________________
સાતસો માનતિ
૧૦૪. ઉપદેશકને દ્વેષથી જોઉં નહીં.
કરુણાથી પ્રેરાઈ ઉપદેશક આપણા દોષો બતાવે તો એનો ઉપકાર માનવો ઘટે
છે. તેને બદલે ઉપકારી પ્રત્યે અપકાર કરવારૂપ જો દ્વેષ થાય તો કલ્યાણનો માર્ગ બંધ
થાય છે, એવો દ્વેષ અનંતાનુબંધી કષાય કહેવાય. કોઈનો પણ દોષ જોવાથી તેના પ્રત્યે દ્વેષ થાય છે. તેમ ઉપકારીને પણ દોષરૂપે જુએ તો એ વિપરીતપણું છે. એ ટેવ દૂર કરવા માટે આ શિખામણ આપી કે ઉપદેશકને દ્વેષથી જોઈ નહીં.
ભાનુદત્ત પૂર્વઘરનું દૃષ્ટાંત – એક આચાર્યના શિષ્ય ભાનુદત્ત નામે મુનિ હતા. ગુરુ સમીપે ચૌદપૂર્વનો અભ્યાસ કર્યો હતો. અન્યદા તેમને નિદ્રાનો પ્રબળ ઉદય થયો. એટલે સંઘ્યાકાળ થાય ત્યારથી તેની આંખો ઘેરાવા માંડે, ઝોકાં ખાય. ગુરુ સાવચેત કરે, પ્રતિક્રમણ કર્યા પછી ગુરુ પૂર્વનો પાઠ કરી જવા પ્રેરણા કરે; પણ નિદ્રાના પ્રબળ ઉદયથી તે પાઠ ન કરતાં ઊંઘી જાય. ગુરુ મહારાજ ઠપકો આપે, એટલે વળી કોઈક વખત જરા સાવધાન રહે. આ પ્રમાણે બહુવાર ઠપકો આપવાથી તેને પોતાની ભૂલ ન સૂઝી, પણ ગુરુ ઉપર દ્વેષભાવ આવ્યો. તેથી એકવાર ગુરુમહારાજે ઠપકો આપ્યો, ત્યારે સામું બોલી કહે, “મને જ એક દીઠો છે, મને જ ઠપકો આપો છો; બીજાઓને કાંઈ કહેતા નથી.' આવા તેનાં વચનથી ગુરુમહારાજે અયોગ્ય જાણી તેનો અનાદર કર્યો અને ઠપકો આપવાનું કે પ્રેરણા કરવાનું છોડી દીધું. તેથી વિશેષ નિરંકુશ બન્યા અને પ્રતિક્રમણ કરવામાં પણ પ્રમાદ કરવા લાગ્યા અને સંધ્યાકાળથી ઘોરવા લાગ્યા. એમ કરતાં કરતાં ન સંભારવાથી પૂર્વી પણ વિસ્તૃત થતા ગયા. ચાતુર્માસ ઊતર્યે ગુરુમહારાજે તેને તજી દઈ વિહાર કર્યો. એક્લા પડવાથી વધારે પ્રમાદ સેવી બધા પૂર્વ તદ્દન ભુલી જઈ આયુ ક્ષય થયે મરણ પામી દુર્ગતિએ ગયા. (ચોસઠ પ્રકરી પૂજામાંથી
૧૦૫. દ્વેષમાત્રનો ત્યાગ કર્યું.
વાક્ય ૧૦૪માં અનંતાનુબંધી દ્વેષ દૂર કરવા કહ્યું; જે કલ્યાણ કરવામાં મોટામાં મોટું વિઘ્ન છે, ધર્મનો નાશ કરનાર છે. હવે દ્વેષમાત્રનો ત્યાગ કરવા જણાવે છે. બીજાનાં તો ગુણ જ જોવાની ટેવ પાડવા યોગ્ય છે. દોષ જોવા હોય તો પોતાના જોવા. એમ કરવાથી કોઈના પ્રત્યે દ્વેષનો પ્રસંગ ન આવે. દ્વેષ કરનાર પોતે જ પહેલો દુઃખી થાય છે. જેને તે દુ:ખી કરવા માંગે તેના પાપનો ઉદય હોય તો દુઃખી થાય; નહિં તો ન પણ થાય. પણ દ્વેષ કરનાર પોતે તો દુઃખી થાય જ. આખા જગત પ્રત્યે મૈત્રીભાવ ભાવવાની જરૂર છે. તેમાં ખાસ કરી જેના પ્રત્યે અસંતોષ હોય તેના પ્રત્યે પ્રથમ મૈત્રીભાવ ભાવવો. મૈત્રીભાવ એટલે બધાનું ભલું થાઓ એમ ચિંતવે તો પછી દ્વેષ ન રહે. પ્રભુશ્રીજી કહેતા કે– “ભૂંડું કરનારનું પણ ભલું ચિંતવવું.'' વળી પરમકૃપાળુદેવ પત્રાંક ૭૮૦માં જણાવે છે કે
ન
“આ દેઠે કરવા યોગ્ય કાર્ય તો એક જ છે કે કોઈ પ્રત્યે રાગ અથવા કોઈ પ્રત્યે કિંચિત્માત્ર દ્વેષ ન રહે. સર્વત્ર સમદશા વર્તે. એ જ ક્લ્યાણનો મુખ્ય નિશ્ચય છે. એ જ વિનંતિ.” (પૃ.૬૦૪) દમદંતમુનિનું દૃષ્ટાંત – હસ્તિશીર્ષના રાજા દમદંતને એકવાર પાંડવો તથા કૌરવો સાથે મોટી વઢવાડ થઈ. પણ જરાસંઘ રાજાની મદદથી મદત રાજા જીતી ગયો અને પાંડવો તથા કૌરવોની હાર થઈ. એક દિવસ દમર્દત રાજાએ વાદળાનું ક્ષણિક સ્વરૂપ જોઈ આ સંસારને પણ પવન સમયના વાદળા સમાન ક્ષણિક અને અસાર જાણી પ્રત્યેકબુદ્ધની પેઠે દીક્ષા ગ્રહણ કરી. વિહાર કરતાં હસ્તિનાપુર નગરની બહાર કાઉસગ્ગ ધ્યાને ઊભા રહ્યાં.
૫૫