________________
સાતસો મહાનીતિ
જેટલું જ્યાં જ્યાં ઘડવું હોય, છોલવું હોય ત્યાં ત્યાં વાળ માત્ર જ ઊખડી આવે તો તેની જેવી મુખાકૃતિ કે મૂર્તિ બનાવવી હોય તેવી જ બને છે. પરંતુ જે કાષ્ઠ પાષાણ કોમળતા
રહિત હોય તે કારીગરના અભિપ્રાય પ્રમાણે ઘડાય નહીં, ઘડતાં ગમે તેવાં છોડિયાં ઊખડી પડે, તો તેના ઘાટ ઘડી શકાતા નથી; તેવી રીતે કઠોર પરિણામીને જેવી જોઈએ તેવી બોઘની અસર થતી નથી. અભિમાની કોઈને પ્રિય લાગતો નથી. વગર કારણે અભિમાનીના લોકો વેરી બને છે અને પરલોકમાં હલકા મનુષ્ય-તિર્યંચના અવતાર ધારી અસંખ્યાત કાળ સુઘી તિરસ્કારને પાત્ર અનેક રીતે થાય છે. તેથી કઠોર પરિણામ તજી માર્દવ (કોમળભાવ) નિરંતર ઘારણ કરો.” (સ.સો.પૃ. ૩૧૪)
‘હિતશિક્ષાના રાસનું રહસ્ય’માંથી - વૃદ્ધનો અવિનય કરવો નહીં.
હંસનું દ્રષ્ટાંત – “એકવાર હંસના સો બાળકો ચણને માટે ચાલ્યા. સાથે તેનો વૃદ્ધ પિતા આવતો હતો તે તેમને ગમ્યું નહીં. તેથી “એ બુટ્ટાનું શું કામ છે?” એમ કેટલાક બોલ્યા. બુદ્દાએ કહ્યું કે ભાઈ! હું સાથે સારો, કષ્ટને વખતે તમારો બચાવ કરી શકું તો પણ યુવાન હંસના ધ્યાનમાં આવ્યું નહીં. વૃદ્ધ પાછળ પાછળ ગયો. આગળ જતાં હંસો એક ઝાડ ઉપર ચણવા બેઠા. ત્યાં કોઈ પારઘીએ પ્રથમથી જાળ પાથરેલી હતી તેમાં બધા સપડાઈ ગયા. પછી દૂર બેઠેલા વૃદ્ધને પૂછવા લાગ્યા કે “હવે અમારે શું કરવું?” ત્યારે બુઢ્ઢાએ કહ્યું “તમે સૌ અચેતન થઈને પડ્યા રહો, લેવા આવનાર તમને પાશમાંથી કાઢી કાઢીને નીચે ફેંકી દેશે. બઘાને ફેંકી દે એટલે એકી સાથે બધા ઊડી જજો.” હંસોએ તે શિખામણ ધ્યાનમાં રાખી. પછી પારઘી આવ્યો, બઘાને મૂવેલા જાણી દૂર ફેંકી દીધા. બઘા નીચે પડ્યા ત્યારે એક સાથે બધા ઊડી ગયા. પછી વૃદ્ધના બહુ વખાણ કરવા લાગ્યા અને કરેલ અવિનયની માફી માંગી. એમ વૃદ્ધની શિખામણ માની વિનય કરશે તે સુખી થશે અને તેની કીર્તિ વૃદ્ધિને પામશે.”
પાર્શ્વનાથ ચરિત્ર'માંથી – “ઘર્મના મૂળભૂત વિનય અને વિવેક અવશ્ય ગ્રહણ કરવા. તે ગુણો સત્સંગથી પ્રાપ્ત થાય છે. પ્રથમ સંગતિ કરવા લાયક સજનો કેવા હોય તે કહે છે : જે પર દૂષણને કહે નહીં, અલ્પ પણ પરગુણને વખાણે, પરઘન જોઈ સંતોષ પામે, પરને બાઘા જોઈ શોક કરે, આત્મશ્લાઘા ન કરે, નીતિનો ત્યાગ ન કરે, અપ્રિય કહ્યાં છતાં ઉચિત હોય તે ગ્રહણ કરે એવું સંતજનોનું ચરિત્ર હોય છે.” એવા સર્જનની સંગતિથી શું ફળ થાય તે કહે છે : “સત્સંગ દુર્ગતિને હરે છે, મોહને ભેદે છે, વિવેકને લાવે છે, પ્રેમને આપે છે, નીતિને ઉત્પન્ન કરે છે, વિનયને વિસ્તારે છે, યશને ફેલાવે છે અને ઘર્મને ઘારણ કરાવે છે. અહો! “સત્સંગ’ માણસોને શું શું અભીષ્ટ ઉત્પન્ન નથી કરતો અર્થાત્ સર્વ કરે છે.” (પૃ.૧૭૧) માટે કોઈનો અવિનય કરું નહીં. પણ સર્વનો યથાયોગ્ય વિનય કરું. ૨૨૫. ગળ્યા વિના દૂધ પીઉં નહીં.
દૂઘ ગાળીને ગરમ કરીને પીઉં. કારણ તેમાં વાળ હોય, કચરો હોય અથવા જીવજંતુ વગેરે હોય તેથી ગાળીને પીઉં. ૨૨૬. તે ત્યાગ ઠરાવેલી વસ્તુ ઉપયોગમાં લઉં નહીં.
સાત વ્યસન, સાત અભક્ષ્ય, રાત્રિભોજન, કંદમૂળ વગેરે તેં ત્યાગ ઠરાવેલી વસ્તુઓ છે. માટે ઉપયોગમાં લઉં નહીં.
બોઘામૃત ભાગ-૧'માંથી :- “(૧) જુગાર-લોભ મહા ખરાબ છે. જો તે છૂટે તો ઘણો જ લાભ
૧૧૮