SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ સાતસો મહાનીતિ માટે, મોક્ષસંબંઘી સર્વ પ્રકારના સાઘનના જયને અર્થે “બ્રહ્મચર્ય અદ્ભૂત અનુપમ સહાયકારી છે, અથવા મૂળભૂત છે.” (વ.પૃ. ૮૩૦) “સર્વ પ્રકારના આરંભ તથા પરિગ્રહના સંબંધનું મૂળ છેદવાને સમર્થ એવું રે બ્રહ્મચર્ય પરમ સાધન છે. યાવતુ જીવન પર્યંત તે વ્રત ગ્રહણ કરવાને વિષે તમારો નિશ્ચય વર્તે છે, એમ જાણી પ્રસન્ન થવા યોગ્ય છે.” (વ.પૃ. ૫૦૨) “યોગ્યતા માટે બ્રહ્મચર્ય એ મોટું સાધન છે. અસત્સંગ એ મોટું વિઘ્ન છે.” (વ.પૃ.૨૬૨) સ્ત્રી એ હાડમાંસનું પૂતળું છે એમ સ્પષ્ટ જાણ્યું છે તેથી વિચારવાનની વૃત્તિ ત્યાં ક્ષોભ પામતી નથી; તો પણ સાધુને એવી આજ્ઞા કરી છે કે હજારો દેવાંગનાથી ન ચળી શકે તેવા મુનિએ પણ નાક કાન છેદેલી એવી જે સો વરસની વૃદ્ધ સ્ત્રી તેની સમીપ પણ રહેવું નહીં. કારણકે તે વૃત્તિને ક્ષોભ પમાડે જ એવું જ્ઞાનીએ જાણ્યું છે.” (વ.પૃ.૬૮૯) “જ્ઞાનીની આજ્ઞાએ વર્તતા એવા ભદ્રિક મુમુક્ષુ જીવને “બ્રહ્મચર્ય પાળવું એટલે સ્ત્રીઆદિકના પ્રસંગમાં ન જવું.” એવી આજ્ઞા ગુરુએ કરી હોય તો તે વચન પર દૃઢ વિશ્વાસ કરી તે તે સ્થાનકે ન જાય; ત્યારે જેને માત્ર આધ્યાત્મિક શાસ્ત્રાદિક વાંચી મુમુક્ષતા થઈ હોય, તેને એમ અહંકાર રહ્યા કરે કે, “એમાં તે શું જીતવું છે?” આવી ઘેલછાના કારણથી તે તેવા સ્ત્રીઆદિકના પ્રસંગમાં જાય. કદાચ તે પ્રસંગથી એક વાર, બે વાર બચે, પણ પછી તે પદાર્થ પ્રત્યે દ્રષ્ટિ દેતાં “આ ઠીક છે” એમ કરતાં કરતાં તેને તેમાં આનંદ થાય, અને તેથી સ્ત્રીઓ સેવે. જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે બાળોભોળો જીવ તો વર્ત; એટલે તે બીજા વિકલ્પો નહીં કરતાં તેવા પ્રસંગમાં ન જ જાય.” (વ.પૃ.૬૮૫) જે નવવાડ વિશુદ્ધથી, ઘરે શિયળ સુખદાઇ; ભવ તેનો લવ પછી રહે, તત્ત્વવચન એ ભાઈ.”- શ્રીમદ્ રાજચંદ્ર વજસ્વામીનું દ્રષ્ટાંત :- બ્રહાચર્યમાં મેરુ સમાન અડોલ. “શ્રી વજસ્વામી કેવળ કંચનકામિનીના દ્રવ્યભાવથી પરિત્યાગી હતા. એક શ્રીમંતની રુમિણી નામની મનોહારિણી પુત્રી વજસ્વામીના ઉત્તમ ઉપદેશને શ્રવણ કરીને મોહિત થઈ. ઘેર આવી માતાપિતાને કહ્યું કે, જો હું આ દેહે પતિ કરું તો માત્ર વજસ્વામીને જ કરું, અન્યની સાથે સંલગ્ન થવાની ભારે પ્રતિજ્ઞા છે. રુમિણીને તેનાં માતાપિતાએ ઘણુંયે કહ્યું, “ઘેલી! વિચાર તો ખરી કે, મુનિરાજ તે વળી પરણે? એણે તો આસ્રવધારની સત્ય પ્રતિજ્ઞા કરી છે.” તોપણ રુકમિણીએ કહ્યું ન માન્યું. નિરુપાયે ઘનાવા શેઠે કેટલુંક દ્રવ્ય અને સુરૂપા રુમિણીને સાથે લીધી; અને જ્યાં વજસ્વામી વિરાજતા હતા ત્યાં આવીને કહ્યું કે, “આ લક્ષ્મી છે તેનો તમે યથારુચિ ઉપયોગ કરો; અને વૈભવવિલાસમાં વાપરો; અને આ મારી મહા સુકોમલા રુકમિણી નામની પુત્રીથી પાણિગ્રહણ કરો.” એમ કહીને તે પોતાને ઘેર આવ્યો. યૌવનસાગરમાં તરતી અને રૂપના અંબારરૂપ રુમિણીએ વજસ્વામીને અનેક પ્રકારે ભોગ સંબંધી ઉપદેશ કર્યો; ભોગનાં સુખ અનેક પ્રકારે વર્ણવી દેખાડ્યાં; મનમોહક હાવભાવ તથા અનેક પ્રકારના અન્ય ચળાવવાના ઉપાય કર્યા, પરંતુ તે કેવળ વૃથા ગયા; મહા સુંદરી રુકમિણી પોતાના મોહકટાક્ષમાં નિષ્ફળ થઈ. ઉગ્રચરિત્ર વિજયમાન વજસ્વામી મેરુની પેઠે અચળ અને અડોલ રહ્યા. રુકમણીના મન, વચન અને તનના સર્વ ઉપદેશ અને હાવભાવથી તે લેશમાત્ર પીગળ્યા નહીં. આવી મહા વિશાળ દ્રઢતાથી રકમિણીએ બોઘ પામી નિશ્ચય કર્યો કે, આ સમર્થ જિતેન્દ્રિય મહાત્મા કોઈ કાળે ચલિત ૧૦૫.
SR No.009139
Book TitleSatso Mahaniti
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size157 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy