________________
સાતસો મહાનીતિ
મુનિને નમસ્કાર કરી ત્યાં બેઠો. ત્યાં એક દેવ આવ્યો. તેણે પહેલા
ચારુદત્તને નમસ્કાર કર્યા, પછી મુનિને નમસ્કાર કર્યા. તે વખતે મુનિના બે વિદ્યાઘર પુત્રો મુનિના દર્શન કરવા આવેલા. તેમણે દેવને પૂછ્યું કે “મુનિને મૂકી તમે ગૃહસ્થને કેમ પહેલા વંદન કર્યા? તમે આ ભૂલ કરી છે. ત્યારે દેવે કહ્યું – “મેં ભૂલ કરી નથી પણ એ મારા પરમ ઉપકારી છે. તેનું કારણ કહું છું તે સાંભળો. પૂર્વે હું પિપ્પલાદ નામે બ્રહ્મર્ષિ હતો. ઘણા લોકોને યજ્ઞ કરાવી, પાપમય શાસ્ત્રોની પ્રરૂપણા કરી નરકે ગયો. નરકમાંથી નીકળી પાંચ ભવ સુધી બકરો થયો. પાંચેય ભવમાં યજ્ઞમાં જ હું હોમાયો. છટ્રે ભવે પણ બકરો થયો. આ ભવમાં મરતી વખતે આ ચારુદત્તે મને અનશન કરાવી મંત્ર સંભળાવ્યો. એની કૃપાએ જ હું બોકડામાંથી દેવ થયો છું. તેથી તે મારા ઘર્મગુરુ છે, માટે પ્રથમ વંદન કરવા યોગ્ય છે.” એમ વિશેષથી નયન ઠંડા કરું. ૧૮૬. સામાન્યથી મિત્ર ભાવ રાખું.
પહેલી મિત્રા દ્રષ્ટિમાં, સામાન્યથી એટલે સર્વ જીવ પ્રત્યે અષબુદ્ધિ એટલે મિત્રભાવ આવે છે. “ષ નહીં વળી અવરશું, એહ ગુણ અંગ વિરાજે રે.” વીર જિનેસર દેશના. -આઠ યોગદૃષ્ટિની સખ્ખાય
“મોક્ષનો માર્ગ બતાવે તે મૈત્રી.” શ્રીમદ્ રાજચંદ્ર જે જે મોક્ષનો માર્ગ બતાવી શકે તે સર્વ મિત્રતુલ્ય છે. સમજા હોય તેને વિરોઘ કે અણગમો કોઈપણ સંત પ્રત્યે હોય નહીં. પછી તે ઉપકારી હોય કે ન હોય.
પોતાને સમકિત પ્રાપ્ત થઈ ગયું હોય તો પણ સમકિતનાં જે કારણો છે તે પ્રત્યે એને પ્રેમ હોય છે. જેની આત્મદ્રષ્ટિ થઈ હોય તેને આ ઢુંઢિયા છે કે તપ્યા છે એવું ન હોય, પણ સર્વ પ્રત્યે મિત્રભાવ હોય. માટે સામાન્યથી એટલે સર્વ પ્રત્યે મૈત્રીભાવ રાખવાનો પ્રયત્ન કરું.
શ્રી દંડવીર્ય રાજાનું દ્રષ્ટાંત–રાજા દંડવીર્ય હમેશાં પ્રથમ સાઘર્મિકને ભોજન કરાવીને પછી જમતો હતો. એક વખતે તેની પરીક્ષા કરવા માટે ઇંઢે કોટીગમે શ્રાવકો તીર્થયાત્રા કરીને આવતા વિક્ર્વીને દંડવીર્યને બતાવ્યા. રાજાએ ભક્તિપૂર્વક તેમને નિમંત્રણ કરી જમાડવા માંડ્યા. ભોજન કરાવતાં કરાવતાં સૂર્ય અસ્ત થઈ ગયો. બીજે દિવસે પણ એમ થયું. એમ કરતાં રાજા દંડવીર્યને આઠ ઉપવાસ થયા; તથાપિ તેનો ભક્તિભાવ ઓછો થયો નહીં પણ ઊલટો વૃદ્ધિ પામ્યો. રાજાની એવી શુદ્ધ વૃત્તિ જોઈ ઇંદ્ર સંતુષ્ટ થયા; તેથી તેણે દિવ્ય ઘનુષ્ય, બાણ, રથ, હાર અને બે કુંડલ આપ્યાં. તે સાથે શત્રુંજયની યાત્રા કરવા અને તીર્થનો ઉદ્ધાર કરવા આજ્ઞા આપી. રાજા દંડવીર્યે પણ તેમ કર્યું. (ઉ.પ્રા.ભા.-ભાગ-૩માંથી) ૧૮૭. પ્રત્યેક વસ્તુનો નિયમ કરું.
અતિ સર્વત્ર વર્જયેત’ એમ કહેવાય છે. શ્રાવકો ચૌદ જરૂરી વસ્તુઓના નિયમ કરે છે. આટલાં જ
૮૮