________________
સાતસો મહાનીતિ
સોમિલ નામના બ્રાહ્મણે દીક્ષા લીધી હતી. તેને એકદા ગુરુએ ગ્રામાંતર જવાના વિચારથી કહ્યું કે “પાત્રાદિકની પડિલેહણા કર' એટલે તે સોમિલ પડિલેહણા કરી. પછી કાંઈ કારણ બનવાથી ગુરુએ વિહાર કર્યો નહીં, એટલે ફરીથી ગુરુએ તેને કહ્યું કે “પાત્રાદિક પ્રમાર્જના એટલે ઉપયોગપૂર્વક સાફ કરીને તેને સ્થાને પાછા મૂક.” ત્યારે સોમિલ શિષ્ય બોલ્યો કે હમણાં જ પડિલેહણ કરી છે, શું પાત્રાદિકમાં સર્પ પેસી ગયો છે કે વારંવાર પડિલેહણ કરવાનું કહો છો?” આ પ્રમાણે તેનું અયોગ્ય વચન સાંભળીને શાસનદેવતાએ ક્રોધથી પાત્રમાં સર્પ વિકર્યો. તે જોઈને સોમિલ ભય પામ્યો અને ગુરુ પાસે ક્ષમા માગી. ત્યારે ગુરુ બોલ્યા કે “તે કાંઈ મારું કાર્ય નથી.” પછી દેવ બોલ્યો કે “તે સાધુને બોઘ કરવા માટે મેં સર્પ વિકુવ્ય છે, કેમકે સર્વ કાર્યો મુનિએ પ્રમાર્જનાપૂર્વક કરવાનાં છે.” તે સાંભળીને સોમિલે આદાન નિક્ષેપ સમિતિ ઘારણ કરી. અનુક્રમે તે કેવળજ્ઞાન પામી મોક્ષે ગયો.
“પારિષ્ઠાપનિકા સમિતિ” શ્રી જ્ઞાતાસૂત્રના છઠ્ઠા અંગમાં વર્ણવેલા શ્રી ઘર્મરુચિસાધુની જેમ પાળવી.
ઘર્મરુચિમુનિનું દ્રષ્ટાંત – “એકદા ઘર્મઘોષસૂરિના શિષ્ય શ્રી ઘર્મરુચિમુનિ ગોચરી માટે ગયા હતા. તેમાં એક નાગશ્રી નામની બ્રાહ્મણીએ કડવી તુંબડીનું શાક વહોરાવ્યું, તે તેણે ગુરુને બતાવ્યું. ગુરુએ તે શાક અયોગ્ય અને પ્રાણનાશક જાણીને શિષ્યને કહ્યું કે “આ શાકને શુદ્ધ અંડિલે પરઠવી આવો.” એટલે શિષ્ય ઉપર કહી તેવા પ્રકારની સ્પંડિલ ભૂમિએ જઈને વિચાર્યું કે “આ શાકમાં એવો શો દોષ હશે કે તેને પરઠવા માટે ગુરુએ આજ્ઞા આપી?” પછી તેના દોષની પરીક્ષા કરવા માટે શિષ્ય તે શાકમાંથી એક બિંદુ પૃથ્વી ઉપર મૂક્યું, તેના ગંધથી લુબ્ધ થઈને અનેક કીડીઓ ત્યાં આવી, અને તેનો રસ લેતાં જ તત્કાળ મૃત્યુ પામી. તે જોઈને તે સાધુને દયા આવવાથી તેણે વિચાર્યું કે “નિર્દોષ ભૂમિમાં પણ કીડીઓ વિગેરે દૂરથી આવે છે, તો તેવું શુદ્ધ અંડિલ તો કોઈ પણ ઠેકાણું જણાતું નથી, અને ગુરુએ તો શુદ્ધ સ્થડિલમાં જઈને પરઠવવાની આજ્ઞા આપી છે તેથી મારા શરીર જેવું બીજાં કોઈ ચંડિલ હું શુદ્ધ જોતો નથી, માટે આ શાક તેમાં જ પરઠવવું યોગ્ય છે.” એમ વિચારીને તે શાક તેણે પોતે જ વાપર્યું અને તે જ વખતે અનશન લઈને સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવતા થયાં. ૩૦૬. અવિનયથી બેસું નહીં.
ગુરુ આગળ કે વડીલો સમક્ષ વિનય, વિવેક કે સભ્યતાથી બેસું. પણ અવિનયથી બેસું નહીં.
ઉપદેશામૃત'માંથી - સર્વ શાસ્ત્રોનો સાર અને મોક્ષ પામવાનો માર્ગ કે સમકિતનું કારણ એ વિનય છે. વિનયથી પાત્રતા યોગ્યતા આવે છે. ઘર્મનું મૂળ વિનય છે. સેવાની ભાવના રાખવી, લઘુતા રાખવી, ગુરુથી અતિ દૂર નહીં તેમ અતિ પાસે નહીં તેમ બેસવું, નીચે આસને બેસવું, આજ્ઞા સિવાય શરીરે પણ અડવું નહીં. એ બધા વિનયના રસ્તા છે. પ્રાયશ્ચિત્ત વડે દોષોની શુદ્ધિ કરવી. ઋદ્ધિગારવ, રસગારવ અને શાતાગારવ તજવાં. (ઉ.પૃ.૨૫)
“ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૪'માંથી :- ગુરુના ડાબે તથા જમણે પડખે બેસવું નહીં; તેમ બેસવાથી ગુરુના સરખા આસને બેસવા રૂપ અવિનય થાય. સન્મુખ બેસવું નહીં; તેમ કરવાથી વંદના કરનાર લોકોને ગુરુનું મુખ દેખાય નહીં; તેથી તેમને અપ્રીતિ થાય. તેમજ ગુરુની પાછળ બેસવું નહીં; તેમ
૨૧૫