SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ સાતસો મહાનીતિ જોઈ કાકી કહેવા લાગી કે જોયું એણે કેવું કર્યું. કાકા કહે આમાં ભૂલ આપણી છે. એણે પથરો મૂકી આપણી આંખ ઉઘાડી છે કે લોકોને પહેલા જમાડવા જોઈએ, પછી આપણે જમવું જોઈએ. એમ કહી કાકા બઘાને પીરસવા લાગ્યા. તે વખતે ભત્રીજો ગળગળો થઈને કાકાને પગે પડ્યો અને કહેવા લાગ્યો કે કાકા તમે ખરેખર ક્રોધને જીત્યો છે. તમારી પરીક્ષા કરવાને માટે જ મેં આ બધું કર્યું છે. એ અભ્યાસ આપણે કરવાનો છે. એકદમ રોષ એટલે ક્રોઘ ન જીતાય તો થોડો થોડો અભ્યાસ કરે તો ક્રોથ ઓછો થાય. મનમાં લાગવું જોઈએ કે ક્રોઘ એ દોષ છે, તે મારે કાઢવો છે. ક્રોઘ મારા આત્માને બાળનાર છે. તે વડે પહેલો હું જ બળું છું. માટે કોઈને કંઈ પણ કહ્યાથી રોષ આણું નહીં, પણ ક્રોધને જીતવાનો અભ્યાસ કરું. ૨૧૮. ત્રિદંડથી ખેદ માનું નહીં. મન, વચન, કાયાને સંયમમાં રાખતાં ખેદ માનું નહીં. એના માટે શારિરીક કે માનસિક ત્રાસ આવી પડે તો પણ સમતાભાવે સહન કરું. ૧. મનમાં જે જે સંકલ્પ વિકલ્પ આવે તેથી આત્મા દંડાય છે અર્થાતુ નવા નવા કર્મ બાંધે છે અને તેના ફળમાં ચારે ગતિમાં દુઃખ પામે છે. પણ મન દંડથી ખેદ ન પામતાં પોતાના મનમાં જે જે દુષ્ટ વિચારો આવે તેને પ્રાયશ્ચિત્ત વડે શુદ્ધ કરું. એમ મનને પવિત્ર કર્યા પછી ખેદનું કારણ રહે નહીં. ૨. વચનથી કોઈને ગમે તેમ બોલી જવાયું હોય તો પણ જીવ દંડાય છે. તેથી મીઠા વચન વડે માફી માગી તે વચનના ખેદને દૂર કરું. ૩. આપણી કાયા કોઈને દુઃખનું કારણ બની હોય તો પણ જીવ દંડાય છે. તેથી તે દોષ નિવારવા તેનો વિનય કરી ખેદને દૂર કરું. આમ ત્રિદંડથી ખેદ માનું નહીં પણ તેનો યથાયોગ્ય ઉપાય કરી ભાવની શુદ્ધિ કરું. “ઉપદેશામૃત'માંથી :- “મનમાં સંકલ્પ-વિકલ્પ આવે છે તેથી ગમે તો બમણા આવોને! પરંતુ તે સંકલ્પ-વિકલ્પ આવ્યા કોને? તો કે મને. એમ જે કહે છે તે “હું” સંકલ્પ-વિકલ્પથી કેવળ ન્યારો છું; હું અને તે એક નથી. આકાશ અને ભૂમિને જેટલું અંતર છે તેટલું જ તેને અને મારે અંતર છે.” (પૃ. ૩૪૩) ૨૧૯. મોહદ્રષ્ટિથી વસ્તુ નીરખું નહીં. રાગભાવ વડે સ્ત્રી કે કોઈપણ વસ્તુને નીરખું નહીં. શ્રીમદ રાજચંદ્ર'માંથી - “સ્ત્રીના સ્વરૂપ પર મોહ થતો અટકાવવાને વગર ત્વચાનું તેનું રૂપ વારંવાર ચિંતવવા યોગ્ય છે.” (વ.પૃ.૧૫૬) મોહિનીભાવ વિચાર અધીન થઈ, ના નીરખું નયને પરનારી; પથ્થરતુલ્ય ગણું પરવૈભવ, નિર્મળ તાત્ત્વિક લોભ સમારી!'' (વ.પૃ.૯૦) ભાવાર્થ - (૧) મોહિનીભાવ=રાગ ભાવ=કામ વિકારને વશ થઈ પરસ્ત્રીને આંખો વડે ન જોઉં. પરાયા વૈભવને પથ્થર સમાન ગણી ન ઇચ્છું અને નિર્મળ તત્ત્વ જાણવાની અભિલાષા રાખીને લોભને સવળો કરું. આખું જગત કનક અને કાંતાથી લોભાયું છે. એ ઘન અને વિષયનો લોભ મૂકીને નિર્મળ તત્ત્વ જાણવાનો લોભ કરું. એમ લોભને સમો એટલે સવળો કરું. મોક્ષમાળા વિવેચન (પૃ.૧૦૮) ૧૧૨
SR No.009139
Book TitleSatso Mahaniti
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size157 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy