________________
સાતસો મહાનીતિ
બોલાવે છે? ઉતર, નહીં તો ડાંગ મારી મારી નાખીશું.” એટલે તેણે પોતાને વીતેલી વાત કહી, “હું તો આખા ગામનો ઘણી હતો. ઈર્ષાવાળાએ દરબારમાં જણાવ્યું કે મારા
ગામમાંથી ફરિયાદ દરબાર કને જતી નથી. એટલે તેમને પૈસા મળતા નથી. તેથી મને આમ કાઢી મૂક્યો. વરસાદ આવ્યો. સ્ત્રીએ છોકરું કર્યું અને તમે આવ્યા. તો જેટલાં દુઃખ આવવાનાં હોય તે બઘાને બોલાવું છું તે આવી જાય.” (ઉ.પૃ.૨૭૯) ૩૧૬. વઘબંધનની શિક્ષા કરું નહીં.
જેથી કોઈનો વઘ થાય અથવા બંધનમાં પડે એવી શિક્ષા કરું નહીં.
ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૨'માંથી – “ક્રોધથી આકરું બંઘન બાંઘવું, કર્ણાદિકનો છેદ કરવો, અધિક ભાર મૂકવો, પ્રહાર કરવો અને અન્ન તથા જલનો નિરોઘ કરવો એ પ્રાણાતિપાત વિરમણ વ્રતના પાંચ અતિચાર છે.
તેનું વિવેચન કરે છે કે, રજ્જા વગેરેથી ગાય વા મનુષ્યને બાંઘવા, પોતાના પુત્રોને પણ વિનય શિખવવા માટે તેવી શિક્ષા કરવી, તેમાં ક્રોધથી એટલે પ્રબળ કષાયથી જે બંધને બાંઘવું તે પહેલો અતિચાર છે. શરીરની ત્વચાનો અથવા કાન વિગેરેનો ક્રોઘથી જે છેદ કરવો તે બીજો અતિચાર છે. ક્રોધથી વા લોભથી વહન કરી શકાય નહીં તેટલા પ્રમાણથી અધિક બોજો વૃષભ, ઊંટ, ગઘેડા તથા મનુષ્યાદિકની પીઠ પર આરોપણ કરવો તે ત્રીજો અતિચાર છે. ક્રોધથી નિર્દયપણે ચાબુકાદિ વડે પ્રહાર કરવો તે ચોથો અતિચાર છે અને ક્રોઘાદિકથી ભાત પાણીનો અથવા ઘાસચારાનો અટકાવ કરવો તે પાંચમો અતિચાર છે.”
ચોસઠ પ્રકારી પૂજા'માંથી – કરેલા કર્મ સર્વને ભોગવવા પડે
શ્રી ઋષભપ્રભુના પૂર્વભવનું દ્રષ્ટાંત - “આ ચોવીશીમાં થયેલા આ પ્રથમ તીર્થકરે પાછલા ભવમાં જ્યારે તેઓ પાંચસેં ખેડતોના ઉપરી હતા ત્યારે ખેતરના ખળામાં ફરતા બળદો ઘાન્ય ખાઈ જતા હતા તે જોઈ તેને મોઢે શીકળી બાંઘવા કહ્યું. તેઓને તે ન આવડવાથી પોતે બાંધી આપી. તે વખતે બળદોએ ૩૬૦ નિસાસા મૂક્યા. તે ઉપરથી બાંધેલ લાભાંતરાય કર્મનો આદિશ્વર પ્રભુના ભવમાં દીક્ષા લીધી ત્યારે ઉદય થયો, તેથી દીક્ષા લીધા પછી એક વર્ષ પર્યત આહાર મળી શક્યો નહીં. પ્રભુ વહોરવા તો નીકળતા, પણ લોકો તરતમાં જ જાગળિક ઘર્મમાંથી વ્યવહારમાં આવેલા હોવાથી એમ ઘારતાં કે “પ્રભુને રાંધેલ અન્ન જેવી તુચ્છ વસ્તુ કેમ અપાય?” એટલે તેઓ હાથી, ઘોડા, કન્યા, વસ્ત્ર, આભૂષણો વિગેરે ઘરતા હતા. પ્રભુ તો તેના સર્વથા ત્યાગી હોવાથી તેમાંથી કાંઈ સ્વીકારતા નહીં. એમ કરતાં કરતાં વર્ષ પુરુ થયું.
વર્ષને અંતે પ્રભુ બાહુબળીના પુત્ર સોમયશાની રાજઘાની હસ્તિનાપુરમાં વહોરવા નીકળ્યા. તે વખતે “પ્રભુ કાંઈ લેતા નથી” એવો ઘોષ સોમયશાના પુત્ર શ્રેયાંસે સાંભળ્યો, એટલે તે પ્રભુ પાસે દોડી આવ્યો. પ્રભુને જોતાં ઉહાપોહ કરતાં તેને જાતિસ્મરણજ્ઞાન થયું. તેણે પ્રભુને આગ્રહપૂર્વક પોતાને ત્યાં પધારવા વિનંતી કરી. પ્રભુ તેના મહેલે પધાર્યા. તે જ વખતે શેરડીના રસનાં ૯૯ ઘડાં લઈને એક શ્રેયાંસનો આશ્રિત ખેડૂત ભેટ કરવા આવ્યો. તે સ્વીકારીને તે જ વસ્તુ ગ્રહણ કરવા શ્રેયાંસે ભગવંતને પ્રાર્થના કરી. ભગવંતે બે હાથ ભેળા પસાર્યા, એટલે શ્રેયાંસે તેમાં રસ રેડવા માંડ્યો. પ્રભુ પાણિપાત્ર લબ્ધિવાળા હોવાથી શ્રેયાંસે નવાણુએ ઘડાનો રસ હાથમાં રેડ્યો. પ્રભુ તો ‘બીજા આહાર નિહાર કરતાં
૨૨૦