________________
સાતસો મહાનીતિ
સંગ્રહ'માં “સજનીના શણગાર” નામના કાવ્યમાં સોળ શણગાર સજવાની વાત જણાવે છે. તેનો ગદ્યાર્થ આ પ્રમાણે છે :
(૧) કપાળમાં સમકિતરૂપી તિલક કરું. (૨) સંયમરૂપી કાજળ આંખમાં આંજુ. (૩) શ્રુતજ્ઞાનરૂપી કુંડળ કાનમાં પહેરું. (૪) શીલરૂપી સુવાસ વડે કેશને સુગંધિત કરું. (૫) શીલની વાડરૂપ કપાળમાં દામણી પહેરું. (૬) ભક્તિભાવ રૂપી સેંથી ભરું. (૭) વિનયરૂપ નથની નાકમાં સદા પહેરું. (૮) સમ્યકજ્ઞાનરૂપ હારને સદા કંઠે ઘારણ કરું. (૯) સત્સંગરૂપી સુંદર વસ્ત્ર પહેરું. (૧૦) વિદ્યા અને (૧૧) વિવેકરૂપ બંગડી હાથમાં ઘરું. (૧૨) નીતિરૂપ કુમકુમથી થાળ ભરું. (૧૩) પુરુષાર્થરૂપ કંદોરો કમરમાં પહેરું (૧૪) સુસંપરૂપ ઘૂઘરીનો રણકાર કરું. (૧૫) શાંતિ અને સમતારૂપ ઝાંઝરને પગમાં પહેરું અને (૧૬) દયારૂપ કુમકુમને પ્રભુના પગલે ઘરું. એમ ઉત્તમ સગુણો એ જ ખરા સોળ સુંદર શણગાર છે. જેથી તનના શણગારની પ્રીતિ મૂકી દઈ આત્મપ્રાપ્તિના આ સદ્ગણો સજવાથી સરુના ઉપદેશ ઉપર શ્રદ્ધા થશે.
શ્રી રતનબેનનું દ્રષ્ટાંત - શ્રી પુનશીભાઈના ગુજરી જવાથી રતનબેન વિઘવા થયા હતા. તેમના દિયરે મિલ્કત લઈ લેવા કેસ કર્યો.જેથી કોર્ટમાં જવું પડતું. પૂજ્યશ્રી બ્રહ્મચારીજીને જણાવતાં તેમણે ભલામણ કરી કે કોર્ટમાં જવું પડે તો સાદા ઘોયેલાં કપડાં પહેરીને જવું, જેથી કોઈની નજર આપણા ઉપર જાય નહીં. ૨૦૬. ઘર્મકથા કરું.
પરમ પૂજ્ય પ્રભુશ્રીજી કહે, “નવરો બેઠો નખ્ખોદ વાળ માટે વિઘવા છું તો ઘર્મકથા કરું. મન બીજા વિચારમાં ન જાય તે માટે હમેશાં જ્ઞાની પુરુષના બોઘમાં મનને પરોવું. ભક્તિમાં કે નવું નવું શીખવામાં, શીખેલું ફેરવવામાં, લખવામાં કે મંત્ર સ્મરણમાં મનને પરોવું. નવરી રહ્યું નહીં એમ ઘર્મકથામાં ઉપયોગને જોડેલો રાખું. વિશેષ યોગ્યતા હોય તો સ્ત્રીઓની સભામધ્યે ઘર્મકથા કરું.
“શ્રીમદ્ રાજચંદ્ર'માંથીઃ- “ઘર્મકથા–વીતરાગ ભગવાને જે ભાવ જેવા પ્રણીત કર્યા છે તે ભાવ તેવા લઈને, ગ્રહીને, વિશેષ કરીને નિશ્ચય કરીને, શંકા, કંખા અને વિડિગિચ્છારહિતપણે, પોતાની નિર્જરાને અર્થે સભામધ્યે તે ભાવ તેવા પ્રણીત કરીએ તેને ઘર્મકથાલંબન કહીએ. જેથી સાંભળનાર, સહનાર બન્ને ભગવંતની આજ્ઞાના આરાધક થાય.” (વ.પૃ.૧૧૪) ૨૦૭. નવરી રહ્યું નહીં.
“શ્રીમદ્ રાજચંદ્ર'માંથી - “નકામો વખત જવા દેશો નહીં.” (વ.પૃ.૧૨)
નવરાશના વખતમાં નકામી કૂટ અને નિંદા કરો છો તે કરતાં તે વખત જ્ઞાનધ્યાનમાં લો તો કેવું યોગ્ય ગણાય!” (વ.પૃ.૧૩)
પળ એ અમૂલ્ય ચીજ છે. ચક્રવર્તી પણ એક પળ પામવા આખી રિદ્ધિ આપે તોપણ તે પામનાર નથી. એક પળ વ્યર્થ ખોવાથી એક ભવ હારી જવા જેવું છે એમ તત્ત્વની દ્રષ્ટિએ સિદ્ધ છે!” (વ.પૃ.૯૪) “સ્ત્રી નીતિ બોઘક”માંથી વખત નકામો નહીં ગાળવા વિષે
(હરિ ભજન વિના દુઃખ દરિયા સંસારનો પાર ન આવે.) અરે વખત વૃથા, કો દી ગુમાવો નહીં એ મારી વિનતી, મળે નહીં પાછો, જાનારો એ ખરચો જો દામો અતિ. મળે નહીં પાછો એ પોતે, ભલે દીપક લઈને તું ગોતે,
નહીં મળે ચંદ્ર કેરી જ્યોતે. અરે વખત ૧
૧૦૦