________________
સાતસો મહાનીતિ
અહીં કોઈ શંકા કરે કે “સાધારણ સ્થિતિવાળા વ્યાપારીને માયા-કપટ કર્યા વિના કેવળ શુદ્ધ વ્યાપારથી નિર્વાહ શી રીતે થાય? ઉત્તરમાં કહેવાનું કે ઘણાં કૂડકપટથી જે દ્રવ્ય
ઉપાર્જન કર્યું હોય તે વર્ષ પછી અંતે રાજા, ચોર, અગ્નિ, જળ કે રાજદંડ વગેરેથી હણાઈ જાય છે, ચિરકાળ સ્થાયી રહેતું નથી. તે થોડો કાળ રહે તો પણ દેહના ઉપભોગમાં કે ઘર્મકાર્યમાં વાપરવામાં ઉપયોગી થતું નથી. અન્યાયથી મેળવેલું ઘન દશ વર્ષ સુધી રહે છે. જ્યારે અગિયારમું વર્ષ પ્રાપ્ત થાય ત્યારે સમૂળગું તે નાશ પામે છે.” -ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભા.રના આધારે. ૧૩૩. આજીવિકા માટે ઘર્મ બોવું નહીં.
ઘર્મ એ ઉત્તમ વસ્તુ છે અને આજીવિકા માટે ઘર્મ બોઘે તો તેની કિંમત આજીવિકા જેટલી જ થઈ. મુનિઓ પણ આહાર લેવા જાય ત્યારે બોઘ ન દે. જો તે વખતે બોઘ દે તો તે નિર્દોષ આહાર ન કહેવાય. સામાન્ય રીતે કોઈ કહે કે કૃપા કરી ઉપદેશ આપો તો કહે ઉપાશ્રયે આવજો. દિગંબરો તો મૌન જ રહે છે. પણ કોઈ ખાસ નિમિત્ત બને તો જ બોઘ દે. નહિં તો માણભટ્ટ માણ એટલે ગાગર વગાડીને કથા કરે તે આજીવિકા માટે છે તેવું થાય. ઘર્મરૂપે અસર થવાનું કારણ તો જેટલા પ્રમાણમાં લોકો તેનામાં નિસ્પૃહતા જુએ તેટલી જ ઘર્મબોઘની અસર થાય છે. કંઈ પણ આશા કે ઇચ્છા ઉપદેશ આપીને મેળવવાની હોય તો તે દોષ છે.
વાઘરી જેવા લોકો સારંગી કે એકતારીયું વગાડી ભર્તુહરીનું વૈરાગ્યથી ભરપૂર કાવ્ય ગાય અને લોકોને ગવડાવે; પણ ગાનાર અને ગવડાવનારમાં કોઈ જાતનો વૈરાગ્યનો અંશ પણ મળે નહીં. ગાયન સાથે વાજાં વગાડી ઇન્દ્રિયો પોષે અને માને ઘર્મ. પણ ઘર્મ એ તો આત્માને ઉન્નત કરવાનું અપૂર્વ સાઘન છે. એવી ઘર્મચર્ચામાં નિસ્પૃહતાની અત્યંત જરૂર છે. તેથી આજીવિકા માટે ઘર્મ બોધું નહીં. ૧૩૪. વખતનો અનુપયોગ કરું નહીં.
મનુષ્યભવનું આયુષ્ય વિશેષ કિંમતી છે. જેમ કોઈ પાઈ જેવી નજીવી કિંમતની વસ્તુ પણ નાખી દેતું નથી, તેમ પળ પણ નકામી ગુમાવવા જેવી નથી. પોતાના આત્મઉપયોગમાં રહેવા માટેનો આ ઉપદેશ છે. ઉપયોગ ચુકાય તેટલો વખત નકામો જાય છે. કૃપાળુદેવે પત્રાંક ૩૭માં કહ્યું કે- “ઉપયોગ એ જ સાઘના છે.”દુરુપયોગને અહીં અનુપયોગ કહ્યો નથી. દુરુપયોગ એટલે ખોટો ઉપયોગ અને અનુપયોગ એટલે આત્માના ઉપયોગમાં – સ્વરૂપમાં લક્ષ નથી તે. આત્માનો ઉપયોગ શુભ કે અશુભમાં પ્રવર્તે છે તેને હવે અશુભમાંથી છોડાવી શુદ્ધના લક્ષપૂર્વક શુભમાં પ્રવર્તાવવાનો આ વાક્યમાં ઉપદેશ છે. માટે મનુષ્યભવના મળેલ અમૂલ્ય વખતને આત્માના લક્ષપૂર્વક સદેવ વાપરું; પણ વખતનો અનુપયોગ કરું નહીં. ૧૩૫. નિયમ વગર કૃત લેવું નહીં.
કૃત એટલે પહેલાં કે હમણાં કરેલાનું ફળ. કરેલા કાર્યનું ફળ ભોગવવામાં પણ નિયમ રાખું. જેમકે વઘારે રંધાયુ હોય તો હમણાં જ ખાઈ લઈએ, સાંજે નહીં ખાઈશું એમ કરે તે નિયમ વગર છે; અર્થાત્ નિયમ વિરુદ્ધ છે. આ વાક્યમાં નિયમિત જીવન કરવા માટે પ્રેરણા કરી છે. ખાવાપીવા વગેરેનો નિયમ ન હોવાથી ઇન્દ્રિયોને વશ થઈ જવાય છે, લોકોના આગ્રહને વશ થઈ જવાય છે અને પ્રમાદની વૃદ્ધિ થાય છે. જેનું વર્તન નિયમિત ન હોય તેને વારેઘડીએ નિર્ણય કરવો પડે કે હવે શું કરવું? પણ જે નિયમિત હોય તેને તેનો વિચાર વારંવાર કરવો પડતો નથી. તેણે જે એકવાર નક્કી કરી રાખેલું હોય તેમજ કરે છે. એક
૬૪