SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ સાતસો મહાનીતિ મોહનો પક્ષ કરું નહીં અથવા મનોરમ્યના સાઘનોમાં મોહ કરવા યોગ્ય વાતને માનું નહીં. ી ૩૧૪. કર્માઘર્મી કરું નહીં. (ગૃ૦). કર્મ અધર્મી કરું નહીં. અધર્મને પોષે તેવા કોઈ કર્મી-કામો કરું નહીં અથવા પંદર કર્માદાની ઘંઘા છે તે કરું નહીં. ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૨’ના આઘારે – “હિંસા હમેશાં દુઃખ આપે છે અને અહિંસા પરમ સુખ આપે છે, તે વિષે સૂર અને ચંદ્રનું દ્રષ્ટાંત છે તે આ પ્રમાણે – સૂર અને ચંદ્રનું દ્રષ્ટાંત - “જયપુર નગરમાં શત્રુંજય નામે રાજા હતો. તેને સૂર અને ચંદ્ર નામે બે પુત્રો હતા. પિતાએ જ્યેષ્ઠ કુમાર સૂરને યુવરાજપદ આપ્યું, તેથી પોતાનું અપમાન થયું જાણી ચંદ્રકુમાર નગર છોડી વિદેશમાં ગયો. ત્યાં મુનિના મુખથી ત્રસ જીવોને હણવા નહીં વગેરે દેશના સાંભળી, ચંદ્ર લડાઈ સિવાય કોઈ જીવને હણવો નહીં એવો નિયમ કર્યો. પછી કોઈ બીજા રાજાની તે સેવા કરવા લાગ્યો. ત્યાં કોઈ ચોર પકડાયો તેને રાજાએ મારવા કહ્યું. ત્યારે તેણે કહ્યું યુદ્ધ સિવાય કોઈ પણ પ્રાણીને નહીં મારવાનો મારો નિયમ છે. તે સાંભળી રાજાએ ખુશ થઈ પોતાનો અંગરક્ષક બનાવ્યો અને એક દેશનો સ્વામી કર્યો. યુવરાજ સુરકુમાર રાજ્યના લોભથી રાત્રે પોતાના પિતા ઉપર શસ્ત્રનો ઘા કરી ભાગી ગયો. તેથી રાજાએ સૂરને દેશપાર કર્યો અને ચંદ્રકુમારને બોલાવી પોતાનું રાજ્ય સોંપ્યું. રાજા આર્તધ્યાનથી મારી ચિત્તો થયો. જંગલમાં ફરતો ફરતો સૂરકુમાર આવ્યો તેને જોતાં જ વૈરના સંસ્કારથી ચિત્તાએ તેને મારી નાખ્યો. સૂરકુમાર મરીને ભિલ્લ થયો. તે જ વનમાં શિકાર કરતાં તે ભિલ્લને ચિત્તાએ પુનઃ મારી નાખ્યો. તેથી તેના સગાંઓએ મળી તે ચિત્તાને મારી નાખ્યો. બન્ને આર્તધ્યાનથી મરી ડુક્કર થયા. પરસ્પર વૈર રાખતાં તે ડુક્કરોને પારઘીએ મારી નાખ્યા. ત્યાંથી મરી બન્ને ગજેન્દ્ર થયાં. કોઈએ તેઓને પકડી ચંદ્રરાજાને અર્પણ કર્યા. ત્યાં પણ બન્ને યુદ્ધ કરવા લાગ્યા. ત્યારે રાજાએ સુદર્શન કેવળીને તેમના વૈરનું કારણ પૂછ્યું. એટલે કેવળીએ તેમના પૂર્વભવો કહ્યાં. તે સાંભળી ચંદ્રરાજાએ ચિંતવ્યું કે “અહો! વિચિત્ર કર્મરૂપ નટે ભજવેલું આ ભવનાટક છે. આ પ્રમાણે વિચારી પોતે પુત્રને રાજ્ય આપી દીક્ષા ગ્રહણ કરી એકાવતારીપણું પામી દેવ થયો. તે બન્ને હાથી મરી પહેલી નરકે ગયા.” માટે અઘર્મને પોષે એવા કર્મો કદી કરું નહીં. ૩૧૫. સ્વા કોઈની આજીવિકા તોડું નહીં. (ગૃ૦) પોતાના સ્વાર્થ ખાતર બીજાની આજીવિકા તોડું નહીં. એમ કરવાથી તેને નુકશાન થાય, દુઃખ થાય. જેમકે કોઈ નોકરી કરતો હોય અને તેને કાઢી મૂકવો હોય તો તેના ઉપર કંઈ કલંક આપી દે કે આણે ચોરી કરી છે વગેરે કહી તેની આજીવિકા તોડું નહીં. ઉપદેશામૃત'માંથી - ગામના પટેલનું દ્રષ્ટાંત - “એક ગામના પટેલ ઉપર દરબારની ઈતરાજી થવાથી એક જોડી બળદ, ગાડું અને દાણા આપી કુટુંબ સાથે તેને રાજ્યની હદબહાર કાઢી મૂક્યો. ત્યાં જંગલમાં તેની સ્ત્રીએ બાળક જગ્યું. વરસાદ વરસવા લાગ્યો અને લૂંટારા લૂંટવા આવ્યા. એટલે ગાડા ઉપર ચઢી ફાળિયું વીંઝતાં વીંઝતાં તે બોલાવવા લાગ્યો કે આવજો, આવજો-જેનાથી અવાય તે આવજો. લૂંટારાઓએ કહ્યું, “કોને ૨૧૯
SR No.009139
Book TitleSatso Mahaniti
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size157 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy