________________
સાતસો મહાનીતિ
પત્ની પ્રત્યે અભાવવાળો થાય અને ઠપકો આપે કે ક્લેશ કર્યા કરે તેથી બેયનો ઘરસંસાર દુઃખમય બની જાય. એમ કોઈનો ઘરસંસાર તોડવો નહીં. એમ કરવાથી આપણને પણ
કર્મબંઘન થઈ દુઃખના દિવસો દેખવાનો અવસર આવે છે. “ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૨'માંથી - ચંદરવો બાંધવો હોય તો તારા પિયરે જા.
મૃગસુંદરીનું દ્રષ્ટાંત - સંતપુર નગરમાં દેવદત્ત નામે એક વણિક વેપારી હતો. તેનો પુત્ર ઘનેશ્વર મિથ્યાત્વી હતો. તે વ્યાપાર કરવાને માટે મૃગપુર નામના નગરે આવ્યો. ત્યાં જિનદત્ત નામે શેઠ રહેતો હતો. તેની પુત્રી મૃગસુંદરી નામે હતી. તે બહુ સ્વરૂપવાન હતી. મૃગસુંદરીએ ત્રણ અભિગ્રહ લીધેલા. (૧) જિનેશ્વરની પૂજા કરવી, (૨) મુનિને દાન આપવું અને (૩) રાત્રિભોજનનો ત્યાગ. ઘનેશ્વર તે કન્યા ઉપર રાગવાળો થયો. તેણે વિચાર્યું કે આ શ્રાવક મને પુત્રી આપશે નહીં. તેથી કપટથી શ્રાવક થયો. પછી તેના પિતાને સમજાવી મૃગસુંદરીને પરણી પોતાને ઘેર આવ્યો.
હવે જૈન ઘર્મની ઈર્ષ્યાથી મૃગસુંદરીને પૂજા કરવાનો નિષેઘ કર્યો. તેથી તેને ત્રણ ઉપવાસ થયા. તે વિષે મૃગસુંદરીએ મુનિમહારાજને પૂછ્યું એટલે ગુરુએ લાભ અલાભનો વિચાર કરીને કહ્યું કે ચૂલા ઉપર ચંદરવો બાંઘ. તેથી તેણે ચૂલા ઉપર ચંદરવો બાંધ્યો. તે જોઈને તેના સાસુ સસરાએ પોતાના પુત્ર ઘનેશ્વરને કહ્યું કે આ તારી સ્ત્રી કાંઈક કામણ કરે છે. તે સાંભળી ઘનેશ્વરે ચંદરવો ખેંચી કાઢ્યો. એમ સાત વખત ચંદરવો તેણે બાંધ્યો અને ઘનેશ્વરે કાઢી નાખ્યો. હવે ક્રોઘ કરીને કહ્યું કે જો તારે ચંદરવો બાંધવો હોય તો તારા પિયરે જા. તે બોલી – તમે બધા કુટુંબ સાથે મને પાછી પિયર મૂકી જાઓ. પછી બઘા તેને મૂકવા ચાલ્યા. રસ્તામાં જતાં એના સસરાના સગાંનું ગામ આવ્યું એટલે ત્યાં રોકાયા. તે લોકોએ મહેમાનો માટે રસોઈ બનાવી. રાત્રે બધાને જમવાનું કહ્યું. ત્યારે મૃગસુંદરીએ ના પાડવાથી તેના સાથે આવેલા બીજા પણ જમ્યા નહીં. પછી તેમના ઘરના લોકો બઘા જમ્યા. પણ રાત્રે રસોઈ બનાવવામાં સર્પનું વિષ આવી જવાથી તે બઘા મરી ગયા. પછી સાસુ-સસરા વગેરે બઘાએ મૃગસુંદરીને ખમાવી ત્યારે મૃગસુંદરી બોલી કે આ કારણથી જ મેં ચંદરવો બાંધ્યો હતો અને એટલા માટે જ હું રાત્રે ભોજન કરતી નથી. બઘાને જીવિતદાન મળવાથી હવે તેને કુળદેવીની જેમ માનવા લાગ્યા અને વહુ સહિત બધા પાછા ઘેર આવ્યા. પછી ઘનશ્વર પણ જૈનઘર્મી બની ગયો. આમ કોઈનો ઘરસંસાર તોડવામાં કારણરૂપ થઉં નહીં. (પૃ.૨૧૮) ૫૦૮. અંતરાય નાખવી નહીં.
કોઈને પણ ઉત્તમ કાર્ય કરતાં અંતરાયરૂપ થાઉં નહીં. પણ અનુમોદન કરનારો થાઉં કે એ લોકો કેવું સારું કામ કરી રહ્યાં છે; એવું હું પણ ક્યારે કરીશ. “અંતરાય કર્મ નિવારણ અષ્ટ પ્રકારી પૂજા' માંથી :
“ભણતાને કર્યો અંતરાય, દાન દિયતા મેં વારિયા રે; ગીતારથને ફેલાય, જૂઠ બોલી ઘન ચોરિયાં રે.
જળપૂજા કરી જિનરાજ આગળ વાત વીતી કહો રે.” અર્થ- વિદ્યાનાં ઉપાસકોને વિદ્યા ભણવામાં અંતરાય કર્યો કોઈ દાન આપતું હોય તો આડો હાથ કરી તેને વાર્યો, જ્ઞાનીજનોની નિંદા કરી, અને જૂઠ બોલીને ઘન મેળવ્યું તે ઘનની ચોરી કર્યા બરાબર છે. (પૃ.૬)
જળ પૂંજતી દ્વિજ નારી, સોમસિરિ મુગતિ વરી રે; શુભવીર’ જગત આઘાર, આણા મેં પણ શિર ઘરી રે. જળપૂજા.”
૩૯૪