________________
સાતસો મહાનીતિ
રાજા તેમની પાસે બેઠો એટલે મુનિએ આ પ્રમાણે ઘર્મદેશના આપી.
સત્ય યશનું મૂળ છે. સત્ય વિશ્વાસનું પરમ કારણ છે. સત્ય સ્વર્ગનું દ્વાર છે . અને સત્ય સિદ્ધિનું સોપાન એટલે પગથિયું છે. વળી જેઓ અસત્ય બોલે છે તેઓ ભવાંતરે દુર્ગથી મુખવાળા, અનિષ્ટ વચનના બોલનારા, કઠોરભાષી, બોબડા અને મુંગા થાય છે. આ સર્વ અસત્ય વચનના પરિણામ છે.” આવી ઘર્મદેશના સાંભળી હંસરાજાએ સત્યવ્રત ગ્રહણ કર્યું. એકવાર યક્ષે તેના સત્યવ્રતની પરીક્ષા કરવા માટે ઘોડે સવાર થઈ આવીને પૂછ્યું કે, “અરે પાંથ! અમારા શત્રુ હંસરાજાને તેં કોઈ ઠેકાણે જોયો છે? એ અમારે કટ્ટો શત્રુ છે. તેથી અમારે તેનો વિનાશ કરવો છે.” રાજા હંસ અસત્યના ભયથી બોલ્યો કે- “હું પોતે જ હંસ છું.' આ સાંભળી તેઓએ ક્રોધથી રાજાના મસ્તક ઉપર ખગ્નનો પ્રહાર કર્યો. પરંતુ તે જ વખતે ખર્ગના સેંકડો કટકા થઈ ગયા અને રાજાની ઉપર પુષ્પવૃષ્ટિ થઈ. તત્કાળ તે યક્ષ પ્રત્યક્ષ થઈને બોલ્યો કે- “હે સત્યવાદી રાજા! તમે ચિરકાળ જય પામો.” ૩૦૫. પાંચ સમિતિને ઘારણ કરું. મુ)
આજ્ઞા સહિત ,ઉપયોગપૂર્વક, પ્રમાદ રહિતપણે વર્તન કરવું તેનું નામ સમિતિ છે. એ પાંચ સમિતિ મહાવ્રતી તથા અણુવ્રત ઘારીને પાળવાની હોય છે. તે નીચે પ્રમાણે છે :
“સહજસુખ સાઘન'માંથી - પાંચ સમિતિ : પાંચ મહાવ્રતોની રક્ષા માટે પાંચ સમિતિનું પાલન કરવું. પ્રમાદ રહિત વર્તનને સમિતિ કહે છે.
- ઈર્ષા સમિતિ : જંતુ રહિત પ્રાસુક, પહેલાં બીજા જીવો ચાલ્યા હોય તેવી ભૂમિ ઉપર દિવસનાં પ્રકાશમાં ચાર હાથ આગળ નજર રાખીને ચાલવું.
ભાષા સમિતિઃ શુદ્ધ મિષ્ટ (મથુર) હિતકારી ભાષા બોલવી. એષણા સમિતિઃ સાધુને માટે ન બનાવ્યું હોય તેવું શુદ્ધ ભોજન ભિક્ષાવૃત્તિથી લેવું. આદાનનિક્ષેપણ સમિતિઃ કોઈ વસ્તુને દેખીને રાખવી ઉઠાવવી. પ્રતિષ્ઠાપના અથવા ઉત્સર્ગ સમિતિ: મળમૂત્ર, નિર્જતુક જમીન ઉપર જોઈને કરવાં.
શ્રીમદ રાજચંદ્રમાંથી - “જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક ચાલવું પડે તો ચાલવું; જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક બોલવું પડે તો બોલવું; જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક આહારાદિ ગ્રહણ કરવું; જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક વસ્ત્રાદિનું લેવું મૂકવું; જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક દીર્ઘશંકાદિ શરીરમળનો ત્યાગ કરવા યોગ્ય ત્યાગ કરવો. એ પ્રકારે પ્રવૃત્તિરૂપ પાંચ સમિતિ કહી છે. જે જે સંયમમાં પ્રવર્તવાના બીજા પ્રકારો ઉપદેશ્યા છે, તે તે સર્વ આ પાંચ સમિતિમાં સમાય છે; અર્થાત્ જે કંઈ નિગ્રંથને પ્રવૃત્તિ કરવાની આજ્ઞા આપી છે, તે પ્રવૃત્તિમાંથી જે પ્રવૃત્તિ ત્યાગ કરવી અશક્ય છે, તેની જ આજ્ઞા આપી છે; અને તે એવા પ્રકારમાં આપી છે કે મુખ્ય હેતુ જે અંતર્મુખ ઉપયોગ તેને જેમ અસ્મલિતતા રહે તેમ આપી છે. તે જ પ્રમાણે વર્તવામાં આવે તો ઉપયોગ સતત જાગ્રત રહ્યા કરે; અને જે જે સમયે જીવની જેટલી જેટલી જ્ઞાનશક્તિ તથા વીર્યશક્તિ છે તે તે અપ્રમત્ત રહ્યા કરે.” (વ.પૃ.૫૯૬) ઉપદેશામૃત'માંથી :- “(પાંચ સમિતિ વિષે પત્રાંક ૭૬૭ વંચાતા) આમાં અપૂર્વ વાત જણાવેલી છે.
પ્રવચન અંજન જો સદગુરુ કરે દેખે પરમ નિદાન, જિનેશ્વર.”
૨૧૩