SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ સાતસો મહાનીતિ જેવું નથી. એમ ઘર્મ પ્રત્યેથી કદાચ તેની આસ્થા ઊઠી જાય. પણ તેને સ્પષ્ટ કહેવું જોઈએ કે એ તો તમારા પૂર્વે બાંધેલા કર્મના ઉદય છે. એમાં કોઈ ફેરફાર કરી શકે નહીં. પોતાના બાંધેલા પોતાને જ ભોગવવા પડે છે. હવે જો દુઃખ ન ગમતું હોય તો નવું પાપ ન બંઘાય તેમ કરો અને ભક્તિ સત્સંગમાં કાળ ગાળો તો ભવિષ્યમાં બધું સારું થઈ જશે. પોતે કંઈ કરવા સમર્થ હોય નહીં અને બીજાને તત્કાળ રાજી કરવા આશા આપે; પછી તેમ કરે નહીં અથવા તેનાથી થાય નહીં. તેથી સામા માણસનું દિલ દુભાવવાનું કારણ થાય; માટે કોઈને એવી ખોટી આશા આપું નહીં. ૩૦૩. અસત્ય વચન આપું નહીં. અસત્ય એટલે કાઠે વચન આપું નહીં. કોઈને વચન આપતા પ્રથમ વિચાર કે તે પ્રમાણે હં કરી શકીશ કે નહીં? સમય, શક્તિ અને સાથીદાર જોતાં લાગે કે તે પ્રમાણે હું કરી શકીશ, તો જ વચન આપું. વચન પ્રમાણે ન વર્તાય તો અવિશ્વાસ, અપકીર્તિ આદિ અનેક દોષો ઊભા થાય. માટે કોઈને અસત્ય વચન આપું નહીં. પણ શક્તિ પ્રમાણે વિચારીને જ વાત કરું. “સમાધિસોપાન'માંથી - “વિષ ભળવાથી મિષ્ટ ભોજનનો નાશ થાય છે, તેમ અસત્ય વચનથી અપ્રતીતિ, અપકીર્તિ, અપવાદ, પોતાને અને પરને દુઃખ, અરતિ, કલહ, વેર, શોક, વઘ, બંધન, મરણ, જિહ્યાછેદન, સર્વસ્વહરણ, કેદની સજા, દુર્ગાન, અકાળ મૃત્યુ, વ્રત-તપ-શીલ-સંયમનો નાશ,નરક આદિ દુર્ગતિ, ભગવાનની આજ્ઞાનો ભંગ, પરમાગમથી વિમુખતા, ઘોર પાપ ઇત્યાદિ હજારો દોષો પ્રગટ થાય છે.” (પૃ.૨૮૫) ૩૦૪. સત્ય વચન ભંગ કરું નહીં. વસુરાજાએ સત્ય વચનનો ભંગ કર્યો તો તેનું પરિણામ નરકગતિ આવ્યું તે દ્રષ્ટાંત નીચે પ્રમાણે છે: શ્રીમદ્ રાજચંદ્ર'માંથી - “વસુરાજાનું એક શબ્દનું અસત્ય બોલવું કેટલું દુઃખદાયક થયું હતું. તે તત્ત્વવિચાર કરવા માટે અહીં હું કહું છું.” ' વસુરાજાનું દ્રષ્ટાંત – “વસુરાજા, નારદ અને પર્વત એ ત્રણે એક ગુરુ પાસેથી વિદ્યા ભણ્યા હતા. પર્વત અધ્યાપકનો પુત્ર હતો; અધ્યાપકે કાળ કર્યો. એથી પર્વત તેની મા સહિત વસુરાજાના દરબારમાં આવી, રહ્યો હતો. એક રાત્રે તેની મા પાસે બેઠી છે; અને પર્વત તથા નારદ શાસ્ત્રાભ્યાસ કરે છે. એમાં એક વચન પર્વત એવું બોલ્યો કે, “અજાહોતવ્યું. ત્યારે નારદ બોલ્યો, “અજ તે શું પર્વત?” પર્વતે કહ્યું, “અજ તે બોકડો.” નારદ બોલ્યો : “આપણે ત્રણે જણ તારા પિતા કને ભણતા હતા ત્યારે તારા પિતાએ તો “અજ' તે ત્રણ વર્ષની ‘વ્રીહિ' કહી છે; અને તું અવળું શા માટે કહે છે?”” એમ પરસ્પર વચનવિવાદ વધ્યો. ત્યારે પર્વતે કહ્યું : “આપણને વસુરાજા કહે તે ખરું” એ વાતની નારદે પણ હા કહી અને જીતે તેને માટે અમુક શરત કરી. પર્વતની મા જે પાસે બેઠી હતી તેણે આ સાંભળ્યું. “અજ' એટલે વ્રીહિ' એમ તેને પણ યાદ હતું. શરતમાં પોતાનો પુત્ર હારશે એવા ભયથી પર્વતની મા રાત્રે રાજા પાસે ગઈ અને પૂછ્યું; “રાજા! ‘અજ' એટલે શું?” વસુરાજાએ સંબંધપૂર્વક કહ્યું: “અજ એટલે વ્રીહિ'. ત્યારે પર્વતની માએ રાજાને કહ્યું : “મારા પુત્રથી બોકડો કહેવાયો છે માટે તેનો પક્ષ કરવો પડશે; તમને પૂછવા માટે તેઓ આવશે.” વસુરાજા બોલ્યો : “હું અસત્ય કેમ કહું? મારાથી એ બની શકે નહીં.” પર્વતની ૨૧૧
SR No.009139
Book TitleSatso Mahaniti
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size157 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy