________________
સાતસો મહાનીતિ
ગયો. ત્યાંથી ચ્યવી મનુષ્યભવ પામીને મોક્ષે જશે. માટે સર્વ દુઃખના મૂળરૂપ વેશ્યા સામી દ્રષ્ટિ કરું નહીં. ૩૦૯. એનાં વચન શ્રવણ કરું નહીં.
જેની નિશદિન ખોટી લેશ્યા છે. જે બન્ને લોક બગાડનાર છે. એવી વેશ્યાના હાવભાવયુક્ત વચનો પણ શ્રવણ કરું નહીં.
કામવિજેતા સ્થૂલિભદ્રમુનિનું દ્રષ્ટાંત – શ્રી સંભૂતિવિજય સૂરિના ચાર શિષ્ય હતા. તેમાંના એક સ્થૂલિભદ્ર મુનિએ કોશા વેશ્યાના ઘેર ચોમાસું કર્યું. ષટ્રસવાલા ભોજન, વેશ્યાના હાવભાવવાળા નૃત્ય વગેરેથી કિંચિત્માત્ર પણ તેઓ ચળ્યા નહીં. પણ મેરૂ પર્વત સમાન અડગ જિતેન્દ્રિય રહ્યાં. તેમજ કોશા વેશ્યાને પણ શ્રાવક-ઘર્મનો બોધ આપી, બારવ્રત અંગીકાર કરાવી શ્રાવિકા બનાવી.
બાકીના ત્રણ શિષ્યો પૈકી એકે સિંહની ગુફા પાસે, બીજાએ સર્પના બિલ આગળ તેમજ ત્રીજાએ કૂવાના તટ ઉપર રહી ચાર માસના ઉપવાસ કરી ચોમાસું પૂર્ણ કર્યું.
ક્રમપૂર્વક ગુરુ આગળ આવતાં શ્રીગુરુએ કંઈક ઊભા થઈ ત્રણ શિષ્યોને કહ્યું કે હે વત્સ! તેં દુષ્કર કાર્ય કર્યું. તુ ભલે આવ્યો. પણ જ્યારે શ્રી સ્કૂલિભદ્ર ગુરુ આગળ પધાર્યા ત્યારે શ્રી ગુરુ ઊભા થઈને બોલ્યા કે હે મહાત્મા!હે દુષ્કર દુષ્કર કાર્ય કરનાર ! તું ભલે આવ્યો.
“જેવી રીતે સ્થૂલિભદ્ર મુનિ વ્રતનો ભંગ કર્યા વિના ચાર માસ સુધી સ્ત્રી સમીપ રહ્યાં, તેવી રીતે બીજો કયો પુરુષ એક દિવસ પણ રહેવાને સમર્થ છે! કોઈ જ નથી.”
આ સ્થૂલિભદ્ર મુનિના ગુણનું વર્ણન ચોરાશી ચોવીસી સુધી સર્વ તીર્થકરો કરશે.”
સિંહ ગુફાવાસી મુનિનું દ્રષ્ટાંત - સિંહ ગુફાવાસી મુનિ વેશ્યાથી ચલિત. સિંહ ગુફાવાસી મુનિ સ્થૂલિભદ્રની ઈર્ષાથી કોશા વેશ્યાને ત્યાં ચોમાસું કરવા ગયા. ત્યાં રહેવા માટે ચિત્રશાળા માંગી. પણ પ્રથમ વેશ્યાને જોતાં જ તેઓ મોહ પામી ગયા. ભોગ માટે આમંત્રણ કર્યું. વેશ્યાએ કહ્યું : અમે તો ઘનના અર્થી છીએ. તેથી ઘન લેવા ચોમાસામાં નેપાલ ગયા. કારણ ત્યાંનો રાજા સાધુને એક રત્નકંબલ આપતો હતો. તે લઈને સાધુ આવતા હતા. પણ રસ્તામાં ચોરોએ તે લઈ લીધી. તેથી ફરીવાર નેપાલ જઈને રત્નકંબલ લાવી વેશ્યાને આપી. તેણે પગથી લુંછી ખાળમાં નાખી દીધી. તે જોઈ મુનિ બોલ્યા-અરે નિર્ભાગીણી! આ તે શું કર્યું? આ રત્નકંબલ તો અતિ દુર્લભ છે. તે સાંભળી વેશ્યાએ જવાબમાં કહ્યું : તારાથી વળી બીજો કોણ નિભંગીમાં શિરોમણિ છે? મેં તો આ લક્ષ મૂલ્યનું રત્નકંબલ જ ખાળમાં નાખ્યું, પણ તેં તો અમૂલ્ય એવા જ્ઞાન દર્શન ચારિત્રરૂપ રત્નત્રયને કામવાસનારૂપ ગટરમાં નાખી દીઘા. વગર વિચાર્યું કરનાર એવા તને લાખવાર ધિક્કાર છે. એવા વચનો સાંભળી મુનિ પુનઃ ભાનમાં આવ્યા અને ગુરુ પાસે જઈ પોતાના થયેલા દોષની ક્ષમા માગી અને આલોચના કરીને ફરીથી ચારિત્ર ગ્રહણ કર્યું. પછી નિરતિચાર પણે તેને પાળી સદગતિને પામ્યા. માટે રખેને મને મોહ થઈ જાય, તેથી વેશ્યાના વચન પણ શ્રવણ કરું નહીં. ૩૧૦. વાજિંત્ર સાંભળું નહીં.
મોહ ઉત્પન્ન કરે એવા વાજિંત્ર સાંભળવાથી કર્મેન્દ્રિયનો વિષય પોષાય છે. તેમજ આત્મા પોતાના
૨૧૭