________________
સાતસો મહાનીતિ
" સિરી, - તેમને ન જુએ” એવા અતિશય- 3
તેમને ન જુએ” એવા અતિશયવાળા હોવાથી તે રસ પી ગયા, તે કોઈએ દીઠો નહીં ને એક ટીપું પણ નીચે પડ્યું નહીં. તે વખતે ત્યાં પાંચ દિવ્ય પ્રગટ થયા. સુગંઘી જળની, સુગંધી પુષ્પોની અને ૧રાક્રોડદ્રવ્યની વૃષ્ટિ થઈ, દેવદુંદુભિ વાગી અને આકાશમાં “અહો દાન, અહો દાન” એવી દેવોએ ઉદ્ઘોષણા કરી. પ્રભુ ત્યાંથી નીકળ્યા પછી બઘા લોકોએ મળીને શ્રેયાંસને પૂછ્યું કે- “તમને આ પ્રમાણે આહાર આપવાની ખબર ક્યાંથી પડી? એટલે શ્રેયાંસે જાતિસ્મરણજ્ઞાન થયાની અને તે ઉપરથી પ્રભુ સાથે પૂર્વના આઠ ભવના સંબંધની
હકીકત કહી બતાવી. લોકો પ્રસન્ન થયા. ત્યારથી મુનિદાનની પ્રવૃત્તિ શરૂ થઈ.” માટે કોઈને વથબંધનની શિક્ષા કરું નહીં. ૩૧૭. ભય, વાત્સલ્યથી રાજ ચલાવું. (રા.)
હું રાજા છું. રાજ્ય ભોગવું છું. પણ જો એશઆરામ કે પાંચ ઇન્દ્રિયના વિષયોમાં લીન રહ્યો તો મરીને દુર્ગતિએ જવું પડશે, એમ ભય રાખી રાજ્ય ચલાવું. ભરત મહારાજાએ પણ પોતાને જાગૃતિ રહે તે માટે ‘ભરત ચેત કાળ ઝપાટા દેત’ એમ કહેવડાવવા માણસો રાખ્યા હતા.
ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૩'માંથી –
ભરતરાજાનું દ્રષ્ટાંત - “તું જિતાયો છે, ભય વધે છે; માટે હણીશ નહીં, હણીશ નહીં' એમ ભરતના કહેવાથી પ્રતિદિન શ્રાવકો કહેતા હતા. ભરત સુખમાં લીન હોવા છતાં હમેશાં શ્રાવકોના આ વચન સાંભળ્યા પછી વિચારતો કે “હું કોનાથી જિતાયો છું?” અજ્ઞાન અને કષાયોથી જિતાયો છું. વળી ‘ભય વધે છે એટલે તેઓથી જ ભય વધે છે. માટે આત્માને હણીશ નહીં, હણીશ નહીં. એમ ચિંતવી ભાવ વડે નિઃસ્પૃહ એવા દેવગુરુની સ્તુતિ કરતો હતો.” (પૃ.૮૬)
રાજા છું તો જનતા પ્રત્યે વાત્સલ્યભાવ રાખું તથા મનમાં હું તો પ્રજાનો સેવક છું, મારાથી પ્રજાનું કિંઈ અહિત ન થઈ જાય એવો ભય રાખી વાત્સલ્યભાવપૂર્વક રાજ્ય ચલાવું. “રાજા છે તે પ્રજાનો માનીતો નોકર છે.” શ્રીમદ્ રાજચંદ્ર ૩૧૮. નિયમ વગર વિહાર કરું નહીં. (મુ)
ભગવાને સ્થવિર કલ્પી મુનિઓ માટે જે નિયમો કરેલા હોય તે પ્રમાણે વિહાર કરું.
વિર કલ્પી મુનિ એક મહિનાથી વઘારે એક જગ્યાએ રહી શકે નહીં, વિહાર કરવો જ પડે. ૨૪-૫-૧૫ દિવસ રહીને પણ વિહાર કરી શકે. પણ ચોમાસામાં ચાર મહિના એક જ જગ્યાએ રહે. એક ગામ છોડી બીજા ગામે જાય નહીં. તેમજ અજવાળું થયા પછી વિહાર કરે એવું મુનિઓનું વિઘાન છે. માટે
૨૨૧