________________
સાતસો માનીતિ
અને ચોથું કાગડાના માંસનો ત્યાગ કરવો. તે ચારેય નિયમ કુંવરે અંગીકાર કર્યા. મુનિએ કહ્યું પ્રાણ જાય તો પણ નિયમ તોડીશ નહીં.
એક દિવસ વંકચૂળ ઘણા ભીલો સાથે જંગલમાં આવ્યો. ત્યાં એક ઝાડ ઉપર સુંદર ફળો જોઈ તોડી લાવી વંકચૂળ આગળ મૂક્યા. ત્યારે તેણે કહ્યું શેના ફળ છે? ભીલોએ કહ્યું ઃ અમને ખબર નથી. ત્યારે વંકચૂળે અજાણ્યા ફળ ખાવાની ના પાડી. પણ બીજા બધાએ ખાધા તેથી બધા મરી ગયા. વંકચૂળ ઘરે આવી જોતાં પોતાની બહેન પુરુષના કપડાં પહેરી પોતાની સ્ત્રી સાથે સૂતેલી જોઈ, કોઈ પરપુરુષ છે એમ જાણી તેને મારવાનો વિચાર કર્યો. તે ગુરુની આજ્ઞા પ્રમાણે સાત ડગલાં પાછા હઠી ઘા કરતાં તલવાર દિવાલે અથડાઈ અને બહેન જાગી ગઈ અને બોલી કોણ ? ભાઈ તમે. આમ નિયમના કારણે આ બીજું અનર્થ થતાં અટક્યું. તેથી ગુરુના વચન ઉપર વિશેષ શ્રદ્ધા આવી.
એક વખત રાજાના મહેલમાં ચોરી કરવા જતાં બારીમાં જેવો હાથ નાખ્યો કે રાણીના હાથને જ લાગ્યો. રાણી તેના ઉપર મોહિત થઈ ગઈ અને પોતાની સાથે દુર્વ્યવહાર કરવા જણાવ્યું. વંકચૂળે કહ્યું તમે કોણ છો ? રાણીએ કહ્યું “હું રાજાની રાણી છું. ત્યારે તેણે કહ્યું – તમે તો મારી માતા સમાન છો. વંશૂળે ન માનવાથી રાણીએ બૂમાબૂમ કરી તેને પકડાવ્યો.
રાજા રાત્રિની બધી હકીકત જાણતો હતો. છતાં સભામઘ્યે વંકચૂળને કહ્યું : તું મારી રાણીને લઈ જા. ત્યારે તેણે કહ્યું : એ તો મારી માતા સમાન છે. હું લઈ જઈશ નહીં. રાજાએ ફાંસીની શિક્ષા આપી તો પણ ડર્યો નહીં. મંત્રી ફાંસી ઉપર ચઢાવવા લઈ ગયો. રાજાએ અંદરથી ફાંસી નહીં આપવાની ભલામણ કરી હતી. આવી વંકચૂળની દૃઢતા જોઈ રાજાએ તેને યુવરાજપદ આપ્યું. પછી ચંદ્રયશાસૂરિ પધાર્યા ત્યારે તેમનો ઉપદેશ સાંભળી શ્રાવકના વ્રત અંગીકાર કર્યાં.
અંત સમયે લડાઈમાં ઘણા ઘા વાગ્યા. તેની રૂઝ માટે બીજા ઔષધ કારગત ન લાગવાથી કાગડાના માંસની વૈદ્ય ભલામણ કરી. ત્યારે વંકચૂળ કહે મારું મૃત્યુ ભલે થાય. હું ગુરુ આજ્ઞાનો ભંગ કદી કરીશ નહીં. પછી સમાધિપૂર્વક દેહ ત્યાગી બારમા દેવલોકમાં બાવીસ સાગરોપમના આયુષ્યવાળો દેવ થયો. ત્યાંથી ચ્યવી અનુક્રમે સિદ્ધિપદને પામશે. આમ મૃત્યુને સ્વીકારું પણ ગુરુ આજ્ઞાનો ભંગ કરું નહીં. ૨૨૪, અવિનય કરું નહીં.
કોઈનો અવિનય કરું નહીં. પણ સર્વનો યથાયોગ્ય વિનય કર્યું.
‘મોક્ષમાળા વિવેચન'માંથી – ''ગુરુનો વિનય કરે તેથી શાસ્ત્રાભ્યાસ થાય, જ્ઞાન થાય, તેથી વિરતિ આવે, તેથી ચારિત્રમોહ ટળે, ત્યારે કેવળજ્ઞાન પામી મોક્ષે જાય. એમ વિનયથી તત્ત્વની એટલે શુદ્ધાત્માની સિદ્ધિ અથવા મોક્ષ થાય છે.'' (વિ.પૂ. ૭૮)
*સમાધિ સોપાન'માંથી – “જેને માથે ગુરુ બિરાજે છે તે ભાગ્યશાળી છે. વિનયવંત, :માનરહિત પુરુષ સર્વ કાર્ય ગુરુને જણાવી દે છે. આ કળિકાળમાં મદ રહિત કોમળ પરિણામ સહિત સર્વત્ર પ્રવર્તે છે તેને ઘન્ય છે. ઉત્તમ પુરુષો, બાળક, વૃદ્ધ, નિર્ધન, રોગી, મૂર્ખ, નીચ પ્રત્યે પણ યથાયોગ્ય પ્રિય વચન, આદરસત્કાર, સ્થાન, દાન આપવાનું કદી ચૂકતા નથી. (સ.સો.પૃ.૨૭૫)
કઠોર પરિણામીને શિક્ષા અસર કરતી નથી. સજ્જન પુરુષો અવિનયી, કઠોર પરિણામીને દૂરથી ત્યાગવાના ભાવ રાખે છે. જેવી રીતે પથ્થરમાં પાણી પ્રવેશ કરી શક્યું નથી, તેવી રીતે સદ્ગુરુનો ઉપદેશ કઠોર પરિણામીના હૃદયમાં પ્રવેશ કરી શકતો નથી. જે પથ્થર કે કાષ્ઠ આદિ નરમ હોય તેને વાળ વાળ
૧૧૭