________________
સાતસો મહાનીતિ
કોઈ સારો પુરુષ લાવી આપો, જેથી મને શાંતિ થાય.”
શ્રીમતી ઘરમાં નવરી હતી. ધન, રૂપ અને યૌવનમાં મદમાતી, મોટી હવેલી તથા અનેક
ભોગના સાધન વચ્ચે રહેનારી તથા પતિ પરદેશ ગયો હોવાથી આવી તુચ્છ વિચારવાળી તેની મતિ થઈ. પણ વૃદ્ધ સ્ત્રી પ્રૌઢ વિચારવાળી હોવાથી તેના સસરાને એકાન્તમાં બોલાવી કહ્યું કે, હવે વહુનું મન વશ રહેતું નથી. યૌવનવંતી છે. નવરી રહી શકતી નથી. તે શિયળ કેમ પાળી શકે? માટે તે સંબંધી યોગ્ય લાગે તે ઉપાય કરો.
સસરાએ દીર્ઘ વિચાર કરી ઘરના સર્વ માણસોને બોલાવી પોતાની સ્ત્રી (શેઠાણી) ઉપર કૃત્રિમ ગુસ્સો કરીને કહ્યું –‘અત્યારથી તમારે તમામ કામ વહુને પૂછીને કરવાં. પૈસા ટકા જે જોઈએ તે તેની પાસેથી માંગવા. બહારથી પણ કાંઈ લાવવું હોય તો તેને પૂછીને લાવવું.' આ પ્રમાણે હુકમ કરી વહુને બોલાવી ઘરનો તમામ કારભાર તેને સોંપી દીધો. બહુ નોકરચાકરવાળું અને મેમાન પરોણાવાળું શેઠનું ઘર હોવાથી વહુને એટલું બધું કામ માથે આવી પડ્યું કે એક ઘડીની પણ હવે નવરાશ મળે નહીં. કાયમ કામમાં ને કામમાં ગુંથાયેલી ને ગુંથાયેલી રહે. પછી શેઠની પ્રેરણાથી ડોશીએ વહુને એકાંતમાં પૂછ્યું કે ‘તમે કહેતા હતા તે પુરુષને લાવું?’ ત્યારે વહુ કહેઃ ‘અરે માજી! એ શું બોલ્યા? અહીં તો એક મિનિટની પણ ફુરસદ નથી. હવે એવી વાત પણ કદી કરશો નહીં. ડોશીમાએ શેઠ પાસે જઈને બધી વાત કહી તેથી શેઠને પણ મનમાં શાંતિ થઈ ગઈ.
આ વાર્તાનો સાર એ લેવાનો છે કે નવરા રહેવાથી મન ઠેકાણે રહેતું નથી, જ્યાં ત્યાં ફર્યા કરે છે, માટે તેને કામમાં ગુંથાયેલું રાખવું. એ જ પ્રમાણે શ્રાવક કે સાધુ પણ ધર્મના કાર્યમાં વળગ્યા રહે તો તેનું મન ઠેકાણે રહે. નવરા માણસ હાંસી, ખેલ, કુતુહલાદિ કરે, અનેક પ્રકારની રમતો ૨મે, પણ જો કામમાં પરોવાયેલો હોય તો તુચ્છ વિચાર આવે નહીં. માટે જ્ઞાનીપુરુષો કહે છે-“હે ભવ્ય પ્રાણીઓ! તમે નવરા ન રહેશો પણ શુભ કાર્યમાં હમેશાં આત્માર્થે ગુંથાયેલા રહેજો; જેથી તમારા આત્માનું કલ્યાણ થાય.’’ ૨૦૯. સુખની અદેખાઈ કરું નહીં.
“દેખ દૂસરોં કી બઢતી કો, કભી ન ઈર્ષા ભાવ થયું.” -મેરી ભાવના
“બીજાની ચઢતી જોઈ કદી ઈર્ષાભાવ, અદેખાઈ કરું નહીં.’' નિત્યનિયમાદિ પાઠ (પૃ.૩૦૯) શ્રીપાલરાજાના રાસ'માંથી :– જેના હૃદયમાં ઈર્ષા હોય છે તે માણસ બીજાની ઋદ્ધિ જોઈ શકતો નથી. જેમ મેઘની ગર્જના સાંભળવાથી સમુદ્ર દુબળો થાય છે એટલે સુકાવા લાગે છે તેમ બીજાની ઈર્ષાથી માણસ દુર્બળ થાય છે.
વર્ષાઋતુમાં સર્વ વનસ્પતિઓ લીલીછમ થાય છે ત્યારે જવાસાનું વૃક્ષ ઊભું સુકાય છે.
ઈર્ષાળુ માણસો જવાસાના વૃક્ષની જેમ કોઈનું પણ સારું જોઈ રાજી થતા નથી. તેથી ઈર્ષાની આગમાં બિચારા બળીને ખાખ થઈ જાય છે. માટે કોઈની ચડતી જોઈને ઈર્ષા કરવી નહીં. જેઓને ભાગ્યે મોટા બનાવ્યા હોય, તેઓની ઈર્ષા કરવાથી શું ફાયદો? જાઓને! પર્વતને મોટો જોઈ તેની ઈર્ષાથી, પર્વતને પાડવામાં હાથીના દાંત પડી ગયા, પણ પર્વત નાનો થયો નહીં અને તે ચીસો પાડતો જ રહ્યો.
આ દૃષ્ટાંતે, ઘવળશેઠ પણ શ્રીપાળકુંવરની ઈર્ષા કરી તેને દુ:ખી કરવા, થાય તેટલા ઉદ્યમ કરે છે. પરંતુ તેને દુઃખી કરવા જતાં પોતાના જ હાલ બગડે છે અને અંતે મરી સાતમી નરકે જાય છે.
૧૦૨