________________
સાતસો મહાનીતિ
૧૦૦. ઊનનાં વસ્ત્ર પહેરવા પ્રયત્ન કરું. શિયાળો ગયા પછી ભરવાડો પેંટાનું ઊન કાપી લે છે. તે ઊન ઘેટાને ઊલટું અહિત
કરતા ઉનાળામાં થાય છે. તે ઊનના કપડાં માણસોને શિયાળાદિ ઋતુઓમાં કામ આવે છે. તેથી નિર્દોષ કપડાં પહેરવા યોગ્ય છે. તેમજ ઊનના કર્કરા કપડાંનો સ્પર્શ ચામડીને અપ્રિય લાગે પણ સંયમ માટે ઉપયોગી છે. માટે ઊનના કપડાં પહેરવા પ્રયત્ન કરું. ૧૦૧. રેશમી વસ્ત્રનો ત્યાગ કરું.
રેશમી વસ્ત્ર લોકો પહેરી અભિમાનને પોષે છે. પણ તે વસ્ત્ર બનાવવામાં હજારો કોશેટામાંના જીવડાઓની ઘાત થાય છે. તે હિંસાનું કારણ હોવાથી રેશમી વસ્ત્રો પહેરવા યોગ્ય નથી. કોશેટાને ગરમ પાણીમાં નાખવાથી તેમાં રહેલ જીવ મરી જાય છે. પછી તેના ઉપરથી રેશમને ઉકેલી લે છે. કોશેટો એમને એમ પડ્યો રહે તો તેમાં રહેલ જીવ કોશેટાને કાણું પાડી બહાર નીકળી જાય છે. શેતૂરનું ઝાડ મુખ્યત્વે આ જીવડાંઓને ખોરાક માટે ગમે છે. એરંડા પર પણ થાય છે. તેમાંથી ખોરાક મેળવે અને કોશેટા બનાવે. આવા હિંસક રેશમી વસ્ત્રો પહેરવાથી સુખશીલીયાપણું પોષાય અને ઊનના કપડાં ચામડીને પ્રતિકૂળ લાગવાથી સહનશીલતા પોષાય. માટે હિંસક એવા રેશમી વસ્ત્ર પહેરવાનો ત્યાગ કરું.
પહેલાના જમાનામાં બ્રાહ્મણો મુગટ પહેરતાં, તે પવિત્ર ગણાતા. કારણ કે તે મુગટમાં રેશમ નીચે પ્રમાણે બનાવવામાં આવતું હતું. પહેલાના જમાનામાં આ કોશેટાનું મુખ કાપી તેમાંથી કાળજીપૂર્વક જીવની ઘાત ન થાય તેમ જીવડું કાઢી લેતાં. પછી જે ખોખું રહે તેનું રેશમ ઉકેલી લઈ તેના વસ્ત્રો બનાવવામાં આવતા. હિંદુસ્તાનમાં પહેલા આનો ઘંઘો હતો. ત્યારે ઘર્મના કામમાં વાપરવાના વસ્ત્રો આ પ્રમાણે બનાવવામાં આવતા. પણ હવે ઉપર પ્રમાણે કરવાથી રેશમ પહેરવાને પણ લાયક રહ્યું નથી. ૧૦૨. શાંત ચાલથી ચાલું.
વાક્ય ૯૨, ૯૩, ૯૪માં ઉતાવળો, જોશભેર અને મરોડથી ચાલું નહીં એમ કહ્યું; હવે કેવી રીતે ચાલવું તે જણાવે છે. શાંત ચાલ એટલે ચિત્તમાં જેને વિક્ષેપ નથી એમ જણાય એવી ચાલ. એનું દ્રષ્ટાંત ગજગતિ એટલે હાથીની ચાલ અપાય છે. જે ઘીમી ચાલે છે અને હંસગતિ તે સુંદર ચાલ કહેવાય છે. માટે મંત્ર સ્મરણ કરતો વિક્ષેપ રહિતપણે બે ડગલાં આગળ જોઈને શાંત ચાલથી ચાલું.
“ચાલ ઘીમી ને ગંભીર રાખવી. બીજાને મોહ ઊપજે તેમ લટકા મટકા કરતાં ન ચાલે. વૈરાગ્ય સહિત ચાલે.” (મોક્ષમાળા વિવેચનમાંથી) ૧૦૩. ખોટો ભપકો કરું નહીં.
લગ્ન વખતે કોઈને ત્યાંથી ઘરેણાં, મોટર, વસ્ત્રો વગેરે માગી લાવી અથવા ભાડે લાવીને ભપકો દેખાડવાનું કરે છે; તેને બદલે પોતાની સ્થિતિ પ્રમાણે જેટલી ખરીદી શકાય તેટલી વસ્તુથી જ શોભા કરવી યોગ્ય છે. પોષાકનાં ભાડાં આપે તેટલામાં આખું વર્ષ ચાલે તેટલાં સાદાં કપડાં ખરીદી શકાય. લગ્ન પ્રસંગની પેઠે બીજા પ્રસંગોમાં પણ લોકો ખોટો ભપકો દેખાડવાનું ઓછું કરે તો ખર્ચ ઓછું થાય, દેવું ન થાય અને સુખી થાય.
ઘનને અનુસાર વસ્ત્રાભૂષણ પહેરવા જોઈએ. થોડું દ્રવ્ય હોય અને ઘનવાન જેવાં વસ્ત્ર પહેરવા તેમજ વઘારે દ્રવ્ય, ગરીબ જેવા વસ્ત્ર પહેરવા તે સમાજમાં શોભાસ્પદ નથી.” -શ્રી જૈન હિતોપદેશ'માંથી
૫૪