________________
સાતસો મહાનીતિ
કરવું તે સર્વ અનીતિ છે. આ સાતસો વાક્ય પણ નીતિ જ બતાવે છે. તે નીતિ જ નહીં પણ મહાનીતિઓ છે. તે પ્રમાણે આત્માર્થીએ વર્તવું જોઈએ.
“શ્રીમદ્ રાજચંદ્ર'માંથી :- “જે મુમુક્ષજીવ ગૃહસ્થ વ્યવહારમાં વર્તતા હોય, બે તેણે તો અખંડ નીતિનું મૂળ પ્રથમ આત્મામાં સ્થાપવું જોઈએ. નહીં તો ઉપદેશાદિનું નિષ્ફળપણું થાય છે.
દ્રવ્યાદિ ઉત્પન્ન કરવા આદિમાં સાંગોપાંગ ન્યાયસંપન્ન રહેવું તેનું નામ નીતિ છે. એ નીતિ મૂકતા પ્રાણ જાય એવી દશા આવ્યું ત્યાગ વૈરાગ્ય ખરા સ્વરૂપમાં પ્રગટે છે, અને તે જ જીવને સત્પરુષનાં વચનનું તથા આજ્ઞાધમેનું અભુત સામર્થ્ય, માહાભ્ય અને રહસ્ય સમજાય છે; અને સવે વૃત્તિઓ નિજપણે વર્તવાનો માર્ગ સ્પષ્ટ સિદ્ધ થાય છે.' (વ.પૃ.૩૯૮)
“અમુક નિયમમાં ‘ન્યાસસંપન્ન આજીવિકાદિ વ્યવહાર’ તે પહેલો નિયમ સાધ્ય કરવો ઘટે છે. એ નિયમ સાધ્ય થવાથી ઘણા આત્મગુણો પ્રાપ્ત કરવાનો અધિકાર ઉત્પન્ન થાય છે.” (વ.પૃ.૩૪)
“બોઘામત ભાગ - ૧'માંથી :- “જ્ઞાનીપુરુષોનો ઉપદેશ સર્વસંગ પરિત્યાગ કરાવવાનો હોય છે. ન્યાયનીતિનું ઘન પ્રાપ્ત કર્યું હોય, તે પણ મૂકવાનો ઉપદેશ છે, તો અન્યાયથી દ્રવ્ય ઉપાર્જન અંશે પણ કરવાનો ઉપદેશ કેમ હોય? રાજ્યના કાયદા જેવા હોય તે મુજબ વર્તવું જોઈએ. પોતાની આવક ઉપર વેરો સરકારમાં ભરવાનો આવે તો સાચી રીતે આપવામાં આવે તેથી ઘન ઓછું થઈ જતું નથી. પોતાની ખોટી કલ્પના છે કે સરકારના કાયદા પ્રમાણે ચાલી શકાય તેવું નથી. તેમ કરવાથી પૈસાદાર થઈ જવાતું નથી. તેમ વેરો બરાબર સાચી રીતે ભરવાથી ભિખારી થઈ જવાતું નથી. નસીબમાં માંડ્યું હોય તેટલું જ રહે છે. તેને ગમે તે રસ્તે બચાવવા ઘારીએ તો તેમ થઈ શકે તેમ નથી. તેમ કરવામાં ખોટા ચોપડા બનાવવા પડે છે, તે પોતાને ચોરી કરવા જેવું લાગે છે કે નહીં? જ્યારે પોતાને તે કરવું ઠીક ન લાગતું હોય તો જ્ઞાની પુરુષો તેમાં સંમતિ કેમ આપે? જો આપણાથી રાજ્યના કાયદાનું પાલન ન થઈ શકે તો બીજા રાજ્યમાં જવું. રાજ્યમાં રહેવું હોય તો તેના કાયદા પણ પાળવા જોઈએ.”
ગોપાળદાસનું દ્રષ્ટાંત – નીતિમય જીવન. “ગોપાળદાસ પંડિત હતા. તે સત્યવક્તા હતા. એક વખત પોતાના નાના છોકરા સાથે ગાડીમાં મુસાફરી કરતા હતા. મુસાફરી લાંબા ટાઈમની હતી. ટિકિટ તપાસનારે આવી છોકરાની ઉંમર પછી ત્યારે ગોપાળદાસ તરફથી જવાબ મળ્યો કે ત્રણ વર્ષ પૂરાં થતાં અગાઉ મુસાફરી શરૂ કરેલી તેથી ટિકિટ લીધી નથી. આજે ત્રણ વર્ષ ઉપર એક દિવસ થયો. જે ટિકિટનો ચાર્જ થતો હોય તે હું આપવા તૈયાર છું. આવા પુરુષો પણ ગૃહસ્થ વ્યવહારમાં હોય છે.” (બો-૧ પૃ.૧૬)
“બોઘામત ભાગ-૩'માંથી :- “ન્યાયનીતિથી વર્તવું એ ઘર્મનો પાયો છે. પ્રાણ જાય પણ સત્ય આદિ નીતિનો ભંગ ન થાય એમ વર્તે તેને સત્પરુષનો બોઘ પરિણામ પામે છે. માટે નુકશાન વેઠીને પણ આત્માને લૂંટાતો અટકાવવો. અનીતિથી કોઈ સુખી થયું નથી.” (પૃ.૭૪૯)
‘હિતશિક્ષાના રાસનું રહસ્ય'માંથી :નીતિ અનીતિનું ફળ
ઉત્તમ પુરષ વ્યવહાર શુદ્ધિ વડે દ્રવ્ય મેળવે છે, અને એવી રીતે મેળવેલું ઘન થોડું હોય તો પણ ઘણું થઈ પડે છે. આ સંબંધમાં બે વણિકનું દ્રષ્ટાંત છે તે નીચે પ્રમાણે :
દેવા અને જસાનું દ્રષ્ટાંત - દેવો અને જસો એ નામના બે મિત્રો એક ગામમાં રહેતા હતા. તે નિર્ધન હોવાથી દ્રવ્ય મેળવવા માટે પરદેશ ચાલ્યા. માર્ગમાં એક સોનાનું કુંડળ પડેલું દેવાએ દીઠું. તે
૧૧૫