________________
સાતસો મહાનીતિ
અર્થે સુખદુઃખના પ્રસંગોમાં સમભાવ રાખવા પ્રયત્ન કરું. “શ્રીમદ્ રાજચંદ્ર'માંથી :- “સુખદુઃખ પર સમભાવ કરું.” (વ.પૃ.૧૩૮)
“પૂર્વકમેને અનુસરી જે કંઈ પણ સુખદુઃખ પ્રાપ્ત થાય તે સમાનભાવથી વેદવું એ જ્ઞાનીની શિખામણ સાંભરી આવી છે, તે લખી છે. માયાની રચના ગહન છે.” (વ.પૂ.૩૨૦).
“કોઈ પણ પ્રકારે ભવિષ્યનો સાંસારિક વિચાર છોડી વર્તમાનમાં સમપણે પ્રવર્તવાનો દ્રઢ નિશ્ચય કરવો એ તમને યોગ્ય છે; ભવિષ્યમાં જે થવા યોગ્ય હશે તે થશે, તે અનિવાર્ય છે, એમ ગણી પરમાર્થપુરુષાર્થ ભણી સન્મુખ થવું યોગ્ય છે.” (વ.પૃ.૩૩૧)
“કુટુંબાદિનું મમત્વ રાખશો તો પણ જે થવાનું હશે તે થશે. તેમાં સમપણું રાખશો તો પણ જે થવા યોગ્ય હશે તે થશે; માટે નિઃશંકપણે નિરભિમાની થવું યોગ્ય છે.” (વ.પૃ.૩૩૧)
સમપરિણામે પરિણમવું યોગ્ય છે અને એ જ અમારો બોધ છે. આ જ્યાં સુધી નહીં પરિણમે ત્યાં સુધી યથાર્થ બોઘ પણ પરિણમે નહીં.” (વ.પૃ.૩૩૧)
“કુટુંબાદિક સંગ વિષે લખ્યું તે ખરું છે. તેમાં પણ આ કાળમાં એવા સંગમાં જીવે સમપણે પરિણમવું મહા વિકટ છે, અને જેઓ એટલું છતાં પણ સમપણે પરિણમે, તે નિકટભવી જીવ જાણીએ છીએ.” (વ.પૃ.૩૦૫)
“વ્યવહારના પ્રસંગને સાવઘાનપણે, મંદ ઉપયોગે, સમતાભાવે નિભાવ્યો આવજે. બીજા તારું કેમ માનતા નથી એવો પ્રશ્ન તારા અંતરમાં ન ઊગો. બીજા તારું માને છે એ ઘણું યોગ્ય છે, એવું સ્મરણ તને ન થાઓ.” (વ.પૃ.૨૧૪)
જેમાં ક્ષણવારમાં હર્ષ અને ક્ષણવારમાં શોક થઈ આવે એવા આ વ્યવહારમાં જે જ્ઞાની પુરુષો સમદશાથી વર્તે છે, તેને અત્યંત ભક્તિથી ઘન્ય કહીએ છીએ; અને સર્વ મુમુક્ષુ જીવને એ જ દશા ઉપાસવા યોગ્ય છે, એમ નિશ્ચય દેખીને પરિણતિ કરવી ઘટે છે.” (વ.પૃ.૪૯૫)
ઉપદેશામૃત'માંથી - મરણની વ્યાધિને પણ સમભાવે સહન કરવાથી કલ્યાણ - ચોરના સમભાવનું દ્રષ્ટાંત - એક ચોરને ફાંસીની શિક્ષા થઈ. પ્રધાન વિચક્ષણ હતો. તેણે શૂળી ઉપર મરણની સન્મુખ થયેલા ચોરને પૂછ્યું, “તને કોઈનું શરણ છે? સંસારમાં જે કાંઈ તારું માનતો હતો તેમાંનું કોઈ અત્યારે શરણ છે?” ચોરે કહ્યું, “અત્યારે તો મને કોઈનું શરણ નથી.” પ્રધાને કહ્યું, “હું એક વાત કહું તે લક્ષમાં લઈશ? લઈશ તો તારું કામ થઈ જશે.” ચોરે કહ્યું, “જરૂર લક્ષમાં લઈશ, મને કૃપા કરીને કહો.” દુઃખના વખતમાં હિતશિક્ષા ઘણી આતુરતાથી ગ્રહણ થઈ શકે છે. એટલે પ્રધાને કહ્યું, “સમભાવ” ગમે તેટલું દુઃખ આવે તો આવો, મરણ આવે તો આવો, પણ હું તેને સમભાવથી સહન કરીશ. તે દુઃખ નાશ પામશે, પણ મારું સ્વરૂપ નાશ પામે તેવું નથી, માટે સમભાવમાં રહેવું. ચોરે સમભાવનું શરણ ગ્રહણ કર્યું. તે મરણ પામી દેવગતિ પામ્યો. પ્રઘાને શૂળી ઉપર ચડેલા ચોર સાથે વાત કરી, એમ રાજાએ જાણ્યું ત્યારે તેને કેદ પકડવા તથા તેનાં ઘર લૂંટાવી મંગાવવા સિપાઈઓ મોકલ્યા.
સિપાઈઓ પ્રઘાનને ઘેર લૂંટવા આવ્યા. ત્યાં કોઈ અજાણ્યો રક્ષક થઈ બેઠો હતો. તેણે બધા સિપાઈઓને મારી હઠાવી કાઢી મૂક્યા. પછી રાજા પોતે આવ્યો. તેણે જોયું કે આ રક્ષક જણાતો માણસ તે મનુષ્ય નથી, પણ દેવ છે. તેણે પૂછ્યું, “તું કોણ છે? રક્ષકે કહ્યું, “હું ચોર તે મરીને દેવ થયો છું. તે પ્રતાપ
૧૮૪