________________
સાતસો મહાનીતિ
નહીં પળ નકામી જાવા દ્યો, સારો ઉપયોગ જ થાવા દ્યો,
શુભ કામ કરીને લ્હાવો લ્યો. અરે વખત ૨ વખત અમૂલ્ય જાણી લીઘો, ઉપયોગ કરો તેનો સીઘો,
અમથી કુથલી તો જાવા દ્યો. અરે વખત૦૩ રે! વાંચો સગ્રંથો સારા, રાખી તેના નિત્યે ઘારા,
કરો કામો સારાં બહુ પ્યારાં. અરે વખત,૪ - શ્રીમદ્ રાજચંદ્ર “ઉપદેશામૃત'માંથી:- “વીલો મૂકવો નહીં. રાતદિવસ મંત્રનું સ્મરણ કરવું અને વખત મળે વાંચન પઠન કરવું. અમૂલ્ય વખત આળસમાં કે પરપરિણતિમાં ન ખોવો. (પૃ.૪૦૭)
‘બોઘામૃતભાગ - ૧'માંથી - મન મંત્રમાં રાખે તો થાકે
બાબરાભૂતનું દ્રષ્ટાંત – “એક વાણિયો હતો. તેને લાગ્યું કે કામ તો ઘણું છે અને ગુમાસ્તા થોડા છે, માટે કોઈ દેવને વશ કરું. પછી તેણે આરાઘના કરી. તેની આરાઘનાથી દેવ પ્રસન્ન થયો અને કહ્યું કે કામ બતાવ, નહીં તો તને ખાઈ જઉં. તેણે કહ્યું હિમાલયથી વાંસ લઈ આવ. તે લઈ આવ્યો. પછી નવરો હોય ત્યારે ચઢવા-ઉતરવાનું કામ બતાવ્યું. એવું આ મન છે. તેને “સહજાત્મસ્વરૂપ પરમગુરુ' મંત્રમાં રાખવું તો થાકે, નહીં તો નહીં થાકે.” (બો-૧ પૃ. ૧૮૮).
‘હિતશિક્ષાના રાસનું રહસ્ય'માંથી – વણિકની આરાધનાથી વ્યંતરદેવે પ્રસન્ન થઈ કહ્યું-શું કામ છે? બતાવ. ત્યારે વણિક કહે અહીં એક સાત માળનો આવાસ બનાવો તથા બાજુમાં ચાર વખાર બનાવો. તે તેણે તુરંત બનાવી લીધી. પછી ફરી બાબરાભૂતે કહ્યું કામ બતાવ નહીં તો તને ખાઈ જઈશ. વણિક કહે વનમાંથી એક ઊંચામાં ઊંચો વાંસ લાવી અહીં રોપો. તેના છેક ઉપર એક આડું લાકડું બાંધો. તેના ઉપરથી છેક નીચે સુધી લટકતી એક સાંકળ લટકાવો. દેવે તેમ કર્યું. ત્યારે વણિકે કહ્યું હવે હું બીજું કામ ન બતાવું ત્યાં સુધી આ સાંકળ ઉપર ચઢ ઉતર કર્યા કરો. વ્યંતરે આ સાંભળીને કહ્યું તું મારા માથા ઉપરનો મળ્યો. જ્યારે કામ પડે ત્યારે મને સંભારજે હું આવીશ. એમ કહી સ્વસ્થાનકે ચાલ્યો ગયો.
એમ મનને ખૂબ કામમાં રોકી થકવીએ તો થાકે. માટે સ્ત્રી નવરી પડે તો માઠા વિચાર કરે. તે કામમાં જ ગુંથાયેલી સારી. મુનિ પણ કામે વળગ્યા સારા. તેથી તેમને પણ આખા દિવસની નિત્ય ક્રિયા બતાવેલ છે.
દયાનંદ સરસ્વતીનું દ્રષ્ટાંત – વૃત્તિઓને રોકવાનો ઉપાય ભક્તિ સ્વાધ્યાય. શ્રી દયાનંદ સરસ્વતીને શરીરમાં હૃષ્ટ પુષ્ટ જોઈને એક ભાઈએ તેમને પૂછ્યું : “આપકો કામ નહીં સતાતા હૈ?” તેમણે જવાબમાં કહ્યું “કામ! કૌન સા કામ? મેં તો સદા કામમેં હી રહતા હૂં.” એમ મનને સદા ભક્તિ સ્વાધ્યાય આદિ ઉત્તમ કામમાં પરોવેલું રાખીએ તો વૃત્તિઓને ભટકવાનો અવકાશ મળતો નથી. ૨૦૮. તુચ્છ વિચાર પર જઉં નહીં.
નવરી બેઠી તુચ્છ વિચાર કરું નહીં તે પર એક દ્રષ્ટાંત છે. હિત શિક્ષાના રાસનું ૨હસ્ય’ના આઘારે - નવરું મન નખ્ખોદ વાળે.
શ્રીમતીનું દ્રષ્ટાંત - “શ્રીપુર નામના નગરમાં જિનદત્ત નામે શેઠ રહેતો હતો. તેનો પુત્ર પરદેશ કમાવા ગયો. તેની શ્રીમતી નામે ભાર્યા હતી. પુત્રને પરદેશમાં ઘણો સમય વ્યતીત થવાથી તેની સ્ત્રી કામાતુર થઈ. તેની પાસે રહેનારી એક વૃદ્ધ સ્ત્રીને તેણે કહ્યું : “મને કામ વિકાર બહુ થયો છે માટે
૧૦૧