________________
સાતસો માનીતિ
એમાં પ્રવચન અંજન કહ્યું છે તે આ પત્રમાં છે. ત્રણ ગુપ્તિ-મન, વચન, કાયાની અને પાંચ સમિતિ આજ્ઞાના ઉપયોગપૂર્વક બોલવું, ચાલવું, આહાર ગ્રહણ કરવો, વસ્ત્રાદિ લેવાં મૂકવાં અને નિહારક્રિયા (મળન્ત્યાગ વગેરે) આમ આઠે બાબતોમાં આજ્ઞાનો ઉપયોગ રાખીને વર્તે તે ‘પ્રવચન અંજન’. ઘટપટ વિષે બોલતા પહેલાં આત્મા તરફ ઉપયોગ રહે. પહેલો આત્મા અને પછી બીજું. જ્યાં જુએ ત્યાં આત્મા, આત્મા, આત્મા. રોમેરોમ એ સાચો, સાચો, સાચો થઈ રહ્યું છે. (ઉ.પૃ.૨૮૧)
‘બોઘામૃત ભાગ-૧'માંથી –'‘જ્ઞાનનું ફળ વિરતિ આવવું જોઈએ. જાણીને પાછું અનુસરવું જોઈએ. “આઠ સમિતિ જાણીએ જો, જ્ઞાનીના પરમાર્થથી;
તો જ્ઞાન ભાખ્યું તેને, અનુસાર તે મોક્ષાર્થથી.”
એટલે શું ? આઠ સમિતિઓ કઈ કઈ ? પાંચ સમિતિ ને ત્રણ ગુપ્તિ એ આઠ સિમિત છે. આઠ સમિતિનું જો યથાર્થ જ્ઞાન થાય તો એટલામાં બધા પ્રવચનનો સાર આવી જાય છે. મન, વચન અને કાયાને યથાર્થ પ્રવર્તાવવાં એટલે અશુભમાં ન પ્રવર્તાવવાં અને ઈર્થાસમિતિ એટલે ચાલવું પડે તો જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલવું. વચન બોલવું પડે તો તે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે બોલવું. મળમૂત્ર વિસર્જન કરવાં પડે તો જ્ઞાનીની આજ્ઞાએ કરવાં. વસ્તુ લેવી મૂકવી પડે તો જ્ઞાનીની આજ્ઞાએ લેવી મૂકવી. આહાર લેવો પડે તો જ્ઞાનીની આશાએ લેવો. આટલામાં બધું આવી જાય છે. આશાએ વર્તે તો ધર્મ થાય. એ ચારિત્ર છે. મોક્ષનો ઉપાય સુધર્મ છે, યથાર્થ વર્તન છે, જે જ્ઞાન મોક્ષને માટે થાય તે શાન છે.'' (ધો.૧ પૃ.૪૩૩)
‘બોધામૃત ભાગ-૨'માંથી – “પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ, એને આઠ સમિતિ કહેવાય છે. આઠ સમિતિ જેટલું જ્ઞાન જો જ્ઞાનીપુરુષ પાસેથી શીખી લે તો એને સમ્યજ્ઞાન કહેવાય. ‘માષતુષ’ જપનાર મુનિને બીજું વિશેષ જ્ઞાન નહોતું. પાંચ સમિતિ અને ત્રણ ગુતિ જેટલું જ્ઞાન હતું. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું જ્ઞાન છે, તે મોક્ષ અપાવે એવું છે. સમિતિ ગુપ્તિ જાણી તેથી એ માર્ગાનુસારી થયો, મોક્ષમાર્ગે વળ્યો.'' (બી.૨ પૃ.૭૦) ‘ધર્મામૃત'માંથી – ‘જે સમિતિના યોગે સાધુ, પાણી વડે કમળ લેપાય નહીં તેમ, અન્ય જીવોનો વધ થવા છતાં પાપથી લેશમાત્ર પણ લેપાતા નથી, જે સમિતિનો અનાદર કરવાથી સાધુ પરની હિંસા ન થાય તો પણ કર્મથી અતિશય બંઘાય છે, જે સમિતિના યોગથી અણુવ્રત અને મહાવ્રત એ બન્ને સંયમપદમાં આરૂઢ થઈને શોભે છે તથા ગુપ્તિઓ દેદીપ્યમાન થાય છે તે સમિતિઓ સજ્જનપુરુષોએ નિત્ય સેવવા યોગ્ય છે. કહ્યું છે કે –
संजमविरईण को भेदो ? ससमिदि महव्वयाणुब्वयाई ।
संजमो समिदीहिं विणा महव्वयाणुव्वयाइं विरदी ॥
અર્થ સંયમ અને વિરતિમાં શો ભેદ? તેના ઉત્તરમાં કહે છે કે સમિતિસહિત અણુવ્રત કે મહાવ્રતમાં પ્રવર્તવું તે સંયમ છે અને સમિતિરહિત અણુવ્રત કે મહાવ્રત ધારવાં તે વિરતિ છે. અર્થાત્ વ્રત લેવાં તે વિરતિ અને તેને સમિતિપૂર્વક આચરવાં તે સંયમ છે. સંયમને મોક્ષનો ઉપાય કહેલ છે.'' (પૃ.૨૦૨) ‘ઉપદેશપ્રાસાદ ભાષાંતર-૪'માંથી – – ગુરુ કહે તેમ કરવામાં જીવનું કલ્યાણ
સોમિલ બ્રાહ્મણનું દૃષ્ટાંત – ‘શરીરની પ્રમાર્જના કરવામાં પણ પ્રમાદરહિત થવું. પ્રસન્નચંદ્ર રાજાના ભાઈ વલ્કલચિરિ ધૂળથી ભરાયેલાં વસ્ત્રોની પ્રમાર્જના કરતાં કેવળજ્ઞાન પામ્યા હતા. તથા કોઈ
૨૧૪