________________
સાતસો મહાનીતિ
કપડાં વાપરવા કે ભોજનમાં આટલી વસ્તુઓ જ વાપરવી વગેરે પાપ રોકવા નિયમ કરે છે. તે ચૌદ નિયમો આ પ્રમાણે છે :
સચિત્ત-દવ્ય-વિગઈ-વાણહ-તંબોલ-વસ્થ-કુસુમેસુ
વાહણ-સયણ-વિલવણ-ખંભ-દિસિ-ન્હાણ-ભત્તે !-શ્રી પ્રતિક્રમણસૂત્ર અર્થ - ૧. સચિત્ત- માટી, પાણી, કાષ્ટ, પાન, બીજ તથા જે કાંઈ લીલી વસ્તુ છેદ્યાને બે ઘડી થઈ ન હોય તેનું વર્જન ઘારવું તે.
૨. દવ્ય - સચિત્ત અને અચિત્ત વસ્તુ વાપરવી હોય, તેની ગણતરી કરવી. ૩. વિગઈ - દૂધ, દહીં, તેલ, ઘી, ગોળ અને ખાંડ એ છ વિગઈની ગણતરી કરવી. ૪. વાણહ - જોડા, મોજાં વિગેરેનું પ્રમાણ કરવું. ૫. તંબોલ - પાન, સોપારી, ઈલાયચી, ચૂરણ, લવિંગ આદિનું પ્રમાણ કરવું. ૬. વત્થ –વસ્ત્ર, રેશમી, સુતરાઉ તથા ઊનના વસ્ત્ર વિગેરેનું પ્રમાણ કરવું. ૭. કુસુમેસુ - ફૂલ, છીંકણી, અત્તર વિગેરે સુંઘવાની ચીજનું પ્રમાણ કરવું.
૮. વાહણ – ચરતાં, ફરતાં, તરતાં કે ઉડતા વાહનો જેવા કે ઘોડા, ગાડી, આગબોટ, એરોપ્લેન વિગેરેનું પ્રમાણ કરવું.
૯. સયણ - બિછાનું, પાટ, પાટલાં, ખુરશી વિગેરેનો નિયમ કરવો. ૧૦. વિલવણ - સુખડ, ચંદન વિગેરે વિલેપનનું પ્રમાણ કરવું. ૧૧. બંભ - બ્રહ્મચર્યનો નિયમ કરવો. ૧૨. દિસી - છ દિશામાં જવાના ગાઉનું પ્રમાણ કરવું. ૧૩. વ્હાણ - આખા શરીરે નાહવાની મર્યાદા કરવી. ૧૪. ભૉસુ – જમવાની વસ્તુઓનું પ્રમાણ કરવું. આમ નિયમિત જીવન ગાળી મોહ મૂર્છાને મટાડવા પ્રયત્ન કરું.
સુમિત્રમંત્રીનું દ્રષ્ટાંત – એક વખતે મંત્રીએ પાખી (ચૌદસ)ની રાત્રે ઘરમાંથી બહાર નહીં જવાના પચખાણ કર્યા. તે જ રાત્રે રાજાએ કોઈ કાર્ય આવી પડવાથી તેને બોલાવવા પ્રતિહાર મોકલ્યો. મંત્રીએ પ્રતિહારને પોતાનો નિયમ જણાવ્યો. પ્રતિહારે આવીને તે વાત રાજાને જણાવી. રાજાએ અતિ રોષ કરી પ્રતિહારને પાછો મોકલી મંત્રી પાસેથી મંત્રીપદની મહોર છાપ મંગાવી. મંત્રીએ તત્કાળ તે પ્રતિહારને આપી દીધી. પ્રતિહાર કૌતુકથી તે મહોરછાપની મુદ્રિકા હાથમાં પહેરી પોતાની સાથેના પાળાઓની આગળ હસતો હસતો બોલ્યો કે-“અરે સેવકો! જુઓ, રાજાએ મને મંત્રીપદ આપ્યું.” સેવકો – “મંત્રીરાજ! ખમા, પધારોએમ બોલવા લાગ્યા. પછી તે પ્રતિહાર થોડો આગળ ચાલ્યો ત્યાં દૈવયોગે કોઈ દુષ્ટ સુભટોએ તેને મારી નાખ્યો. આ ખબર રાજાએ જાણી એટલે વિચારમાં પડ્યો કે “જરૂર તે પ્રતિહારને મંત્રીએ જ મરાવી નાખ્યો હશે, માટે હું જાતે જઈ એ મંત્રીને જ મારી નાખું.’ આવા વિચારથી રાજા ત્યાં આવ્યો. તેવામાં પ્રતિહારને હણનારા પેલા સુભટો જેને દીવીઓના પ્રકાશથી શોધીને પકડી લીધેલા તેમજ બાંધેલા માર્ગમાં મળ્યા. રાજાએ તેમને પૂછ્યું-“તમે ક્યાંથી આવ્યા હતા?” તેઓ બોલ્યા-મહારાજ! અમને પેટભરાને શું પૂછો છો? તમારા વૈરી સુર રાજાએ મંત્રીનો વઘ કરવા મોકલ્યા હતા. અમે આ પ્રતિહારને
૮૯