________________
સાતસો મનનીતિ
વહેંચી લેવા કહો છો તો હમણાં આ મારી પીડા વહેંચી લ્યો, કેમકે મને ઘણું દુ:ખ થાય છે.’ ત્યારે તેઓ બોલ્યા કે “તે કાંઈ વહેંચી લેવાય નહીં, તે તો જે કરે તે જ ભોગવે.' ત્યારે સુલસ બોલ્યો—‘જ્યારે તમે આ પ્રત્યક્ષ પીડાને પણ વહેંચી લઈ શકતા નથી તો પાપ શી રીતે વહેંચી લેશો?' એમ તેઓને નિરુત્તર કરી દીધા અને જીંદગી પર્યંત જીવવધ કર્યો નહીં.
કાલસૌકરિકના પુત્ર સુલસની જેમ જેઓને સુગતિનો માર્ગ સુવિદિત છે, તેઓ મરણને ઇચ્છે પરંતુ મનથી પણ પરને પીડા કરે નહીં. અનુક્રમે સુલસ શ્રાદ્ધધર્મનું પ્રતિપાલન કરીને સ્વર્ગે ગયો. આમ કોઈને પાપી સલાહ આપું નહીં અને કોઈ આપે તો તે માનું નહીં. (પૃ.૧૭૩)
૩૦૧. ન્યાય વિરુદ્ધ કૃત્ય કરું નહીં.
(૨-૩)
મુનિ કે ગૃહસ્થને પોતાના યોગ્ય આચાર પાળવા તે ન્યાય છે. તેથી વિરુદ્ધ વર્તવું તે અન્યાય છે, મુનિએ પાંચ મહાવ્રત લઈ તેમાં દોષ લગાડવા તે અન્યાય છે. જેમકે મુનિ વ્રત ગ્રહણ કરતાં ભગવાન પાસે આજ્ઞા લે છે કે હું જીવનપર્યંત સામાયિક એટલે સમભાવમાં રહીશ. પણ તે આજ્ઞા લઈ સમભાવમાં રહે નહીં તે અન્યાય છે. રાજાની આજ્ઞા વિરુદ્ધ કૃત્ય કરે તો તેને રાજા પણ શિક્ષા કરે છે, તો ત્રણલોકના નાથની આજ્ઞા શિરોધાર્ય કરી તેથી વિરુદ્ધ વર્તન કરવું તે ન્યાય નથી પણ અન્યાય છે. માટે ન્યાય વિરુદ્ધ કાર્ય કરું નહીં. ગૃહસ્થ હોય કે બ્રહ્મચારી હોય તે પોતાના આચાર પ્રમાણે પ્રવર્તે તે ન્યાય છે. તેથી વિપરીત વર્તન તે અન્યાય છે.
‘બોઘામૃત ભાગ-૧’માંથી = ‘“અન્યાય ન કરે તો નીતિ કહેવાય. આ પ્રકારનો વ્યવહાર મને ન ઘટે એમ લાગતું હોય, તેમ છતાં લોભને લઈને એવો વ્યવહાર કરે તે અનીતિ જ છે. પ્રાણ જાય પણ મારે નીતિ છોડવી નથી, દુરાચાર સેવવો નથી, એમ જેને હોય તેને જ્ઞાનીનો બોધ પરિણામ પામે. પ્રાણ જાય પણ ધર્મ ન છોડવો એવું થાય ત્યારે ધર્મ પરિણમે. આ કાળમાં બહુ સાવચેતી રાખવાની જરૂર છે. સાતેય વ્યસન અનીતિ છે. એ સાત વ્યસનોનો ત્યાગ જીવ બરાબર પાળતો નથી. પાળે તો એમાં નીતિ બધી આવી જાય છે. આ વિપરીત કાળ વર્તે છે, માટે ક્ષણે ક્ષણે સાવચેતી રાખવાની છે.’’ (મો.૧ પૃ.૩૩૦) 'બોધામૃત ભાગ-૩'માંથી :- ન્યાય વિરુદ્ધ કૃત્ય કરનાર દુઃખ પામે
શ્રી રામનું દૃષ્ટાંત – “અત્યારે ન્યાયનીતિ પ્રમાણે પ્રવર્તન રાખવા ભલામણ છે. પ્રસિદ્ધ દૃષ્ટાંત રામાયણનું વિચારવા સૂચવું છું. રામે સીતાની સાથે લગ્ન કર્યું. પછી રામને વનવાસ જવું પડ્યું, તો સીતાજી સાથે પતિસેવા માટે ગયાં. રાવણે સીતાના રૂપની વાત સાંભળી અને રામને ઠગીને દૂર કર્યા. સીતાજીને હરી ગયો. સીતાજીનું શીલભંગ કરવા રાવણે માગણી કરી, પણ રાવણનું મન દુભાય છે એમ જાણવા છતાં અન્યાયમાર્ગ જાણી તેમણે તેની માગણી સ્વીકારી નહીં. રામે સીતાની શોધ કરી. હનુમાન આદિ દ્વારા સીતા પાછી મળે તો યુદ્ધ કરવું નથી એમ જણાવ્યું. પણ રાવણે માન્યું નહીં, તેથી લડાઈ કરી. જગતમાં ન્યાયમાર્ગ પ્રવર્તાવવા રાવણના આખા વંશનું નિકંદન કરવાનું કામ શ્રીરામને કરવું પડ્યું. આ બધું બહુ વિચારવું ઘટે છેજી.'' (બો.૩ પૃ.૨૯૧)
'મોક્ષમાળા વિવેચન'માંથી :– “પરધન ને પરસ્ત્રી એ નીતિની વિરુદ્ધ છે. ધર્મનો પાયો નીતિ છે, તેથી એ બન્નેનો લોભ મૂકે,'' (વ.પૃ.૧૦૨)
*હિતશિક્ષાના રાસના રહસ્ય'માંથી :– ગમેતેવા સંકટમાં પણ ન્યાય સર્વોપરી માનું યશોબ્રહ્મ રાજાનું દૃષ્ટાંત કલ્યાણકટકના સ્વામી યશોવબ રાજાએ પોતાના રાજ્યમાં
૨૦૯