________________
સાતસો મહાનીતિ
થાય એમ છે. એકદમ પૈસાદાર થઈ જવાની કામનાએ કરી સટ્ટા, લોટરી વગેરે કરવા નહીં. (૨-૩) માંસ અને દારૂ ત્યાગવા યોગ્ય છે. (૪) ચોરી ચોરી કરીને તુરત પૈસા આવે તે સારું લાગે છે, પણ જેનું પરિણામ ખરાબ આવે તે દુઃખદાયક છે, એમ સમજી કોઈને પૂછ્યા સિવાય શાક જેવી વસ્તુ પણ ન લેવી. લાખ રૂપિયાની કિંમતી ચીજ રસ્તામાં પડી હોય તે પણ લેવી નહીં. “એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત્ દુઃખ તે સુખ નહીં.” જેનું પરિણામ દુઃખદાયક છે તે કામ કદી કરવું નહીં, એમ કૃપાળુદેવે કહ્યું છે. (૫) શિકાર – કોઈ પણ જીવને ઇરાદાપૂર્વક મારવો નહીં. ઘણા માણસોને એવી ટેવ હોય છે કે માકડ, મચ્છર, ચાંચડ વગેરેને ઇરાદાપૂર્વક મારી નાખે છે. પણ તેમ કરવું નહીં. ચૂલો સળગાવતાં પણ લાકડાં ખંખેરીને નાખવાં જેથી જીવ હોય તે મરી જાય નહીં. -લીખ મારવી નહીં. (૬) પરસ્ત્રી અને (૭) વેશ્યાગમન - આ વ્યસનોથી આ લોક અને પરલોક બન્ને બગડે છે માટે તેમનું સેવન કરવું નહીં. લોકોમાં પણ તે નિંદ્ય છે માટે તેનો ત્યાગ કરવો.” (પૃ. ૯) ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ - ૨'માંથી -
मद्यमांसाशनं रात्रौ, भोजनं कंदभक्षणं ।
ये कुर्वंति वृथा तेषां, तीर्थयात्रा जपस्तपः ।। અર્થ– “જે મદ્ય પીવે, માંસ ખાય, રાત્રિ ભોજન કરે, કંદમૂળનું ભક્ષણ કરે તેઓની તીર્થયાત્રા, જપ અને તપ સર્વ વૃથા થાય છે.” તેમજ તેનું કરેલું એકાદશીનું વ્રત, રાત્રિ જાગરણ, પુષ્કરતીર્થની યાત્રા, અને ચાંદ્રાયણ વ્રત પણ વૃથા થાય છે એમ પદ્મપુરાણમાં કહ્યું છે.
चत्वारो नरकद्वाराः, प्रथमं रात्रिभोजनं ।
परस्त्रीगमनं चैव, संघानानंतकायिके । અર્થ - “ચાર નરકનાં દ્વાર છે, તેમાં પ્રથમ વાર રાત્રિભોજન, બીજાં પરસ્ત્રીગમન, ત્રીજો દ્વારા બોળ અથાણું અને ચોથું દ્વાર અનંતકાય (કંદમૂળનું ભક્ષણ) છે.” વળી આયુર્વેદમાં કહ્યું છે કે “જ્યારે સૂર્ય અસ્ત પામે છે ત્યારે હૃદયકમળ તથા નાભિકમળ સંકોચ પામે છે, એથી રાત્રિભોજન કરવું નહીં, તેમજ તેમ કરવાથી સૂક્ષ્મ જીવોનું ભક્ષણ થઈ જાય છે તે કારણથી પણ કરવું નહીં. (પૃ. ૧૬૭)
ગોરસ એટલે ઉના કર્યા વિનાના દૂઘ, દહીં અને છાશ – તેમાં જો દ્વિદલ મિશ્ર થાય તો તેમાં કેવલીગમ્ય સૂક્ષ્મ જંતુઓ ઊપજે છે. શાસ્ત્રમાં દ્વિદલનું લક્ષણ આ પ્રમાણે કહ્યું છે – “જેને પીલવાથી તેલ નીકળે નહીં અને પોલતાં બે દલ (દાલ) જુદા પડે તે દ્વિદલ કહેવાય છે, એરંડી, રાઈ વિગેરેને પીલવાથી બે દલ થાય છે પણ તેમાંથી તેલ નીકળે છે માટે તે દ્વિદલ ન કહેવાય.” આવા કઠોળની સાથે ટાઢાં દૂઘ, દહીં કે છાશ ખાવા નહીં. (પૃ.૧૩૦) ૨૨૭. પાપથી જય કરી આનંદ માનું નહીં.
હિંસા કરીને કે જાડું બોલીને અથવા ચોરી કરીને આનંદ માનું નહીં.
“મોક્ષમાળા વિવેચન'માંથી - “રૌદ્ર ધ્યાન – પાપ કરીને રાજી થાય તે રૌદ્ર ધ્યાન. તે પાપરૂપ છે. તેના ચાર ભેદ છે – હિંસાનંદી, મૃષાનંદી, ચૌર્યાનંદી અને પરિગ્રહાનંદી. એ રૌદ્રધ્યાનના ચાર ભેદ ત્યાગવા યોગ્ય છે. આના ત્રણ પ્રકાર સમજાય છે પણ પરિગ્રહાનંદ પાપ છે તે મનાતું નથી. પરિગ્રહ મેળવીને આનંદ માને, તેથી નરકે જાય.” (પૃ. ૧૭૫)
૧૧૯