________________
સાતસો માનીતિ
વ્રતધારી હોવાથી તેણે તે લીધું નહીં. તેની પાછળ રહેલા જસાએ તે દીઠું અને ઉપાડી લીધું. ‘હું દેવાને પણ ભાગ આપીશ' એમ વિચાર્યું. પછી તેઓ બીજા મોટા ગામે આવ્યા. ત્યાં તેણે કુંડળ છાની રીતે વેચ્યું. અને તે દ્રવ્ય તેમજ સાથે લાવેલ દ્રવ્યથી બન્ને જણાએ કેટલીક વસ્તુઓ ખરીદી; પછી પોતાને ગામ આવ્યા. ત્યાં વસ્તુ વહેંચી લેતા દેવાએ કહ્યું – “આટલી બધી વસ્તુ શી રીતે આવી? આપણી પાસે આટલું દ્રવ્ય તો નહોતું.’’ એટલે જસાએ કહ્યું કે –“મેં માર્ગમાં પડેલ કુંડળ લીધું હતું તે વેચતાં આવેલા દ્રવ્યથી આ વસ્તુઓ ખરીદી છે.’' દેવો કહે કે ‘હું તેમાંથી ભાગ લેવાનો નથી. તે લઉં તો મારું છે તે પણ ચાલ્યું જાય.’ ત્યારે જસો કહે – ‘તારો એવો વિચાર હોય તો તારી મરજી.' પછી દેવાએ પોતાના દ્રવ્યથી લીધેલી વસ્તુઓ જ લીધી, બીજી બધી જસાને આપી દીધી.
દૈવયોગે તે રાત્રે જ ચોરો આવ્યા અને જસાની બધી વસ્તુ ઉપાડી ગયા. સવારે ગામમાં જે વસ્તુ દેવો લાવ્યો તેની અછત થવાથી કિંમત વધી, એટલે દેવાને પોતાની વસ્તુના સારા પૈસા ઉપજ્યા; તે સુખી થયો અને જસો નિર્ધન થઈ જવાથી દુઃખી થયો. દેવાએ તેને કેટલીક લક્ષ્મી આપીને સુખી કર્યો. પછી તે પણ દેવાની જેવો શ્રાવક બની વ્યવહાર શુદ્ધિથી દ્રવ્ય મેળવવા લાગ્યો, તેની બુદ્ધિ પણ નિર્મળ થઈ અને દ્રવ્ય વૃદ્ધિ પામ્યું; માટે ઉત્તમ પુરુષોએ ન્યાયથી જ દ્રવ્ય મેળવવું; અર્થાત્ નીતિપૂર્વક ચાલવું.'' (પૃ.૧૪૮) ૨૨૩. તારી આજ્ઞા તોડું નહીં.
‘બોઘામૃત ભાગ - ૧'માંથી :- “સત્પુરુષની આશા એ જ ખરો માર્ગ છે, નાગને પાર્શ્વનાથ ભગવાને સ્મરણમંત્ર સંભળાવ્યો, તેથી તે ઘરણેન્દ્ર થયો, નહીં તો નાગ નરકે જાય. ભીલે એક ‘મારે કાગડાનું માંસ નથી ખાવું' એટલી જ આશા આરાધી, જેથી મરીને તે દેવ થયો, પછી શ્રેણિક રાજા થયો, અનાથીમુનિ મળ્યા ત્યારે સમતિ પામ્યો અને મહાવીર ભગવાન મળ્યા ત્યારે ક્ષાયિક સમતિ થયું અને તીર્થંકર ગોત્ર બાંધ્યું.' (પૃ.૫૧)
* જીવ જ્ઞાનીની આજ્ઞાનું આરાધન કરવા માંડે તો પછી પાપની પ્રવૃત્તિ સહેજે ઓછી થાય અને સમયે સમયે જો ઉપયોગ આજ્ઞામાં પ્રવર્તાવે તો પછી પાપ તો થાય જ ક્યાંથી? કારણ કે જે કામ કરવા માંડે તે પહેલાં જ વિચાર આવે કે એમાં આજ્ઞા પળાય છે કે કેમ ? જો નથી પળાતી તો તે કામ થાય નહીં’’ (પૃ. ૩૩) ‘શીલોપદેશમાળા’ના આધારે :– પ્રાણ જતાં પણ આજ્ઞાનો ભંગ કરું નહીં
હે ભગવાન! તેં જે જે આજ્ઞા કરી હોય તે હું ન તોડું, વેંક્યૂલની જેમ. વંકચૂલે પોતાના પ્રાણ જતા કર્યા પણ જ્ઞાનીપુરુષે જે આજ્ઞા આપી હતી તેનો ભંગ કર્યો નહીં.
વંકચૂળનું દૃષ્ટાંત–વંકચૂળ રાજાનો કુંવર હતો. પણ વ્યસનોમાં પડવાથી રાજાએ કુંવરને દેશનિકાલ આપ્યો. તે પોતાની પત્ની અને બહેનને સાથે લઈ નીકળી પડ્યો. જંગલમાં ભીલોનો રાજા થયો. ત્યાં મુનિઓ વિહાર કરતા કરતા આવી ચઢ્યા. મુનિઓએ કુંવરને કહ્યું – વર્ષાઋતુ નજીક આવી ગઈ છે તેથી અમે વિહાર કરી શકીએ એમ નથી. માટે અમને રહેવા માટે સ્થાન આપો. ત્યારે વંક્યૂબે કહ્યું—રહેવા માટે સ્થાન આપું પણ તમારે અહીં ઉપદેશ આપવો નહીં. મુનિએ આ વાત કબુલ કરી. ચોમાસું પુરુ થયે મુનિઓ વિહાર કરી જતા હતા ત્યારે વંકચુળ પણ વળાવવા આવ્યો. ત્યારે મુનિએ કહ્યુતું કંઈ નિયમ લે. તેણે કહ્યું શું નિયમ લેવો? મુનિએ કહ્યું આ ચાર નિયમ લે. એક તો અજાણ્યું ફળ ખાવું નહીં. બીજું કોઈને ઘા કરે તો સાત ડગલાં પાછા વળીને ઘા કરવો. ત્રીજું રાજાની રાણીનું સેવન ન કરવું
૧૧૬