________________
સાતસો મહાનીતિ
કરવાથી બન્નેનું મુખ જોવાય નહીં, તેથી રસ આવે નહીં. પોતાનાં ઢીંચણ સાથે ગુરુનો ઢીંચણ અડકાવવો નહીં, તથા શય્યામાં સૂતા અથવા બેઠા ગુરુનું વાક્ય સાંભળવું નહીં; પણ ગુરુ
બોલે કે તરત જ તેમની પાસે જઈને તેના ચરણકમળમાં નમીને “મારા પર ગુરુની બહુ કૃપા છે' એમ મનમાં માનીને ‘ભગવ!ઇચ્છામો અનુશિષ્ટિ” હે ગુરુ! શી આજ્ઞા છે? એમ પૂછવું. તેમજ શિષ્ય વિનયગુણવડે ગુરુને પ્રસન્ન કરવા. (પૃ.૧૯૯) ૩૦૭. ખોટા મંડળમાં જઉં નહીં. (મુ)
નવરાત્રિમાં સ્ત્રી પુરુષો સાથે ગરબા કરે, કે ક્લબોમાં કે પાર્ટીઓમાં જુગાર રમે, દારૂ પીએ; એવા મંડળોમાં ઉત્તમ ગૃહસ્થ જવું નહીં. કારણ એ કુસંગતિ છે. તેમાં જવાથી ઘર્મ ભાવનાને હાનિ પહોંચે છે. જ્યાં વિષય કષાયને પોષણ મળે તે બઘા ખોટા મંડળ છે. તેથી ઉત્તમ ગૃહસ્થોએ આત્માના હિત માટે અવશ્ય આવા મંડળોનો ત્યાગ કરવો. મુનિઓને તો તેનો નિષેધ છે જ.
“શ્રીમદ્ રાજચંદ્રમાંથી - “જેનાથી હંમેશનો પરિચય રહી રાગ, રંગ, ગાન, તાન અને સ્વાદિષ્ટ ભોજન સેવાતાં હોય તે તમને ગમે તેવો પ્રિય હોય તો પણ નિશ્ચય માનજો કે તે સત્સંગ નથી પણ કુસંગ છે.” (પૃ.૭૫) ૩૦૮. વેશ્યા સામી દ્રષ્ટિ કરું નહીં.
માંસ મદિરાથી ગંઘાતી અને નરકમાં લઈ જનાર એવી વેશ્યા સામી દ્રષ્ટિ કરું નહીં. ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૩'માંથી - સંગ તેવો રંગ
કૃતપુણ્યનું દ્રષ્ટાંત - “રાજગૃહી નગરીમાં શ્રેણિક નામે રાજા હતો. તે નગરમાં ઘનેશ્વર સાર્થવાહને કતપુણ્ય નામે પુત્ર થયો. માતાપિતાએ ઘન્યા સાથે તેને પરણાવ્યો. યૌવનવય છતાં સત્પરુષોના સમાગમથી તે વૈરાગ્યવાળો થયો. તે જોઈ માતાપિતાએ જારપુરુષો સાથે સંગતિ કરાવી. તેથી તે પણ વ્યસની થઈ ગયો. પછી વેશ્યાને ત્યાં જ રહેવા લાગ્યો. માતાપિતા મૃત્યુ પામ્યા તો પણ ઘરે આવ્યો નહીં. સર્વ ઘન ખલાસ થઈ ગયું. એમ જાણીને વેશ્યાની માતાએ તેનો તિરસ્કાર કરી ઘરની બહાર કાઢી મૂક્યો. કૃતપુણ્યને પોતાના ઘર તરફ આવતો જોઈ તેની સ્ત્રી સામે આવીને આસન આપી તેનો યોગ્ય સત્કાર કર્યો. ઘન્યાએ પોતાના ઘરનો સર્વવૃત્તાંત નિવેદન કર્યો. તે સાંભળી કૂતપુણ્ય ચિંતવવા લાગ્યો-“અહો મારા જીવિતને ધિક્કાર છે. મેં મારા માતાપિતાને દુઃખસાગરમાં ફેંકી દીધા. સર્વ ઘનનો પણ નાશ કર્યો. આ પ્રમાણે પોતાના પતિને પશ્ચાત્તાપ કરતાં જોઈ ઘન્યાએ તેને સંતોષ પમાડી કહ્યું કે જે ભાવી હોય તે થાય છે.
એક વખત ભગવાન મહાવીર પ્રભુ સમવસર્યા. ભગવાનની દેશના સાંભળીને કૃતપુણ્ય પૂછ્યુંભગવંત! મને કયા કર્મના ઉદયથી સંપત્તિ અને વિપત્તિ પ્રાપ્ત થઈ? પ્રભુ બોલ્યા-તારો પૂર્વભવ સાંભળ
શ્રીપુર નગરમાં એક નિર્જન ગોવાળનો પુત્ર રહેતો હતો. તેણે યાચના કરી ખીર બનાવરાવી. માતા ખીરને થાળીમાં પીરસી બહાર ગઈ. ત્યાં માસખમણના પારણે બે મુનિ પધાર્યા. તેમને ઉલ્લાસથી પુત્ર અર્થે ખીર આપી, પછી તે થોડી જાણી ફરી આપી, ફરી ત્રીજીવાર આપી. કાળયોગે તે મૃત્યુ પામી સાર્થવાહનો તું પુત્ર થયેલ છે. પૂર્વભવે તેં ત્રણવાર રહી રહીને દાન આપ્યું, તેથી તને આ ભવમાં આંતરે આંતરે સંપત્તિ અને વિપત્તિ પ્રાપ્ત થયેલ છે. આ પ્રમાણે પૂર્વભવ સાંભળી તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી તત્કાળ વૈરાગ્ય પામી મોટા પુત્રને ગૃહનો ભાર આપી તેણે દીક્ષા લીધી. પછી તપતપીને પાંચમા દેવલોકમાં
૨૧૬