________________
સાતસો મહાનીતિ
“પ્રજ્ઞાવબોધ'માંથી -
“પરણે પ્રાતઃકાળમાં જી, સાંજે પડતી પોક, રંગ-રાગ પલટાય સૌ જી, હર્ષ હતો ત્યાં શોક.
વ, જોને ક્ષણ ક્ષણ નરભવ અવસર જાય.” (પૃ.૫૭૬) શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર'ના આઘારે –અનિત્ય એવા સંસારને ધિક્કાર
અનંગદેવનું દ્રષ્ટાંત – “એક વખત અપરાજિત રાજા (શ્રી નેમિનાથ ભગવાનનો જીવ પૂર્વભવમાં) ઉદ્યાનમાં ગયો હતો. ત્યાં રૂપમાં કામદેવ જેવો અનંગદેવ નામે એક સાર્થવાહનો સમૃદ્ધિમાનું પુત્ર તેના જોવામાં આવ્યો. તે દિવ્ય વેષને ધારણ કરનારા સમાન વયના મિત્રોથી વીંટાયેલો હતો. ઘણી રમણીય રમણીઓની સાથે ક્રીડા કરતો હતો, યાચકોને દાન આપતો હતો, બંદીજનો તેની સ્તુતિ કરતા હતા અને ગીતગાન સાંભળવામાં તે આસક્ત હતો. તેને જોઈને અપરાજિત રાજાએ પોતાના માણસોને પૂછ્યું કે, “આ કોણ છે?” તેઓએ કહ્યું – “આ સમુદ્રપાળ નામના સાર્થવાહનો અનંગદેવ નામે ઘનાઢ્ય પુત્ર છે.' તે સાંભળીને “મારા નગરના વ્યાપારી પણ આવા ઘનાઢ્ય અને ઉદાર છે! તેથી હું ઘન્ય છું.” એમ પોતાની પ્રશંસા કરતો કરતો અપરાજિત રાજા ઘેર આવ્યો.
બીજે દિવસે રાજા હાથી ઉપર બેસી નગર બહાર જતો હતો. તેવામાં ચાર પુરુષોએ ઉપાડેલું અને જેની આગળ વિરસ વાદ્ય વાગે છે એવું એક મૃતક તેના જોવામાં આવ્યું. તેની પછવાડે છાતી કુટતી, છુટે કેશે રૂદન કરતી અને પગલે પગલે મૂચ્છ ખાતી અનેક સ્ત્રીઓ જતી હતી, તે જોઈ રાજાએ સેવકોને પૂછ્યું કે, “આ કોણ મરી ગયું?” તેઓ બોલ્યા કે “પેલો સાર્થવાહનો પુત્ર અનંગદેવ, અકસ્માતુ વિપૂચિકા (કૉલેરા)ના વ્યાધિથી મૃત્યુ પામ્યો છે.” તે સાંભળતાં જ રાજા બોલ્યા-“ અહો! આ અસાર સંસારને ધિક્કાર છે, અને વિશ્વાસીના ઘાત કરનાર વિધિને પણ ધિક્કાર છે. હા! મોહનિદ્રાથી અંઘ ચિત્તવાળા પ્રાણીઓનો કેવો પ્રમાદ છે!” આ પ્રમાણે મહાન સંવેગને ઘારણ કરતા અપરાજિત રાજા પોતાને ઘેર પાછા ફર્યા અને કેટલાક દિવસ એવા ખેદમાં વ્યતિક્રમાવ્યા. અન્યદા જે કેવળીને પ્રથમ તેમને કુંડપુરમાં જોયા હતા તે કેવળી ભગવંતે જ્ઞાનવડે અપરાજિત રાજાને બોથને યોગ્ય થયેલ જાણી તેના ઉપકારને માટે ત્યાં પધાર્યા. તેમની પાસેથી ઘર્મ સાંભળી પા નામના પ્રીતિમતીથી થયેલા પુત્રને રાજ્ય ઉપર બેસાડી અપરાજિત રાજાએ દીક્ષા ગ્રહણ કરી. તેમની સાથે તેમની પ્રિયા પ્રીતિમતી, અનુજ બંધુ સૂર તથા સોમ અને મંત્રી વિમળબોધ એ સર્વેએ દીક્ષા લીધી. તેઓ સર્વ તપસ્યા કરી મૃત્યુ પામીને આરણ નામના દેવલોકમાં પરસ્પર પ્રીતિવાળા ઇંદ્રના સામાનિક દેવતા થયા.” એમ સંસારનું અનિત્ય સ્વરૂપ જાણી નિત્ય એવા આત્મસુખને પ્રાપ્ત કરું. ૨૧૧. શુદ્ધ બ્રહ્મચર્યનું સેવન કરું.
શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાંથી - - બ્રહ્મચર્ય - “અહો! બ્રહ્મચર્ય સંબંઘીનો એનો સિદ્ધાંત પણ ક્યાં ઓછો છે? સઘળા મહા વિકારોમાં કામવિકાર એ અગ્રેસર છે. તેને દમન કરવો એ મહા દુર્ઘટ છે. એને દહન કરવાથી ફળ પણ મહા શાંતિ-કારક હોય, એમાં અતિશયોક્તિ શી? કશીયે નહીં. દુઃસાધ્ય વિષયને સાધ્ય કરવો એ દુર્ઘટ છે જ તો! આ સિદ્ધાંત પણ એનો કેવો ઉપદેશજનક છે.” (વ.પ્ર.૨૫)
“સર્વ ચારિત્ર વશીભૂત કરવાને માટે, સર્વ પ્રમાદ ટાળવાને માટે, આત્મામાં અખંડ વૃત્તિ રહેવાને
૧૦૪