________________
સાનો માનતિ
મારે નરકે જવું પડે એ કેમ બને? મને કોઈ ઉપાય બતાવો જેથી મારી નરકગતિ ટળી જાય. ત્યારે ભગવાને કહ્યું તે ફરે એમ નથી. તેમ છતાં શ્રેણિકના આગ્રહથી ભગવાને ચાર વસ્તુ કહી કે આટલું કરે તો નરકનું આયુષ્ય ફરે. (૧) કપિલાદાસી કોઈને દાન આપે તો. (૨) કાલસૌકરિક કસાઈ રોજ ૫૦૦ પાડા મારે છે તે એક દિવસ મારતો અટકે તો. (૩) પૂન્નીયા શ્રાવકની એક સામાયિક નું ખરીદી લે તો. અને (૪) નું કોઈ વ્રત પાળે તો. આ ચારેય વસ્તુઓ અશક્ય જેવી હતી છતાં રાજાએ કહ્યું હું ચારે વસ્તુઓ મેળવી લઈશ. (૧) રાજાએ આજે બોર ન ખાવું એવું વ્રત લીધું. ઘેર ગયો ત્યાં એક દેવ રાજાને મળવા આવ્યો તેણે સુંદર બોર રાજાને આપ્યું. રાજાએ દીઠું અને ચાખી જોયું. પછી સાંભર્યું કે મેં તો વ્રત લીધું હતું. (૨) કસાઈએ એક દિવસ પણ પાડા ન મારવાનું માન્યું નહીં. તેથી તેને એક દિવસ કૂવામાં ઊંઘો લટકાવ્યો ત્યાં પણ કસાઈનો હાથ પાણીમાં પહોંચતો હોવાથી પાણી વડે કૂવાની ભીંત ભાવથી ૫૦૦ પાડા ચીતરીને પણ માર્યા. રોજનું કામ કરતો હતો તે ભાવથી અહીં પણ કર્યું. (૩) પૂણીયા શ્રાવકને રાજાએ જઈને કહ્યું કે તમારી એક સામાયિક મને આપો. તેના બદલે જોઈએ તો આખું રાજ લો પણ એક સામાયિક આપો. ત્યારે પૂણીયા શ્રાવકે કહ્યું : સામાયિક એ તો સમતાભાવ છે. તે વસ્તુ કંઈ અપાય લેવાય એવી નથી. એ તો ભક્તના ભાવ છે. (૪) પછી કપિલાદાસીને કહ્યું કે ઘન અમારું પણ હું તેનું દાન આપ. ત્યારે દાસી કહે – મરી જાઉં તો પણ ન આપું. પછી રાજાએ તેના હાથે ચાટવા બાંધ્યા અને નોકરે હાથ ઝાલીને દાન આપવા માંડ્યું, ત્યારે દાસી કહે – આ તો રાજાનો ચાટવો દાન આપે છે, હું નથી આપતી. અહો જીવોના કેવા ભાવ હોય છે! પછી ભગવાન પાસે જઈને શ્રેણિકે કહ્યું કે -(૧) મારાથી વ્રત ન પળાયું, (૨) સામાયિક ન ખરીદી શક્યો. પણ તમે એક કામ કરવા કહ્યું હતું પણ તેમાંથી મેં બે કામ કર્યા છે. ત્યારે ભગવાને કહ્યું : તેં એકે કામ કર્યું નથી. કસાઈએ ભાવથી પાડા દોરીને પણ માર્યો છે અને કપિલાએ દાન નથી આપ્યું. “શ્રેણિકનો ચાટવો દાન આપે છે” એમ તે દાસી કહેતી હતી માટે કદી કૃપણ થાઉં નહીં. અંતરાયકર્મની પૂજામાં પણ આવે છે કે –
‘કરપી ભૂંડો સંસારમાં રે, જેમ કપિલા નાર; દાન ન દીધું મુનિરાજને ફૈ શ્રેણિકને દરબાર.” ૧૩૨. આજીવિકા સિવાય કોઈમાં માયા કરું નહીં.
આજીવિકા માટે માયા કરવી પડતી હોય તો તે પણ દોષ છે એમ જાણીને, તે કરતાં મન જો પાછું પડતું હોય તો તે દોષ મોટા પુરુષોએ ક્ષમ્ય ગણ્યો છે, કારણ છૂટકો નથી; પણ આજીવિકાનું સાધન થયા પછી બીજા કોઈ કામમાં માયા ન કરતો હોય તો. આજીવિકાનો પ્રશ્ન જીવને ઘણો મૂંઝવે તેવો છે. શૂરવીરો આજીવિકા માટે માયા ન કરે, પણ કીર્તિ વગેરે માટે માયા કરે તો તેનો પાર ન આવે; તે છૂટવાનો માર્ગ નથી. ઘણા જીવો કીર્તિ વગેરેને માટે માયામાં વર્તે છે. પોતાનું સ્વરૂપ ભૂલી બીજામાં સુખ માને છે અને તેના માટે માયા કર્યા કરે છે તે યોગ્ય નથી.
“ત્યાપારીએ સર્વત્ર વિક્રય નિમિત્તે પારકા ગ્રાહક વાળવામાં, નામા વિપરીત લખવામાં કે લાંચ લેવાદેવા વગેરેમાં માયા-કપટ કે પરપંચના કરવી નહીં. કાચું છે કે, “જે પ્રાણી વિવિધ ઉપાયવર્ઝ માયા રચી બીજાને છેતરે છે તે મહામોહનો મિત્ર, સ્વર્ગ તથા મોક્ષના સુખથી પોતાના આત્માને જ છેતરે છે.'' પ્રાયે કરીને માયા-કપટ રહિતપણે કાપડ, સૂતર અને સોના રૂપા વગેરેનો વ્યાપાર કરવો અર્થાત્ જેમાં અલ્પ પાપ થાય તે વ્યાપાર કરવો.
૬૩