________________
સાતસો મહાનીતિ
ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ૫માંથી :- રાગનું ફળ આર્તધ્યાનથી મૃત્યુ વસુભૂતિનું દૃષ્ટાંત– વસંતપુર નગરમાં શિવભૂતિ અને વસુભૂતિ નામના બે ભાઈઓ રહેતા હતા. એકદા મોટાભાઈ શિવભૂતિની સ્ત્રી કમલશ્રીએ કામદેવ જેવા
પોતાના દિયર વસુભૂતિને જોઈ તેના પ્રત્યે રાગ ઉત્પન્ન થવાથી ભોગને માટે તેની પાસે યાચના કરી. ત્યારે વસુભૂતિ બોલ્યો- ભાભી! ‘મોટાભાઈની પત્ની તો માતા સમાન છે', એમ નીતિ શાસ્ત્રમાં કહ્યું છે. વસુભૂતિએ ઘણી સમજાવવા છતાં તે ન સમજી તેથી એક દિવસ સર્વથા સ્ત્રીસંગનો ત્યાગ કરી વસુભૂતિ દીક્ષા લઈ વિહાર કરવા લાગ્યો. તે ખબર જાણી તેની ભાભી આર્તધ્યાનથી મૃત્યુ પામી કૂતરી થઈ. વસુભૂતિમુનિને ગોચરી માટે ફરતા જોઈ પૂર્વરાગના કારણે તે કૂતરી મુનિની સાથે જ રોજ ચાલવા લાગી. તેથી મુનિને લજ્જા આવવાથી તેની દૃષ્ટિ ચુકવી ત્યાંથી જતા રહ્યાં. મુનિને નહીં જોવાથી તે કૂતરી આર્તધ્યાનથી મૃત્યુ પામી કોઈ વનમાં વાનરી થઈ. કૂતરીની જેમ વાનરી મુનિની સાથે ફરવા લાગી. મુનિ વિચારવા લાગ્યા કે ‘‘અહો ! કર્મની ગતિ કેવી ગહન છે?’’ એને ભૂલાવી મુનિ બીજે જતા રહ્યા તો વાનરી આર્તધ્યાનથી મૃત્યુ પામી કોઈ જળાશયમાં હંસી થઈ. મુનિ એકદા શીત પરિષહ સહન કરવા માટે પ્રતિમા ધારણ કરીને ઊભા હતા, તેમને જોઈ હંસી કામાતુર થઈ. બન્ને પાંખો વડે મુનિને આલિંગન કર્યું. મુનિ શુભધ્યાનમાં મગ્ન રહ્યા. પછી અન્યત્ર વિહાર કર્યો. મુનિને નહીં જોવાથી હંસી આર્તધ્યાન વડે મુનિનું સ્મરણ કરતી મૃત્યુ પામીને વ્યંતરી થઈ. વિભંગજ્ઞાન વડે જાણ્યું કે પૂર્વભવમાં મારા દિયરે મારી વાત માની નહીં તેથી ક્રોધ કરી મુનિને હણવા તૈયાર થઈ. મુનિના ધ્યાન અને તપના પ્રભાવથી તેમને મારી શકી નહીં. તેથી અનુકૂળ ઉપસર્ગો શોધવા લાગી. તે વખતે મુનિએ આત્મધ્યાનમાં આરૂઢ થઈ કેવળજ્ઞાન પ્રગટાવ્યું. મોહ દૃષ્ટિથી નિરખવાનું ફળ આવી અનેક કુયોનિઓમાં ભટકવાનું આવ્યું માટે તેમ કરું નહીં. પણ નેત્ર વડે વીતરાગમુદ્રાના દર્શન કરી કે સત્પુરુષના વચનો વાંચી વિચારી આત્માને પવિત્ર કરું. ૨૨૦. હૃદયથી બીજું રૂપ રાખું નહીં.
હૃદયમાં બીજો ભાવ રાખું નહીં. જેવું અંતરમાં હોય તેવું જ કહ્યું.
‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી – ‘કોઈને અંતઃકરણ આપશો નહીં, આપો તેનાથી ભિન્નતા રાખશો નહીં; ભિન્નતા રાખો ત્યાં અંતઃકરણ આપ્યું તે ન આપ્યા સમાન છે.’’ (વ.પૃ.૧૫૫)
‘શ્રી સમાધિસોપાન’માંથી – “આત્માનું કલ્યાણ ઇચ્છનારે આર્જવ (સ૨ળતા) ઘર્મનું અવલંબન લેવું ઘટે છે. જેવું મનમાં ચિંતવ્યું હોય, તેવું જ બીજાને વચનથી કહેવું, અને તે પ્રમાણે કાયાએ કરીને વર્તવું, તે સુખની ખાણરૂપ આર્જવ ધર્મ છે. માયાચારરૂપ શલ્ય મનમાંથી દૂર કરી, ઉજ્જવળ, પવિત્ર આર્જવ ધર્મનો વિચાર કરો. કેમકે માયાચારીનાં વ્રત, તપ, સંયમ સર્વ નિરર્થક છે. આર્જવ ધર્મ મોક્ષમાર્ગના મિત્રરૂપ છે. કુટિલ વચન ન બોલે તેને આર્જવ ધર્મ પ્રાપ્ત થાય છે. આર્જવ ધર્મ છે તે સમ્યક્દર્શન, સમ્યક્ જ્ઞાન અને સમ્યરિત્રનું અભેદ સ્વરૂપ છે; અતીંદ્રિય સુખનો ખજાનો છે; અતીંદ્રિય અવિનાશી સુખ પ્રાપ્ત કરાવવા સમર્થ છે; સંસારસમુદ્ર તરવાનું જહાજ છે.’’ (સ.પૃ.૨૭૬)
ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૨'માંથી :– સત્યનો સદા જય
મહણસિંહનું દૃષ્ટાંત – દિલ્લી શહેરમાં મહણસિંહ નામે એક શાહુકાર હતો. તે સત્યવાદી અને શુદ્ધ વ્યવહારવાળો છે એવી તેની પ્રશંસા સાંભળી બાદશાહે તેને બોલાવીને પૂછ્યું કે, ‘તમારી પાસે કેટલું ઘન છે’? મહણસિંહે જવાબ આપ્યો કે, ‘હું ચોપડા જોઈ લેખ કરીને આપને કહીશ.’ એમ કહી ઘેર આવી
૧૧૩