________________
*બોધામૃત ભાગ-૩માંથી –
શ્રેણિક રાજાનું દૃષ્ટાંત–હિંસા કરી આનંદ માનવાનું ફળ દુર્ગતિ. “એક દિવસ શ્રેણિક શિકારે ગયેલા ત્યાં એક
હરણને તાકીને જોરથી બાણ માર્યું. તે હરણના શિકારને વીંધીને પાસે ઝાડ હતું તેમાં ચોંટી ગયું. તે જોઈ શ્રેણિકને પોતાના બાહુબળનું અભિમાન સ્ફુરી આવ્યું અને ખૂબ ધૂંધો અને અહંકારથી બોલ્યો, ‘દેખો મારું બળ, હરણના પેટની પાર થઈને ઝાડમાં પેસી ગયું છે. મારા જેવો બળવાન જગતમાં કોઈ હશે?’’ આમ આનંદમાં આવી પાપની પ્રશંસા કરતાં જે તીવ્ર ભાવો થયા તે વખતે તેણે નરકનું આયુષ્ય બાંધી દીધું.’’ (પૃ.૧૯૪) આમ પાપ કરી આનંદ માન્યો
તો નરકગતિનો બંધ પડ્યો. માટે પાપથી વિજય મેળવી આનંદ માનું નહીં. ૨૨૮. ગાયનમાં વધારે અનુરક્ત થઉં નહીં. *ત્રિષષ્ટિ શલાકાપુરુષ ચરિત્ર' ના આધારે -
સાતસો મહાનીતિ
-
M
ત્રિપુષ્ટ વાસુદેવનું દૃષ્ટાંત – ભગવાન મહાવીરે પોતાના પુષ્ટ વાસુદેવના ભવમાં, શય્યાપાળકને પોતે ઊંઘી ગયા પછી ગીત બંધ કરવાની આજ્ઞા કરી; પણ ગાયનમાં વધારે અનુરક્ત વાથી શય્યાપાળકે તે ચાલુ રાખ્યું. તેથી ત્રિપુષ્ટ વાસુદેવે તને યન વધુ પ્રિય છે એમ કહી કાનમાં ગરમાગરમ શીશુ રેડાવી યું. માટે ગાયનમાં વધારે અનુરક્ત થાઉં નહીં. તેના ફળમાં ગવાન મહાવીરના ભવમાં પણ કાનમાં ખીલા ઠોકાયા. ગાયનમાં મારે અનુરક્ત ધવાથી હરક્ષાઓ પણ પોતાના પ્રાણ ગુમાવે છે, ‘ધર્મામૃત'માંથી :– સંગીતમાં આસક્ત એવી રાણીએ જાને પણ તજ્યો.
દવરાતરાજાનું દૃષ્ટાંત દવરિત નામે અયોધ્યાનો રાજા હતો. તે પોતાની રાણી રક્તામાં ઘણો આસક્ત રહેતો અને રાજ્યકાર્યમાં બિલકુલ લક્ષ ન આપતો. તેથી મંત્રીઓએ તેના પુત્રને ગાદીએ બેસાડ્યો ત્યારે તે રક્તારાણીને સાથે લઈ રાજ્ય છોડીને ચાલ્યો. તેઓ જમના નદીને કાંઠે આવ્યાં ત્યારે રાણીને બહુ ભૂખ લાગી તેથી રાજા ભોજન લેવા ગામમાં ગયો. તેટલામાં તે રાણીએ એક પાંગળાને ગાયન લલકારીને બગીચામાં કોસ ખેંચતો જોયો. તેનો કંઠ બહુ મધુર હતો તેથી તે રક્તારાણી તેના પર મોહિત થઈ ગઈ. પછી રાજા આવ્યો ત્યારે રાણીએ સ્ત્રીચરિત્ર કરીને કપટથી તેને બાંધી લીધો અને બન્ને મળીને તેને જમના નદીમાં નાખી દીધો. પછી તે રક્તા પંગુ સાથે મોજ કરવા લાગી.
દેવરતિરાજા પુણ્યના પ્રતાપે નદીમાંથી બહાર નીક્શો અને ફરીથી બીજું રાજ્ય પામ્યો. પરંતુ હવે તે રાજા સ્ત્રીનો બિલકુલ વિશ્વાસ કરતો નહીં. તેમજ સ્ત્રીનું મુખ પણ જોતો નહીં, રક્તા રાણી
૧૨૦