SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ સાતસો માનીતિ સ્વરૂપને ભૂલી, પરમાં રેંજાયમાન થઈ, નવીન કર્મો બાંધી સંસારમાં રઝળ્યા કરે છે. માટે એવા વાજિંત્ર સાંભળ્યુ નહીં. ‘ઇન્દ્રિય પરાજય દિગ્દર્શન'માંથી – “એક શ્રવણેન્દ્રિયનો વિષય માત્ર બિચારા ગરીબ રિણની હત્યા કરાવે છે. હરિણ સ્વભાવથી જ ગાયનમાં આસક્ત હોય છે. શિકારી જ્યારે તેનો શિકાર કરવા જાય ત્યારે વનમાં મનોહર રાગમાં તે ગાવું શરૂ કરે છે, તે સાંભળવા માટે હરિણ બરાબર કાન દર્દને ચિત્રવત્ સ્થિર થઈ જાય છે. પછી તે પારઘી એકાએક બાણ કે ગોળીથી તે અત્રિનો સંહાર કરી લે છે. શ્રવણેન્દ્રિના બળનું દૃષ્ટાંત શ્રવણેન્દ્રિયના વિષયનું જોર ઘણું હોય છે. મનુષ્ય ગમે તેવા કાર્યમાં પ્રવૃત્ત થયેલો હોય, પ્રભુની ભક્તિમાં લીન હોય, અથવા ગુરુ મહારાજના મુખની વાણી સાંભળવા એકચિત્ત થયો હોય, પરંતુ તેની પણ ચિત્તવૃત્તિ લગાર સ્ત્રીના પગના ઝાંઝરનો રણકાર સાંભળતાં અસ્થિર બની જાય છે અને જ્યાં ચિત્તવૃત્તિ અસ્થિર બની કે, આંખમાં પણ ચપળતા આવી જાય છે. - બે માણસો ગમે તેવી વાતો કરતા હોય, પરંતુ પાસે બેઠેલો ત્રીજો માણસ તે સાંભળવાનું મન કરે છે. આ બધું શ્રવણેન્દ્રિયના વિષયનું જોર છે. આજ કારણથી ધ્યાન કરવાવાળા યોગિઓ જંગલ કે પર્વતની ગુફાઓ વધારે પસંદ કરે છે; કે જ્યાં શબ્દ સાંભળવામાં આવતા નથી. શ્રવણેન્દ્રિયના વિષયની ચપલતા ઘણી જ હોય છે. આ ઇંદ્રિયને વશ કરવી દુર્ઘટ છે. શ્રવણેન્દ્રિયનો વિષય શબ્દ છે. આ શબ્દ જ્યારે ગાયનરૂપે બહાર આવે છે, ત્યારે તે યોગી, ભોગી, રોગી, સોગી, સંતાપી તમામ જીવોને સુખકર માલુમ પડે છે. આથી જોગી પણ જોગને ભૂલી જઈ તેમાં તલ્લીન થઈ જાય છે. ભોગી બમણો કામી થાય છે, રોગી ક્ષણભર સાતાવેદનીયવાળાની માફક કાલ વ્યતીત કરે છે. સોગી વિયોગજન્ય દુઃખને ભૂલી જાય છે અને સંતાપી મનુષ્ય આધિ, વ્યાધિ, ઉપાધિને એક સ્થાનમાં મૂકી પ્રવર્ણન્દ્રિયના વિષયનો રસ લેવા લુબ્ધ બની જાય છે. અહો! આ શ્રવર્ણેન્દ્રિયનો વિષય, બીજી ઇન્દ્રિયોના વિષયથી કોઈ જુદા જ પ્રકારનો છે. આ વિષયને જીતનાર સાચો ઘીર,વીર અને ગંભીર છે. એમાં જરા પણ સંશય નથી.’’ ૩૧૧, વિવાહવિધિ પૂછું નહીં. વિવાહ્ન કેમ થાય, એની વિધિ પૂછવાથી જીવને મોહ થવાનું કારણ છે. તેથી મુનિ હોય કે બ્રહ્મચારી હોય અથવા ગૃહસ્થ હોય, પણ સંસારની ઉપાધિમાંથી જે મુક્ત થયા હોય તેવા લોકોએ વિવાહ સંબંધી પૂછપરછ કરવી નહીં. જેનો આપણે ત્યાગ કર્યો છે તે વસ્તુને યાદ કરવાથી ફરી તેની સ્મૃતિ થાય અને કર્મબંધનું કારણ બને છે; માટે વિવાહવિધિની પૂછપરછ કરવી નહીં. ૩૧૨, અને વખાણું નહીં. જેમાં માત્ર મોહનું જ પ્રાબલ્ય છે, એવા વિવાહ સંબંધીના કોઈપણ કાર્યના વખાણ કરું નહીં. નહીં તો ‘કરણ કરાવણ ને અનુમોદન, સરીખો ફળ નીપજાયો.’ તેમ કરવાથી પોતે પણ અનાયાસપણે તે જ મોદનીય કર્મના બંધવાળો થાય. માટે વિવાહસંબંધી પ્રવૃત્તિના કદી વખાણ કરું નહીં. ૩૧૩. મનોરમ્યમાં મોહ માનું નહીં, લૌકિક દૃષ્ટિએ મનને આનંદ પમાડનાર એવા રેડિયો, ટી.વી., સિનેમા, નાટક કે સરક્સ વગેરે છે. તે જીવોને મોહ પમાડનાર છે. તેમાં મોહ થતો હોય છતાં મોહ કર્તવ્યરૂપ નથી; ખોટો છે એમ વિચારી ૨૧૮
SR No.009139
Book TitleSatso Mahaniti
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size157 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy