________________
સાતસો મહાનીતિ
રાજ દરબારમાં જતાં રસ્તામાં પાંડવોએ દમદંતમુનિને જોઈ ઘોડા ઉપરથી નીચે ઊતરી શુભભાવે વંદન કર્યું તથા તેમની રાજ્યવસ્થાનું બળ અને ચારિત્રબળની સ્તુતિ કરી
આગળ ચાલ્યા. પાછળથી કૌરવો આવ્યા. તેમાં દુર્યોધને તેમના પર દ્વેષભાવ લાવી, માઠા વચન બોલી તેમની સામે બીજોરૂ ફેંક્યું. તે જોઈ સાથેના લોકોએ પણ પત્થર વગેરે ફેંક્યા. તેથી મુનિ આખા ઢંકાઈ ગયા. પાંડવો રાજદરબારથી પાછા ફરતાં મુનિ સંબંધી બધી હકીક્ત જાણી લેવકો પાસે પત્થરો દૂર કરાવી નમસ્કાર વગેરે કરીને પોતાના સ્થાનકે ગયા. પાંડવોએ માન આપ્યું અને કૌરવોએ દ્વેષભાવથી અપમાન કર્યું. પણ બન્ને પ્રત્યે મુનિએ રાગદ્વેષનો ત્યાગ કરી સમભાવ રાખી પોતાનું કલ્યાણ સાધ્યું. માટે કોઈ પ્રત્યે દ્વેષ માત્રનો ત્યાગ કરવા પુરુષાર્થ કરું. ૧૦૬. રાગવૃષ્ટિથી એકે વસ્તુ આરાધું નહીં.
રાગદ્રષ્ટિથી સંસારની એકે વસ્તુનું સેવન કરું નહીં.
શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથના ક્રમાંક ૨૧માં પરમકૃપાળુદેવ જણાવે છે કે- “રાગ કરવો નહીં, કરવો તો સત્પરુષ પ્રત્યે કરવો.” શ્રી યશોવિજયજી મહારાજ પણ લખે છેઃ “રાગ ન કરશો કોઈ જન કોઈશું રે, નવિ રહેવાય તો કરજો મુનિશું રે.”
શ્રી ગૌતમસ્વામીને ભગવાન મહાવીર સ્વામી પર રાગ હતો તેથી કેવળજ્ઞાન અટક્યું હતું. મોક્ષમાળા શિક્ષાપાઠ ૪૪ “રાગ” તેમાં કૃપાળુદેવે કહ્યું કે
ગૌતમ મુનિનો રાગ આપણને બહુ સૂક્ષ્મ બોઘ આપે છે. ભગવાન પરનો મોહ ગૌતમ જેવા ગણઘરને દુઃખદાયક થયો, તો પછી સંસારનો, તે વળી પામર આત્માઓનો મોહ કેવું અનંત દુઃખ આપતો હશે! સંસારરૂપી ગાડીને રાગ અને દ્વેષ એ બે રૂપી બળદ છે. એ ન હોય તો સંસારનું અટકન છે. જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ નથી; આ માન્ય સિદ્ધાંત છે. રાગ તીવ્ર કર્મબંઘનનું કારણ છે; એના ક્ષયથી આત્મસિદ્ધિ છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (પૃ.૯૦) ૧૦૭. વૈરીના સત્ય વચનને માન આપું.
સામાન્ય રીતે જેની સાથે અણબનાવ હોય તે ગમે તેવું સારું કહે તો પણ અવળું ભાસે. તેના વિષે જે કંઈ પણ મત બંઘાય તે એના આધારે જ બંઘાય છે. તેમ કોઈ ઘર્મનું ખંડન કરવા માટે તેના શાસ્ત્રો વાંચતો હોય તો દોષ ક્યાં છે ત્યાંજ તેની દ્રષ્ટિ હોય છે, તેથી સત્ય હાથમાં આવતું નથી. મધ્યસ્થ દ્રષ્ટિ હોય તો જે અપેક્ષાએ તેમાં સત્ય કહ્યું હોય તેટલા અંશે જણાઈ આવે. સત્ય વાત ગમે તે કહેતો હોય, ભલે તે દુશ્મન હોય, પણ આપણને હિતકારી હોય તો તે વાત ગ્રહણ કરવી. પ્રભુશ્રીજીએ એક પત્ર વટામણ લખ્યો તેમાં જણાવ્યું કે કોઈ કંઈ શિખામણ દે, તો તેને કહેવું કે તમારું કહેવું સારું છે. આત્મહિત થતું હોય તો તેમ કરી લેવું, પણ છણકા કરવા નહીં, ખિજાવું નહીં.” પ્રભુશ્રીજીની સમજાવવાની એવી પદ્ધતિ હતી કે નાના છોકરાઓને પણ વાત ગળે ઊતરી જાય. (મહાનીતિ વાક્ય ૧૦૮ થી ૧૧૫ સુઘી મૂળમાં નથી.) ૧૧૬. વાળ રાખું નહીં. (ગૃ૦)
બોઘામૃત ભાગ-૩'માંથી - વાળ ઉપર જેટલી આસક્તિ છે તેટલો દેહાધ્યાસ છે, એ સહજ
૫૬