________________
સાતસો માનીતિ
તુરંત ન્યાય અપાય છે તેવી પ્રસિદ્ધિને માટે એક ન્યાયઘંટ બાંધ્યો હતો. જેને ન્યાય જોઈતો હોય તે ત્યાં આવીને એ ઘંટ વગાડે, એટલે રાજા તેને તુરંત રાજસભામાં પોતાની સમક્ષ બોલાવી ન્યાય આપે. એકવાર રાજ્યની અધિષ્ટાયિકા દેવી રાજાના ન્યાયની પરીક્ષા કરવા માટે ત્યાં આવી અને વાછરડા સહિત ગાયનું રૂપ ઘારણ કરીને રાજમાર્ગમાં ઊભી રહી. એવામાં રાજપુત્ર રથમાં બેસી તે રસ્તે નીકળ્યો. તેણે પ્રમાદથી ગાય પાસે બેઠેલ તેના વાછરડાનો પગ રથના પૈંડાવડે કચર્યો; જેથી તે વત્સ તરત જ મરણ પામ્યો, એટલે ગાય રુદન કરવા લાગી. તે સાંભળી લોકો તેને કહેવા લાગ્યા કે – ‘તું રાજા પાસે ન્યાય કરાવવા જા.' ગાય ત્યાંથી રાજમંદિર પાસે ગઈ અને પોતાના શૃંગ વડે તેણે નીતિઘંટ વગાડ્યો. તે વખતે રાજા જમતો હતો. પોતાની અચળ પ્રતિજ્ઞા હોવાથી રાજા ઘંટનો અવાજ સાંભળી જમવાનું અધુરું મૂકી ઊઠ્યો. બહાર આવી જોયું તો એક ગાય ઘંટ વગાડે છે. રાજાએ તેને પૂછ્યું 'તા૨ો કોણે પરાભવ કર્યો જેથી તું ન્યાય માર્ગ છે,’ ગાયે પોતાનો વાછરડો રાજાને બતાવ્યો. રાજાએ જાણ્યું કે ‘આ વાછરડાનો પગ કોઈ વાહનવાળાએ કચર્યો છે, તેથી તે મરી ગયો છે, તે માટે ગાય ફરિયાદ કરે છે.'' રાજાએ જાહેર કર્યું કે – આ ગુનાનો ગુનેગાર હાથ લાગશે ત્યારપછી હું જમીશ. આ વાક્ય સાંભળીને રાજકુમાર કે જે નજીકમાંજ ઊભો હતો તેણે કહ્યું કે – ‘મારા પ્રમાદથી આ કે વત્સ મરી ગયો છે, માટે મને યોગ્ય દંડ આપો.’
રાજાએ તરત જ સ્મૃતિશાસ્ત્રના જાણવાવાળા અને દંડનીતિમાં કુશળ એવા વિદ્વાનોને બોલાવ્યા અને રાજકુમારને શો દંડ આપવો તે પૂછ્યું. તેઓ બોલ્યા કે – હે રાજન! તમારે રાજને યોગ્ય આ એક જ પુત્ર છે તો તેને માટે શું દંડ બતાવીએ ? રાજા બોલ્યા કે – “રાજ્ય કોનું ને પુત્ર કોનો ? મારે તો ન્યાય કરવો છે, માટે ન્યાય બતાવો. રાજા તો તે જ કહેવાય કે જે દુષ્ટનું દમન કરે, સંતનું પોષણ કરે, ન્યાય વડે રાજ્યભંડાર ભરે, કોઈનો પણ પક્ષપાત ન કરે અને મિત્રોને સંભાળે. આવા પાંચ બોલ સાથે તે જ રાજા કહેવાય બીજો નહીં, માટે મારે તો ન્યાય કરવો છે. એટલે પંડિતો બોલ્યા કે – જેણે જેવું કામ કર્યું હોય તેને તેવો બદલો આપવો તે નીતિ છે.' એટલે તરત જ રાજાએ રથ મંગાવ્યો અને રાજપુત્રને રાજમાર્ગે સુવાક્યો. પછી સેવકોને હુકમ કર્યો કે – ‘રાજપુત્રના પગ ઉપર થઈને રથ ચલાવો.’ પણ કોઈએ ૨થ ચલાવ્યો નહીં, એટલે મંત્રીના વાર્યા છતાં રાજા પોતે રથ ઉપર બેઠો અને કુમારના પગ પર રથ ચલાવ્યો. તે જ વખતે રાજ્યની અધિષ્ઠાયિકા દેવી પ્રગટ થઈ, રાજાની ઉપર પુષ્પવૃષ્ટિ કરી અને પોતે રાજાની પરીક્ષા કરવા માટે આવી હતી એ હકીકત કહીને રાજાને ધન્યવાદ આપ્યા કે – ‘તેં પુત્રની પણ દરકાર ન કરતાં ન્યાય કર્યો, માટે તું ખરેખરો રાજા છે.’ આ પ્રમાણે કહીને દેવી અંતર્ધાન થઈ ગઈ’ અને રાજાની સર્વત્ર પ્રશંસા થઈ. આવા ન્યાય કરનારા રાજા તે ખરા રાજા સમજવા.’’ (પૃ.૯૫) આમ ગમે તેવી આપત્તિ આવી પડે તો પણ ન્યાય વિરુદ્ધ નૃત્ય કરું નહીં.
૩૦૨. ખોટી આશા કોઈને આપું નહીં. (ગૃમુ‰ઉ)
ગૃહસ્થ હોય અને કહે કે હું બધું તમારું કામ કરી આપીશ. આમ પ્રથમ બહુ આશા આપી પછી કંઈ કરે નહીં અથવા હું તમને પાંચ દશ હજાર રૂપિયા આપીશ એમ કહે પણ આપે નહીં તેથી સામો માણસ નિરાશ થાય અને કહેનારનો વિશ્વાસ ઊઠી જાય.
તેમ કોઈ મુનિ હોય અને કહે કે તમે અમુક જાપ જપો, પદ્માવતીની માળા ફેરવો વગેરે. તેથી તમારું કામ બધું થઈ જશે. તે જો ન થાય ત્યારે તેને એમ થાય કે આ બધું જૂઠાણું છે. ધર્મ વગેરે કંઈ કરવા
૨૧૦