________________
સાતસો મહાનીતિ
અહીં માત્ર રાજ્યને જોવા માટે આવ્યાં હોઈએ તેમ મહેમાન તરીકે રહીએ છીએ. ભગવાન સિવાય અમને કશું ગમતું નથી. તેની બધી ઇચ્છા સુખકારી અમે માનીએ છીએ. આપ હવે ક્લેશ કરશો નહીં. સદ્ગુરુકૃપાએ અમે સુખી થયાં છીએ અને સુખી જ રહીશું. ત્યાં રાજા રાણી આવ્યા એટલે તે દેવ બાવાનું રૂપ તજી દેવ થયો. તે કુંવર મરી નથી ગયો. માત્ર તમારી પરીક્ષા કરવાને આવ્યો હતો એમ કહી તેમને નમસ્કાર કરી તે પાછો દેવલોકે ગયો.” (બો.૩ પૃ.૬૮૫)
રોઢમુનિનું દ્રષ્ટાંત - હાથી વહોરાવે તો જ આહાર લેવો. દિલ્લીમાં રોઢ નામના મુનિ નિસ્પૃહભાવે વિચરતા હતા. એક વખત એમણે એવો અભિગ્રહ કર્યો કે હાથી મને વહોરાવે તો જ આહાર લેવો. રોજ બપોરના સમયે આહાર લેવા નીકળતા. ન મળે તો તપની વૃદ્ધિ થઈ એમ માનતા. એક દિવસ રાજાને ત્યાં રહેલો હાથી આલાભથંભને તોડી ગાંડો થઈને દિલ્લીમાં દોડવા લાગ્યો. તે જોઈને લોકો
નાસભાગ કરવા લાગ્યા અને મેડી ઉપર ચઢી ગયા. ત્યાં - મુનિને સામે આવતા જોઈ લોકો કહેવા લાગ્યા કે ઉપર
ચઢી જાઓ, પણ મુનિ તો શાંતભાવે ઈરિયાસમિતિપૂર્વક ચાલતા હતા. મુનિને જોઈ હાથી શાંત થઈ ગયો અને દુકાનમાંથી લાડુ લઈને મુનિને આપવા લાગ્યો. મુનિએ કહ્યું - તારી માલિકીના નથી. તે સાંભળીને ઉપરથી
માલિક બોલ્યો કે-હે મુનિ! ભલે આપ લાડુ લો એમાં હું = રાજી છું. હાથીએ મુનિને લાડું વહોરાવ્યા. તેમના અદ્ભુત
ચરિત્ર વડે લોકોને આશ્ચર્ય ઊપજ્યુ. પ૦૬. વિજય, કીર્તિ, યશ સર્વપક્ષી પ્રાપ્ત કરવાં.
પાંચ ઇન્દ્રિયો, છઠ્ઠું મન અને ચાર કષાય તેના પર જેણે વિજય મેળવ્યો તે સર્વપક્ષી કીર્તિ કે વિજય મેળવી શકે છે. એ દશે ઉપર વિજય મેળવવાથી અંદર રહેલો પારસમણિ સમાન આત્મા પ્રાપ્ત કરી શકાય છે. વિષય કષાયથી આત્મા મલિન થયેલ છે. તે માટે સત્પરુષના બોઘ વડે તે મલિનતા કાઢે તો આત્મા નિર્મળ થતો જાય. તેનું આચરણ શુદ્ધ થવાથી તેની કીર્તિ ચારે દિશાઓમાં સ્વાભાવિક ફેલાય છે.
જેમકે કૃપાળુદેવે શતાવધાન કર્યા તેથી દેશવિદેશમાં તેમની કીર્તિ ફેલાઈ. તેમના વિષે કોઈ કહે એ તો મહાન કવિ છે અથવા સાક્ષાત્ સરસ્વતીના અવતાર છે વગેરે તેમના યશોગાન સર્વત્ર થયા તેમજ કેવળ લગભગ ભૂમિકા’ પ્રાપ્ત કરી સદ્ગુરુ પદે બિરાજી; વિજય, કીર્તિ, યશ સર્વ પક્ષી પ્રાપ્ત કર્યા.
વિષયકષાયના સંપૂર્ણ વિજયી એવા સર્વજ્ઞ તીર્થકરોની કીર્તિ તો ત્રિલોકમાં સર્વત્ર ફેલાયેલી જ છે.
આપણે પણ વિષયકષાયને વશ ન થઈએ તથા આપણું આચરણ કલંક રહિત હોય તો તેની છાપ લોકો ઉપર સહેજે પડે છે. અને કીર્તિની ઇચ્છા ન હોય તો પણ તે ફેલાય છે. સારા દેખાડવાના ભાવ કરતા સારા થવાની ભાવના આપણે કેળવીએ તો વિજય, કીર્તિ, યશ સર્વપક્ષી પ્રાપ્ત થાય. ૫૦૭. કોઈનો ઘરસંસાર તોડવો નહીં.
પતિ પત્ની શાંતિથી રહેતા હોય. તેમાં સાસુ સસરા પોતાના પુત્રને સમજાવે કે તારી પત્નીને તો કેટલું કહીએ તો પણ તે માનતી નથી. એ તો એવી જ છે. એમ અનેક વાર પુત્રને કહેવાથી તે પણ પોતાની
૩૯૩