________________
સાતસો મનનીતિ
ડોશીમા રૂની પૂણીઓ કાંતતી હતી. તેણે રૂનું ગાડું જોયું અને ગભરાટમાં પડી ગઈ કે આટલું બધું રૂ હું ક્યારે કાંતી રહીશ? જેનું જીવન નિયમિત ન હોય તેને આવી ચિંતા થાય. જ્યારે નિયમમાં દૃઢ રહેવાથી તો મહાપુરુષો બીજાને આશ્ચર્ય ઉપજાવે એવા અદ્ભુત કાર્યો કરી ગયા છે. જેમ વરસાદ ટીપે ટીપે કરી આવે છે, પણ ચોમાસામાં તે કેટલો બધો વરસે છે? એટલા બધા પાણીના ટીપાં કરવા કોઈ કહે તો કંટાળી જવાય! તેમ કૃપાળુદેવે ૩૩ વર્ષની ઉંમરમાં કેટલા બધા અદ્ભુત કામો કર્યા છે! કેટલું લખ્યું અને કેટલા વિચાર કર્યા, કેટલા અવધાનો કર્યા અને કેટલીય યોજનાઓ તો હ્રદયમાં જ રહી ગઈ! કોઈ કૃપાળુદેવના પુસ્તકની નક્લ કરવા કહે તો આટલાં મોટાં પુસ્તકની ક્યારે નકલ પૂરી થાય. પણ નિયમથી કરેલ વિકટ કાર્ય પણ સુગમ થઈ જાય છે. ૧૩૬. પ્રતિજ્ઞા વ્રત તોડું નહીં.
વ્રતની પ્રતિજ્ઞા લેતાં પહેલાં પોતાની શક્તિનો પૂરેપૂરો વિચાર કરીને વ્રત લેવું જોઈએ. લીઘા
પછી
“ધર્મ અર્થે ઇહાં પ્રાણનેજી, છાંડે પણ નહીં થર્મ;
પ્રાણ અર્થે સંકટ પડેજી, જુઓ એ દૃષ્ટિનો મર્મ.’” .આઠ યોગ દૃષ્ટિની અજાય
એમ પાળવું જોઈએ. પ્રતિજ્ઞા શા માટે છે? આત્માને વ્રતમાં વૃઢ રાખવા માટે અને શિધિલતા તજવા માટે નિયમ છે. પણ જો નિયમ લઈને તોડે, ફરી ફરી લઈને તોડે તો આત્મા બળવાન બનવાને બદલે નિર્બળ થાય છે. ઊલટો નિર્બળતાનો અભ્યાસ એનાથી થાય છે. ફરી કોઈ પોતાને નવો નિયમ લેવો હોય તો એના મનમાં ડર રહ્યા કરે કે તે પળાશે કે નહીં.
પૂ. પ્રભુશ્રીજી ભાર દઈને કહેતા કે બ્રહ્મચર્ય વ્રત તોડતાં પહેલાં એક હાથમાં કટાર લઈને મરી જવું અથવા ઝેરનો પ્યાલો પી જવો; પણ વ્રત ભંગ કરવું નહીં. કેટલાક આવું આકરું પ્રતિજ્ઞાનું સ્વરૂપ જાણીને એમને એમ વ્રત પાળે છે, પણ પ્રતિજ્ઞા લેતાં નથી. પણ મોક્ષમાળામાં પ્રત્યાખ્યાનના પાઠમાં કૃપાળુદેવે આનો ખુલાસો આપ્યો છે કે જેમ ઘરના બારણા ઉઘાડા હોય તો કૂતરા પેસી જવાનો સંભવ રહે પણ વાસી દીઘા હોય તો એ સંબંધી ફિકર રહે નહીં. તેમ પ્રતિજ્ઞા કરી નિર્ણય કરી દીઘો હોય કે મારે એમ નથી જ કરવું તો પછી તે સંબંધી સંકલ્પ વિકલ્પ રહે નહીં. જો પચખાણ ન લીધું હોય તો ઢીલા થવાનો સંભવ રહે છે. જ્યારે પ્રતિજ્ઞાથી જીવમાં નૃઢતા આવે છે. પ્રતિજ્ઞા પોતાથી પળી શકે તેટલી લેવી જોઈએ, જેથી વિશેષ દૃઢતા આવે છે, જીવ વિશેષ બળવાન બને છે.
તરવારનું દૃષ્ટાંત – પ્રભુશ્રી ફરી દૃષ્ટાંત આપતા કે માણસના હાથમાં તરવાર આપે તો મનમાં શૂરવીરતા આવે છે, બળ વધે છે. પણ ઉંઘાડી તરવારને મૂઠથી પકડવાને બદલે જો અન્નીએથી પકડે તો હાથ કાપી નાખે. તેમ વ્રત ન પળે તો આજ્ઞાભંગનો વધારાનો દોષ લાગે. જેણે વ્રત નથી લીધું તેને જે એ પાપ કરતો હોય તેનો જ દોષ લાગે, પણ વ્રત લઈને ભાંગે તેને તો બે દોષ લાગે. એક પાપ કરતો હોય તે અને બીજો પ્રતિજ્ઞા ભંગનો દોષ. જેમકે કોઈએ એકાસણાનું વ્રત લીધું હોય અને કોઈએ ઉપવાસનું લીધું હોય. એકાસણામાં ધરાઈને ખાય તો પણ એને ધર્મ થાય છે અને ઉપવાસ કર્યો હોય તે મોંમાં એક દાણો પણ નાખે તો પાપ લાગે પાપી કહેવાય, જ્યારે એકાસણાવાળો ઘર્માત્મા કહેવાય. પ્રતિજ્ઞા લઈને ન પાળે તેની આ વાત છે. પાળે તેને તો વિશેષ લાભ થાય જ છે. માટે પ્રતિજ્ઞા વ્રત લઈને કદી તોડું નહીં.
૬૫