠિયાએ પોતાના ઘરમાં સોનાની થાળી કરાવી, પછી રૂપાનો બાજઠ બનાવડાવી તે થાળીને તેના ઉપર મૂકી. પછી દરરોજ તે થાળીમાં મુઠ્ઠી ભરીને ઘૂળ નાખવા લાગ્યો. તે જોઈ બીજા લોકો કહેવા લાગ્યા કે, ‘આ શેઠ મૂર્ખ છે; કેમકે સોનાની થાળીનો ઉપયોગ ધૂળ ભરવામાં કરે છે.’ આવી રીતે મનુષ્યનું શરીર તથા ધર્મનું શ્રવણ વગેરે સઘળું પામીને જડ જેવા જીવો રૂપાના બાજઠ જેવા આર્યદેશમાં સોનાની થાળી જેવા મનુષ્યભવનો ઉપયોગ કામભોગની આસક્તિરૂપ ધૂળ ભરવામાં કરે છે; પરંતુ મોક્ષસુખ આપનાર એવા ધર્મને આચરતા નથી, તેમને આ શેઠના જેવા મૂર્ખ જાણવા. જેણે મનુષ્યભવ પામીને ઘર્મ ન આચર્યો તેનું જીવતર વૃથા ગયું જાણવું’.
‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી :– વિષયો ક્ષય થયા નથી છતાં જે જીવો પોતાને વિષે વર્તમાનમાં ગુણો માની બેઠા છે તે જીવોના જેવી ભ્રમણા ન કરતાં તે વિષયો ક્ષય કરવા ભણી લક્ષ આપવું.’ (વ.પૃ.૭૬૬) ‘‘વિષયકષાયાદિ દોષ ગયા વિના સામાન્ય આશયવાળાં દયા વગેરે આવે નહીં; તો પછી ઊંડા
૨૨૨