________________
સાતસો મહાનીતિ
આરાઘન કરવાથી રોગથી મુક્તિ થશે. પછી ગુરુઆજ્ઞાથી જ્ઞાનપંચમીનું આરાઘન કરવાથી 1ી બન્ને રોગમુક્ત થયા. પછી વરદત્ત રાજા થયો અને શેઠની પુત્રી પણ નીરોગી થવાથી શેઠે તેને પરણાવી. અંતે આરાધન કરીને બન્ને સ્વર્ગે સિધાવ્યા. ત્યાંથી અવી મોક્ષે જશે. ૨૦૪. વિઘવા છું. તારા ઘર્મને અંગીકૃત કરું. (વિઘવા ઇચ્છા કરે છે.)
વિઘવા છું માટે સંસારકામથી સર્વથા નિવૃત્તિ, તારા બોઘેલા વીતરાગ ઘર્મને મન વચન કાયાથી અંગીકૃત કરું. આપ પરમેશ્વરને જ મારા પતિ માનું. સતીને એક જ પતિ હોય, તેમ આપના પ્રત્યે અખંડ વૃત્તિ રાખી આપના બોઘેલા “સહજાત્મસ્વરૂપમાં સદા વૃત્તિ રોકી રાગ દ્વેષ અજ્ઞાનથી નિવૃત્ત થવા પુરુષાર્થ કરું.
પતિ સાથે બળી, સતી થતી બાઈને શ્રી આનંદઘનજીનો ઉપદેશ સતી થવા તૈયાર થયેલ બાઈનું દ્રષ્ટાંત – મેવાડમાં શ્રી આનંદઘનજી મહારાજ વિચરતા હતા. જંગલમાં જતાં સ્મશાન ભૂમિ આવી. ત્યાં એક મોટી ચિતા ખડકેલી જોઈ અને પાસે એક શબ પડેલું દીઠું. આજાબાજા શોકાતુર ચહેરે ડાઘુઓ બેઠેલા હતા. નજીકમાં જ એક શેઠની પુત્રી વિઘવા થયેલી પોતાના મરણ પામેલા પતિ સાથે બળી સતી થવા તૈયાર થઈને ઊભી હતી. તે જોઈ આનંદઘનજીએ તે બાઈને પૂછ્યું કે તું તારા ખરા પતિને ઓળખે છે? ઓળખ્યા વિના કોની સાથે બળવા તૈયાર થઈ છું?
તે સાંભળી સ્ત્રીએ જવાબ આપ્યો કે “હું મારા પતિને ઓળખું છું. આ શબ તેમનું જ છે. તેમની સાથે સતી થઈ તેમને સ્વર્ગમાં ભેટવા જઉં છું.
શ્રી આનંદઘનજીએ જવાબમાં કહ્યું કે બાઈ તું ભૂલે છે. આ પતિપત્નીનો સંબંઘ આ જન્મ પૂરતો જ છે. મૃત્યુ પછી સૌ જીવો પોતપોતાના કર્મ અનુસાર ગતિને પામે છે. આમ સતી થવાથી તેનાથી મેળાપ થાય જ એવું ચોક્કસ નથી. તું તેના આત્માને પતિ માનતી હોય તો તે આત્માનો નાશ નથી, તે આત્મા તો બીજી ગતિને પામેલ છે. અને તે તેના શરીરને જ પતિ માનતી હોય તો તે આ રહ્યું. અને જો તે તારો સાચો પતિ જ હોત તો તને અહીં એકલી મૂકીને પરલોકે કેમ જાત! માટે આવા નાશવંત જગતના પતિનો મોહ છોડી, શાશ્વત સુખસ્વરૂપ એવા પરમાત્મારૂપ પતિ સાથે સ્નેહ સંબંધ જોડ કે જેથી તારું સર્વકાળનું દુઃખ સર્વ પ્રકારે નષ્ટ થાય; અને ફરી કદી જન્મ ઘારણ કરીને આવી રીતે બળવાનો પ્રસંગ આવે નહીં.
આ ઉપદેશ શેઠની પુત્રીને ગળે સોંસરો ઊતરી ગયો. સતી થવાનો વિચાર માંડી વાળ્યો અને ત્યાગઘર્મ સ્વીકારી પ્રભુ ભક્તિમાં તે તન્મય થઈ ગઈ. શ્રી આનંદઘનજી મહારાજ આ જ પ્રસંગને ભગવાન ઋષભદેવના સ્તવનમાં આલેખે છે કે :
“ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે, ઓર ન ચાહું રે કંત;
રીયો સાહેબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદિ અનંત.” -ઋષભ જિનેશ્વર ૨૦૫. સુવાસી સાજ સજે નહીં.
વિઘવા ઇચ્છા કરે છે કે સુવાસી સાજ એટલે સુહાગણનો સાજ સજાં નહીં. જે વડે બીજાને મોહ થાય એવા વેષ પહેરું નહીં, ઘરેણાં પહેરું નહીં, શૃંગાર સાં નહીં, માથામાં ફૂલ કે વેણી વગેરે નાખું નહીં, પણ સાદાઈથી રહું.
શણગાર કેવા સજવા કે જેથી પોતાનો આત્મા ઉન્નતિને પામે, એ વિષે “આલોચનાદિ પદ
૯૯