________________
સાતસો મહાનીતિ
(વી
સારી રીતે લખું ?
- ની સારી રીતે લખુ કરી બાદશાહ પાસે આવીને કહ્યું કે “સાહેબ! મારી પાસે ચોરાસી હજાર
દ્રવ્ય છે.” બાદશાહે વિચાર્યું કે, “મેં તેની પાસે આથી થોડું દ્રવ્ય છે એમ સાંભળ્યું હતું
અને આ શાહુકારે તો વધારે કહ્યું, માટે તે બરાબર સત્ય કહે છે.” આથી ખુશી થઈ રાજાએ મહણસિંહને પોતાનો કોશાધ્યક્ષ બનાવ્યો. માટે હૃદયથી બીજું રૂપ રાખી અસત્ય ભાષણ કરું નહીં. ૨૨૧. સેવ્યની શુદ્ધ ભક્તિ કરું. (સામાન્ય)
સેવવા યોગ્ય એક પુરુષ છે. તેમની મન, વચન અને કાયાથી તન્મયપણે ભક્તિ કરું; જેથી આખું જગત ભુલાઈ જઈ તપુરુષના ગુણોમાં તલ્લીનતા આવે.
“ગુરુભક્તિ સે લાહો તીર્થપતિપદ શાસ્ત્રમ્ વિસ્તાર હૈ.” -નિત્યક્રમ “વીસ સ્થાનક પદ કથા સંગ્રહમાંથી - રાજાએ ગુરુભક્તિથી મેળવેલ તીર્થંકર પદ
પુરષોત્તમ રાજાનું દ્રષ્ટાંત – અમૃત સમાન ગુરુની દેશના શ્રવણ કરી પુરુષોત્તમ રાજા પ્રતિબોધ પામી કહેવા લાગ્યો – “હે કરુણાનિધિ!આ અનંત સંસારમાં પરિભ્રમણ કરી અનેક જન્મમરણના દુઃખથી ભય પામી હું આપના શરણે આવ્યો છું, તો મને તે દુઃખથી મુક્ત કરનાર ચારિત્ર આપી ઉપકાર કરો.'
ગુરુ- “હે દેવાનુપ્રિય! તને જેમ સુખ ઉત્પન્ન થાય તેમ કર, ઘર્મને વિષે જરા પણ વિલંબ ન કર.'
પછી ગુરુની આજ્ઞા લઈ નૃપતિએ રાજભુવનમાં આવી સાતે ક્ષેત્રમાં પુષ્કળ દ્રવ્ય વાપરી પુરુષસિંહ નામના પોતાના કુમારને રાજગાદીએ સ્થાપન કરી મંત્રી સહિત મહોત્સવપૂર્વક મુનીશ્વર પાસે ચારિત્ર અંગીકાર કર્યું. અનુક્રમે ગુરુ પાસે સર્વ ક્રિયા શીખી સમિતિગુણિયુક્ત નિરતિચારપણે ચારિત્રનું પાલન કરતાં નવ પૂર્વઘર થયા.
એક દિવસ અપ્રમત રાજર્ષિમુનિ શુભ ધ્યાનમાં રહી આ પ્રમાણે ચિંતવવા લાગ્યા – “અહો! સમ્યજ્ઞાનરૂપ ચક્ષના આપનાર, દુર્ગતિથી તારનાર, એવા સદગુરુનો કરોડો ઉપાય કર્યો છતે પણ ઉપકાર વાળી શકાય તેમ નથી. માતા, પિતા, પુત્ર, મિત્ર અને સ્ત્રી વિગેરે તો કેવળ આ ભવને વિષે પોતાના સ્વાર્થ અર્થે જ ઉપકાર કરે છે, પરંતુ ગુરુમહારાજ તો નિઃસ્વાર્થપણે ઉપકાર કરનારા છે, તેથી ખરા માતાપિતા તો ગુરુમહારાજ જ છે; આ પ્રમાણે વિચારી પોતાના મનમાં અભિગ્રહ ઘારણ કર્યો કે “આજથી મારે નિરંતર ગુરુજનની ભક્તિ કરવી.” આવો અભિગ્રહ ઘારણ કરી નિરંતર અખ્ખલિતપણે ગુરુની તેત્રીશ આશાતના ત્રિવિધે તજી ગુરુના છત્રીશ ગુણોનું ચિંતવન કરી સ્વમુખે અન્યની આગળ ગુરુના ગુણનું કીર્તન કરતાં રાજાએ ઉત્કૃષ્ટ પુણ્ય ઉપાર્જનથી તીર્થંકર નામકર્મનો નિકાચિત બંધ કર્યો.”
સમાધિસોપાન'માંથી – “આચાર્યભક્તિ એ જ ગુરુભક્તિ છે. ઘનભાગ્ય જેનાં હોય તેને વીતરાગ ગુરુના ગુણોમાં અનુરાગ ઉત્પન્ન થાય છે. ઘન્ય પુરુષો મસ્તક ઉપર સગુરુની આજ્ઞા ચઢાવે છે. આચાર્ય છે તે અનેક ગુણોની ખાણ છે. શ્રેષ્ઠ તપના ઘારક છે. એમના ગુણ મનમાં ઘારણ કરીને પૂજવા લાયક છે, અર્ધ ઉતારવા લાયક છે, આગળ પુષ્પાંજલિ મૂકવા લાયક છે. એવી ભાવના કરવી કે આવા સદુ ગુરુના ચરણનું મને શરણ હો!” (સ.પૃ. ૨૧૨) ૨૨૨. નીતિથી ચાલું.
ભગવાનના કહ્યા પ્રમાણે વ્યવહારમાં કે પરમાર્થમાં પ્રવર્તવું તે નીતિ છે. તેનાથી વિરુદ્ધ વર્તન
૧૧૪