________________
સાતસો મહાનીતિ
માએ કહ્યું : “પણ જો તમે મારા પુત્રનો પક્ષ નહીં કરો તો તમને હું હત્યા આપીશ.”
રાજા વિચારમાં પડી ગયો કે, સત્ય વડે કરીને હું મણિમય સિંહાસન પર અદ્ધર બેસું છું.
- લોકસમુદાયને ન્યાય આપું છું. લોક પણ એમ જાણે છે કે, રાજા સત્યગુણે કરીને સિંહાસન પર અંતરીક્ષ બેસે છે; હવે કેમ કરવું? જો પર્વતનો પક્ષ ન કરું તો બ્રાહ્મણી મરે છે; એ વળી મારા ગુરુની સ્ત્રી છે. ન ચાલતાં છેવટે રાજાએ બ્રાહ્મણીને કહ્યું : “તમે ભલે જાઓ. હું પર્વતનો પક્ષ કરીશ.” આવો નિશ્ચય કરાવીને પર્વતની મા ઘેર આવી. પ્રભાતે નારદ, પર્વત અને તેની મા વિવાદ કરતાં રાજા પાસે આવ્યાં. રાજા અજાણ થઈ પૂછવા લાગ્યો કે “પર્વત, શું છે?” પર્વતે કહ્યું : “રાજાધિરાજ! અજ' તે શું? તે કહો.” રાજાએ નારદને પૂછ્યું: “તમે શું કહો છો? નારદે કહ્યું: ‘અજ' તે ત્રણ વર્ષની વ્રીહિ', તમને ક્યાં નથી સાંભરતું ? વસુરાજા બોલ્યા : “અજ” એટલે “બોકડો', પણ “વ્રીહિ' નહીં. તે જ વેળા દેવતાએ સિંહાસનથી ઉછાળી હેઠો નાખ્યો; વસુ કાળ પરિણામ પામ્યો.
આ ઉપરથી આપણે “સઘળાએ સત્ય, તેમજ રાજાએ સત્ય અને ન્યાય બન્ને ગ્રહણ કરવારૂપ છે,' એ મુખ્ય બોઘ મળે છે. જે પાંચ મહાવ્રત ભગવાને પ્રણીત કર્યા છે; તેમાંના પ્રથમ મહાવ્રતની રક્ષાને માટે બાકીના ચાર વ્રત વાડરૂપે છે; અને તેમાં પણ પહેલી વાડ તે સત્ય મહાવ્રત છે. એ સત્યના અનેક ભેદ સિદ્ધાંતથી શ્રત કરવા અવશ્યના છે.” (વ.પૃ.૭૪)
“સમાધિસોપાન'માંથી - “સત્યવાદીમાં સર્વ ગુણ વસે છે; કપટ આદિ દોષરહિત તે જગતમાં અહીં માન પામે છે અને પરલોકમાં અનેક દેવ, મનુષ્યો આદિ તેની આજ્ઞા ઉઠાવે છે. અસત્યવાદી આ લોકમાં જ નિંદાને પાત્ર થાય છે, કોઈ તેનો વિશ્વાસ કરતું નથી; તેનાં સગાં, મિત્રો વગેરે પણ તેનું અપમાન કરી સર્વ ઘન હરણ કરી લે છે. વળી પરભવમાં તિર્યંચ ગતિમાં વચન રહિત એકેંદ્રિય, બેઇંદ્રિય, ત્રીદ્રિય, ચતુરિંદ્રિય આદિના ભવમાં અસંખ્યાત દેહ ધારણ કરે છે. તેથી સત્ય-ઘર્મનું ઘારણ કરવું શ્રેષ્ઠ છે.” (પૃ. ૩૧૫)
“બોઘામત ભાગ-૧માંથી :- “સત્યને આધારે થર્મ રહ્યો છે. ઘર્મ, રાજ, નીતિ અને વ્યવહાર સત્યને આધારે ચાલે છે. સત્ય બઘાનો થાંભલો છે. દયા પળે છે તે સત્યને લઈને પળે છે. જ્યાં હિંસા થાય, પાપ થાય ત્યાં સત્ય હોય નહીં. સત્યવચન દયાઘર્મનું મૂળ કારણ છે. સત્ય વગર વિશ્વાસ ન થાય. સત્ય પરમ ધ્યેય છે. કૃપાળુદેવ કહે છે કે “પરમ સત્યનું ધ્યાન કરીએ છીએ!” જેને સત્ય આવ્યું તેને મોક્ષ છે.” (બો.૧ પૃ.૧૦૪)
બોઘામૃત ભાગ-૨'માંથી - “વચન સત્ય, શૌચ, શાંત, મઘુર, કોમળ બોલવું. આત્માર્થીને કષાયની ઉપશાંતતા હોય છે. સત્ય જગતનો આધાર છે. જેવું હોય તેવું બોલવું એ ઉત્તમ ગુણ છે. ક્રોધથી, માનથી, માયાથી, લોભથી વચન બોલીશ નહીં. કષાયરહિત વચન બોલવું. મધુરતા એ આત્માનો ગુણ છે. આત્મા ભણી વૃત્તિ રહે તો મીઠાશ રહે, શાંતિ રહે. ભગવાનનાં વચન મીઠાં લાગે છે. અંદરથી માન સહિત બોલે તો સાંભળનારને કાંટો વાગે તેવું લાગે. કોમળ વચન બોલવું. સત્યને લઈને વિશ્વાસે વહાણ ચાલે છે. કર્મ ન બંધાય એવો લક્ષ રાખી બોલવું પડે તો બોલવું.” (બો.૨ પૃ.૬)
ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૨’ના આઘારે :
હંસરાજાનું દ્રષ્ટાંત – સત્યનો સદા જય. “રાજપુરીમાં હંસ નામે એક રાજા હતો. એક વખતે તે ઉપવનની શોભા જોવા માટે નગર બહાર ગયો. ત્યાં વનમાં એક મુનિ તેના જોવામાં આવ્યા.
૨૧૨