________________
સાતસો મહાનીતિ
૧૩૭. સત્ય વસ્તુનું ખંડન કરું નહીં. સત્ય વસ્તુને સ્વીકારવાથી સમ્યત્વનું કારણ થાય. તે જીવ સંસાર સમુદ્ર પણ તરી
જાય. પણ કુતર્કને વશ થઈ સત્ય વસ્તુનું ખંડન કરે તો તે જીવ અનંત સંસાર વઘારે છે, મિથ્યાત્વને પોષે છે.
પરમકૃપાળુદેવ કહે છે કે તર્કથી જૈનધર્મનું કહો તો ખંડન કરી દેખાડું, પણ બુદ્ધિને એમ વાપરવામાં આત્માનું હિત નથી. “સત્યને તો સત્ય જ રહેવા દઉં, પોતાની અશક્યતા છપાઉં નહીં.” જીવને એવી ટેવ છે કે પોતાની અશક્તિ કે પોતાનું વર્તન છુપાવવા ગમે તેમ કરે. પણ તેમ કરવામાં જો સત્યનો લોપ થતો હોય તો પછી સત્યની સન્મુખ થતાં તેને બહુ વાર લાગે. તે જીવ દુર્લભબોથીપણું પામે. જેથી ફરી બોઘ આત્મામાં પરિણમતા ઘણો મુશ્કેલ થઈ પડે છે. એ વિષે પ્રભુશ્રીએ સાવદ્યાચાર્યનું દ્રષ્ટાંત કહેલું કે જેમણે તીર્થકર ગોત્ર બાંધેલું તે પણ સત્યનું ખંડન કરવાથી નાશ પામ્યું. માટે સત્ય વસ્તુનું કદી ખંડન કરું નહીં.
સાવદ્યાચાર્યનું દ્રષ્ટાંત – સત્ય વસ્તુનું ખંડન કરવા માટે મિથ્યા વચન બોલવાનું કેવું ફળ આવે તે વિષે શ્રી વીર પ્રભુ ગૌતમ સ્વામીને દ્રષ્ટાંત સહિત કહેવા લાગ્યા કે હે ગૌતમ! પૂર્વે અનંતકાળ પહેલાં જે અનંતી ચોવીશીઓ થઈ તેમાં મારા જેવા ઘર્મશ્રી નામે છેલ્લા તીર્થકર થયા હતા. તેમના તીર્થમાં સાત આશ્ચર્ય થયા હતા. તેમાંના અસંયતિ પૂજારૂપ એટલે અસંયમીઓ પૂજાય એવા એક આશ્ચર્યમાં અનેક અસંયમીઓ (વેષઘારી સાધુઓ), શ્રાવક પાસેથી દ્રવ્ય લઈ પોતપોતાના કરાવેલા ચૈત્ય એટલે મંદિર પાસે વસતા હતા. અને તેના માલિકપણે વર્તીને આનંદ માનતા હતા. તે મંદિરો અસંયમીઓએ પોતાના ઉપદેશથી કરાવી માલિકપણે વર્તવાથી તે સાવદ્ય કહેવાય છે. ત્યાં કુવલયપ્રભ નામે એક તપસ્વી મુનિ આવ્યા. તેમને પેલા ચૈત્યવાસી મુનિઓએ કહ્યું – ‘તમે અહીં ચાતુર્માસ રહો, જેથી તમારા ઉપદેશ વડે અનેક ચૈત્યો થશે.' તેમણે કહ્યું – “અહીં જે જિનાલયો છે તે બઘા સાવદ્ય છે; તેથી સાવદ્ય કાર્યને માટે હું ઉપદેશ કરીશ નહીં.” આવું દ્રઢતાપૂર્વક સત્ય વચન કહેવાથી તેમણે જિનનામકર્મ ઉપાર્જન કર્યું. વેષઘારી પણ ચૈત્યવાસી મુનિઓએ તેમનું નામ જ સાવદ્યાચાર્ય પાડી દીધું. તો પણ તેમને ક્રોઘ થયો નહીં. મુનિઓએ “ચૈત્યાદિ કરાવવામાં મહાલાભ છે'. એમ કહેવું પણ “આ ચૈત્ય, ઉપાશ્રય કે ઊનું પાણી તમે કરો.” એમ કહેવું નહીં. ચૈત્યાદિના લાભનો ઉપદેશ કરવો; પણ આદેશ કરવો નહીં. આ પ્રમાણે સાધુઓએ વિવેક રાખવો.
એક વખત પેલા વેષઘારી મુનિઓ વચ્ચે શાસ્ત્ર સંબંધી વિવાદ થયો. કોઈ બોલ્યા કે “જો ગૃહસ્થનો અભાવ હોય તો સાધુ ચૈત્યની રક્ષા કરે, ચૈત્યને સમારે, તે સંબંઘી બીજો પણ આરંભ કરે, તો પણ સાધુને દોષ લાગે નહીં. કોઈ બોલ્યા કે “સંયમ જ મોક્ષે લઈ જનાર છે, માટે મુનિઓએ બીજું કાંઈ કરવું નહીં, કેટલાક બોલ્યા કે “ચૈત્યપૂજા પણ મોક્ષે લઈ જનાર છે માટે કરવી.' તેમનો વિવાદ મટ્યો નહીં તેથી સર્વે કુવલયપ્રભસૂરિ પાસે આવ્યા. તેમણે મુનિનો સત્ય આચાર હતો તે કહી બતાવ્યો.
એક વખત કોઈ સાધ્વીએ તે આચાર્યને પગમાં શ્રદ્ધાથી મસ્તક મૂકી પગને સ્પર્શ કરી વંદના કરી. સૂરિએ સાધ્વીનો સ્પર્શ થતાં પણ પગ સંકોચ્યો નહીં. તે લિંગઘારીઓએ નજરોનજર જોયું. એકવાર મહાનિશીથ સૂત્રમાં એવી ગાથા આવી કે નિરાગી સાધુ પણ કોઈ કારણે સ્ત્રીનો સ્પર્શ કરે તો તેના
૬૬