________________
સાતસો મહાનીતિ
૨૧૭. કોઈના કહ્યાથી રોષ આણું નહીં.
કોઈ કંઈ કહે તેના પ્રત્યે રોષ એટલે ગુસ્સે થાઉં નહીં; પણ ખમી ખૂંદવાનો , અભ્યાસ કરું.
“ઉપદેશામૃત' માંથી – “જગત ગમે તેમ કહે તેના સામું જોવું નહીં. સૌની સાથે સંપ રાખવો. કંઈ સમજણ નથી, કંઈ સમજતો નથી એમ કહે તો પણ ખમી ખૂંદવું. માન જીવનું ભૂંડુ કરે છે, માન વેરી છે. બીજા તરફથી વઘારે માન મળતું હોય કે જીવ બીજા ઉપર વધારે વહાલ કરે તો તે રાગ બંઘનું કારણ છે, તેમજ Àષ કરે તો કૅષ પણ બંઘનું કારણ છે. તો બંઘના કારણ એવા કોઈના રાગ કે વહાલની ઇચ્છા સમજુ જીવો રાખતા નથી; પણ સમભાવ રાખી, જાણ્યું ન જાણ્યું કરી, ખમીખૂંદે છે. માટે તે માન મૂકી સૌનાથી નાના થઈ જાણે કંઈ સમજતો નથી એમ રહેવું. કોઈ કંઈ શિખામણ દે તો તેને કહેવું કે તમારું કહેવું સાચું છે. આત્મહિત થતું હોય તો તેમ કરી લેવું; પણ છણકા કરવા નહીં, કે ખીજાવું નહીં.” (ઉ.પૃ.૯૫)
તપસ્વી મુનિનું દ્રષ્ટાં- ક્રોઘ વડે મુનિમાંથી બનેલ ચંડકૌશિક નાગ. એક તપસ્વી મુનિ અને તેનો શિષ્ય બહાર દિશાએ ગયા હતા. રસ્તામાં ગુરુજીના પગ નીચે નાની દેડકી કચરાઈ ગઈ. શિષ્ય ગુરુજીને ઉપાશ્રયમાં આવ્યા પછી યાદી આપી કે દેડકી મરી ગઈ તેનું પ્રાયશ્ચિત્ત કરવાનું છે. ફરી સાંજે પ્રતિક્રમણ વખતે પણ યાદ દેવડાવ્યું. તેથી ગુરુજીને ક્રોઘ ચઢ્યો અને શિષ્યને મારવા માટે ઊઠીને દોડ્યા. પણ ક્રોધથી આંધળા બનેલા તપસ્વી ગુરુ થાંભલા સાથે અથડાયા અને મૃત્યુ પામી જ્યોતિષિદેવમાં ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને કનખલ નામના તાપસના આશ્રમમાં પાંચસો તાપસોના અધિપતિ ચંડકૌશિક નામે તાપસ થયો.
એકદા રાજપુત્રોને તે આશ્રમમાં ફળો તોડતા જોઈ ક્રોઘ આવવાથી તેમને મારવા દોડ્યો. વચ્ચે અંઘકુવામાં પડી મરીને દ્રષ્ટિવિષ સર્પ થયો. તેના રાફડા પાસે મહાવીર પ્રભુ ધ્યાનમાં ઊભા રહ્યાં. પ્રભુની સામે સર્પ મુખમાંથી જ્વાલા મૂકવા લાગ્યો, પણ પ્રભુને કંઈ અસર થઈ નહીં. તેથી પ્રભુના અંગૂઠે દંશ દીઘો તો દૂઘ નીકળ્યું. તેથી તે આશ્ચર્ય પામ્યો. પછી ભગવાન બોલ્યા કે હે ચંડકૌશિક!તું બોધ પામ, બોઘ પામ. તે ઉપદેશથી તેને જાતિસ્મરણજ્ઞાન ઊપસ્યું. પૂર્વભવ જાણ્યા. તેથી હવે પોતાનું મુખ રાફડામાં રાખી કીડીઓ વગેરેના ઉપસર્ગ સહન કરીને દેહ છોડી આઠમા દેવલોકમાં દેવરૂપે અવતર્યા.
ક્ષમા રાખનાર શેઠનું દ્રષ્ટાંત- કાકાએ મેળવેલ ક્રોઘ ઉપર વિજય. એક શેઠે પાલીતાણાની યાત્રાનો સંઘ કાઢ્યો. પાલીતાણા ઉપર શેઠને વિચાર આવવાથી ક્રોધ ન કરવાનો ગુરુ પાસે નિયમ લઈ ઘેર આવ્યા. ભત્રીજાને ખબર પડી કે કાકા ક્રોઘનું પચ્ચખાણ લઈને આવ્યા છે. કાકાની પરીક્ષા કરવા ભત્રીજાએ જમણવાર કર્યો. કાકા યાત્રા કરીને આવ્યા છે તેથી આખા ગામમાં જમણનું આમંત્રણ આપ્યું, પણ કાકાને ઘેર આમંત્રણ આપ્યું નહીં. તેથી કાકીએ કાકાને કહ્યું કે આપણે ત્યાં જમવાનું કહ્યું નથી માટે આપણે એને ત્યાં જમવા જવું નહીં. કાકાએ કહ્યું – ઘરનાને વળી આમંત્રણ શું? આપણે તો આપણા ઘરે જ જમવા જવું છે. એમ કાકીને સમજાવી બન્ને જણ ભત્રીજાને ત્યાં જમવા ગયા. કાકા જમવા બેઠા ત્યારે ભત્રીજાએ થાળીમાં પથરો મૂક્યો. તે
૧૧૧