________________
સાતસો મનનીતિ
દરેક જીવને પુણ્યના અનુસારે વૈભવ પ્રાપ્ત થાય છે. માટે કોઈપણ પ્રાણીની ઋદ્ધિ કે ચડતી દેખી ઈર્ષા કે દ્વેષ કરવો નહીં. દ્વેષ કરવાથી સામાને કંઈ થતું નથી. પરંતુ પોતાને અશુભ કર્મનો બંધ પડે છે. કહેવત છે કે “હાથનાં કર્યાં હૈયે વાગે.'’તેમ ભવાન્તરમાં તે કર્મના ઉદયથી તેનાથી પણ વધારે દરિદ્રતા કે નીચતા પ્રાપ્ત થાય છે એમ સમજી સુન્ન પ્રાણીઓએ ઈર્ષા કરવી નહીં.' (પૃ.૧૩૪)
ચોરોનું દૃષ્ટાંત – સુખની અદેખાઈ વડે સર્વ દુઃખી. ‘‘એક શેઠને ત્યાં ચોરોએ રાત્રે ખાતર પાડ્યું. જેવી ભીંત તોડી મોઢું અંદર ઘાલ્યું કે શેઠે તેનું નાક કાપી લીધું. તે ચોરે વિચાર કર્યો કે મારું નાક કપાઈ ગયું અને બીજાના નાક રહી ગયા. તેથી બીજાની અદેખાઈથી કહ્યું કે મને તો અહીં માથું ઘાલવાથી નારાયણ દેખાય છે. તે સાંભળી બીજાએ પણ મોઢું ઘાલ્યું કે તેનું પણ નાક શેઠે કાપી લીધું. પહેલા ચોરે બીજાના કાનમાં કહ્યું કે તું પણ એમ જ કહે, નહીં તો બીજાના નાક સાબુદ રહી જશે. તેથી તેણે પણ એમ જ કહ્યું. જેથી બધા ચોરોના નાક કપાઈ ગયા. એમ બીજાના સુખની અદેખાઈ કરું નહીં.'' “ઈર્ષ્યા થકી આ અવનીમાં, અવનતી અવશ્ય થાય;
તે માટે ઈર્ષ્યા થકી, રહેજો દૂર સદાય.'' -સાદી રિશયામા (પૃ. ૧૫)
૨૧૦. સંસારને અનિત્ય માનું.
‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી – “જે પ્રકારે અનિત્યપણું, અસારપણું આ સંસારનું અત્યંતપણે ભાસે તે પ્રકારે કરી આત્મવિચાર ઉત્પન્ન થાય.'' (વ.પૃ.૪પર)
અનિત્યભાવના
‘“વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જળના તરંગ;
પુરંદરી ચાપ અનંગ રંગ, શું રાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ !’’
વિશેષાર્થ :- લક્ષ્મી વીજળી જેવી છે. વીજળીનો ઝબકારો જેમ થઈને ઓલવાઈ જાય છે, તેમ લક્ષ્મી આવીને ચાલી જાય છે. અધિકાર પતંગના રંગ જેવો છે. પતંગનો રંગ જેમ ચાર દિવસની ચટકી છે, તેમ અધિકાર માત્ર થોડો કાળ રહી હાથમાંથી જતો રહે છે. આયુષ્ય પાણીનાં મોજાં જેવું છે. પાણીનો હિલોળો આવ્યો કે ગયો તેમ જન્મ પામ્યા અને એક દેહમાં રહ્યા કે ન રહ્યા ત્યાં બીજા દેહમાં પડવું પડે છે. કામભોગ આકાશમાં ઉત્પન્ન થતા ઇંદ્રના ધનુષ્ય જેવા છે. જેમ ઇંદ્રધનુષ્ય વર્ષાકાળમાં થઈને ક્ષણવારમાં લય થઈ જાય છે, તેમ યૌવનમાં કામના વિકાર ફળીભૂત થઈ જરાવયમાં જતા રહે છે; ટૂંકામાં હે જીવ! એ સઘળી વસ્તુઓનો સંબંધ ક્ષન્નભર છે; એમાં પ્રેમબંધનની સાંકળે બંધાઈને શું રાચવું? તાત્પર્ય એ સઘળાં ચપળ અને વિનાશી છે, તું અખંડ અને અવિનાશી છે; માટે તારા જેવી નિત્ય વસ્તુને પ્રાપ્ત કર !'' (પૃ.૭૬) ‘સમાધિ સોપાન'માંથી :- “આ ઘન, યૌવન, જીવન, કુટુંબના સંગમને પાણીના પરપોટા જેવા અનિત્ય જાણી આત્માના હિતરૂપ કાર્યમાં પ્રવર્તન કરો. સંસારના જેટલા સંગમ છે તે બધા વિનાશી છે. એમ અનિત્ય ભાવના ભાવો. પુત્ર, પૌત્ર, સ્ત્રી, કુટુંબ આદિક કોઈની સાથે પરલોક ગયાં નથી, અને જશે પણ નહીં. પોતાનાં ઉપાર્જન કરેલાં પુણ્ય પાપ આદિ કર્મો માત્ર સાથે રહેશે. આ જાતિ, કુળ, રૂપ
આદિક તથા દેશ નગર આદિકનો સમાગમ દેહની સાથે જ નાશ પામશે. તેથી અનિત્યભાવના ક્ષણમાત્ર પણ વીસરી ન જાઓ; તેના પ્રભાવે પર ઉપરથી મમત્વ છૂટી આત્મકાર્યમાં પ્રવૃત્તિ થાય છે. '' (પૃ.૭૧)
૧૦૩