________________
સાતસો મહાનીતિ
પ્રજ્ઞાવબોઘ'માંથી :
“વનવું સદ્ગુરુ રાજચંદ્ર પ્રભુ, સત્ય તપસ્વી-સ્વામીજી, નમી નમી પ્રભુને પાયે લાગું, આપ અતિ નિષ્કામીજી. વનવું, ઇચ્છા-રોઘન તપનું લક્ષણ, સમતાની એ માતાજી,
કર્મ કાપવાની ફરસી એ, મોક્ષ-માર્ગ-વિઘાતાજી.” સ્વનવું,”(પૃ.૧૪૫,૧૪૬) ૨૭૮. શીતળ છાયા લઉં છું.
સપુરુષ એ કલ્પવૃક્ષ જેવા છે. એમની પાસે બેસવાથી આત્મશાંતિરૂપ શીતળછાયા મળે, તથા એમની આજ્ઞા પ્રમાણે પ્રવર્તવાથી ઇચ્છિત વસ્તુ જે મોક્ષ તે પણ મળે છે.
“શ્રીમદ્ રાજચંદ્ર'માંથી :- “સત્પરુષનો યોગ તથા સત્સમાગમ મળવો બહુ કઠણ છે, એમાં સંશય નથી. ગ્રીષ્મ ઋતુના તાપથી તપાયમાન થયેલા પ્રાણીને શીતળ વૃક્ષની છાયાની પેઠે મુમુક્ષુ જીવને સપુરુષનો યોગ તથા સત્સમાગમ ઉપકારી છે. સર્વ શાસ્ત્રોમાં તેવો યોગ મળવો દુર્લભ કહ્યો છે.” (વ.પૃ.૬૧૩)
શુભ શીતળતામય છાંય રહી, મનવાંછિત જ્યાં ફળપંક્તિ કહી;
જિનભક્તિ ગ્રહો તરુ કલ્પ અહો, ભને ભગવંત ભવંત લહો.” (વ.પૃ.૬૮) મોક્ષમાળા વિવેચન'માંથી -
ભાવાર્થ –“જિનેશ્વરની ભક્તિ કલ્પવૃક્ષ જેવી છે. જેમ કલ્પવૃક્ષની શીતળ છાયા પડે તેમ ભક્તિથી શાંત પરિણામ થાય, ક્રોઘ માન માયા લોભ સમાઈ જાય. જેમ કલ્પવૃક્ષ ઇચ્છિત ફળો આપે તેમ ભક્તિથી વગર ઇન્ચે પણ પુણ્ય ઘણું બંધાય, તેના ફળરૂપે ભવિષ્યમાં જે ઇચ્છે તે મળે. પુણ્યાનુબંધી પુણ્યથી ફરી ભક્તિ થાય એવો મનુષ્યભવ મળે અને મોક્ષ થાય. માટે હે ભવ્યો! જિનભક્તિ કરીને તમે ભવંત (ભવ+અંત) એટલે સંસારનો અંત પામો અર્થાત મોક્ષ પામો. (પૃ.૩૬) ગ્રંથયુગલ'માંથી -
“કલ્પવૃક્ષ સમ સંત છે, ફળ સહ શીતળ છાંય;
સંત વિનાનો દેશ જ્યાં, રહો ન દિનભર ત્યાંય.” (પૃ.૩૮) ‘બોઘામત ભાગ-૧' માંથી - “સંત એ ઝાડરૂપ છે. એ સંત ન હોય ત્યાં દિનભર રહેવું નહીં. ઝાડને જેમ ફળ અને છાયા છે તેમ સત્સંગ છે એ છાયા છે. એનું ફળ આવે તે ફળ છે. જીવને સદુગરુયોગે કષાય શમી જાય છે.” (બો.૧ પૃ.૧૯૪)
“સરોવરની નજીકમાં રહેલા માણસને ઉનાળાના તાપની વ્યાકુળતામાં ઠંડો પવન આવે તો કેટલો આનંદ થાય? અને સરોવરના ઠંડા પાણીથી નાહવાવાળાને કેટલો આનંદ થાય? તેમ સત્પરુષોનાં વચનોથી થાય છે. પરમકૃપાળુદેવનાં વચનો કેટલાં શીતળ લાગે છે! તો તેઓશ્રીનો આત્મા કેટલો શીતળ હશે?” (બો.૧ પૃ.૬) ૨૭૯. સમભાવે સર્વ સુખ સંપાદન કરું છું.
જેને કોઈપણ પ્રકારની ઇચ્છા નથી એવા નિસ્પૃહ પુરુષો સમભાવ વડે સર્વ પ્રકારના મોક્ષ સંબંઘી સુખો કે ચક્રવર્યાદિ સાંસારિક સુખોને સંપાદન કરે છે. તેમ હું પણ સત્પરુષના બોઘે, આત્માના કલ્યાણ
૧૮૩